________________
શ્રાદ્ધદિનકૃત્યા
(353) બાવીશમુંગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તેમાં મદિરાના દોષો આ પ્રમાણે છે-- ૧. શરીર વિરૂપ બને છે, અર્થાત્ શરીરનું તેજ ઘટે છે, અંગો શિથિલ બને છે, ઇન્દ્રિયોની શક્તિ ઘટે છે. ૨.અનેક વ્યાધિઓની પીડા થાય છે. ૩. સ્વજનો પરાભવ કરે. ૪. જે કાળે જે કામ કરવાનું હોય તે કાળે તે કામ ન થઈ શકે. ૫. બીજાઓને પોતાના પ્રત્યે અને પોતાને બીજાઓ પ્રત્યે વિશેષથી દ્વેષ થાય. ૬. જ્ઞાનનો નાશ થાય. ૭. સ્મૃતિ–મતિ ક્ષીણ થાય. ૮. સપુરુષોનો વિયોગ થાય. ૯. કઠોરતા આવે. ૧૦. નીચ માણસોની સેવા કરવાનું થાય. ૧૧ થી ૧૬. કુલ, બળ, સમતા, ધર્મ, ભોગસુખો અને ધન આ છ ની હાનિ થાય. હે ભવ્યજીવો! મદિરાપાનના આ સોળ દોષો કષ્ટ કરનારા અને હાનિ કરનારા છે. (૧)
મધના દોષો આ પ્રમાણે છે - માખીઓના મુખમાંથી વમન કરાયેલા, લાખો જીવોના નાશથી થયેલા અને નરકને લાવનારા મધનું ભક્ષણ બુદ્ધિશાળી પુરુષો કેવી રીતે કરે ? (૨)
માખણના દોષો આ પ્રમાણે છે - અંતર્મુહુર્ત પછી જેમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે તેવા માખણનું ભક્ષણ વિવેકીઓ કેવી રીતે કરે ? (૩) .
મદિરા, મધ અને માખણના ઉપલક્ષણથી માંસનો પણ ત્યાગ કરવો જોઈએ.
માંસના દોષો આ પ્રમાણે છે - હિંસાનું મૂળ, અપવિત્ર, રૌદ્રધ્યાનનું પૂર્ણ સ્થાન, ધૃણાજનક લોહીથી વ્યાસ, કૃમિઓનું ઘર, દુધના પૂરથી યુક્ત, વિર્ય-લોહીથી ઉત્પન્ન થયેલ, અતિશય મલિન, સજ્જનોથી સદા નિંદાયેલ, માંસનું કોણ ભક્ષણ કરે ? જે રાક્ષસ સમાન હોય અને સદા આત્માનો દ્રોહી હોય તે નરકમાં જવા માટે માંસભક્ષણ કરે. (૪)
આ પ્રમાણે મદિરા વગેરેનો જીવન પર્યત ત્યાગ કરવો જોઈએ. બાકીના ( બાવીસ અભક્ષ્ય સિવાયના) સચિત્ત વગેરે વિવિધ દ્રવ્યોનું પરિમાણ કરવું જોઈએ. (૨૫૯-૨૬૦)
अच्चित्तं दन्तवणं, मेयफलाणं च तोलियाणं च । गणिमफलाणं च तहा, उच्छुलट्ठीण पत्ताणं ॥२६१॥ अब्भंगे उव्वलणे खलि-प्पमाणंच होइ कायव्वं । आहरणविलेवणगंधमल्लवत्थासणाणं च ॥२६२॥ विगईणं परिमाणं, दव्वाणं तह सचित्तइयराणं । सयणीयजाणवाहण, एवमाई विभासा उ ॥२६३॥ (પરિમાણ કરવા માટે) કેટલાંક દ્રવ્યોને જ ત્રણ ગાથાઓથી કહે છે-
અચિત્ત દાતણ, માપીને જેની લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, જોખીને લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, ગણીને લેવડ–દેવડ થઈ શકે તેવી વસ્તુઓ, શેરડીના સાંઠા, નાગરવેલવગેરેના પાન, અભંગ, ઉપલેપન,
* ધર્મરત્ન પ્રકરણની ૧૬મી ગાથાની ટીકામાં કહ્યું છે કે – “મદિરા, માંસ, મધ અને છાશમાંથી જુદા કરેલા માખણમાં તુરત જ તે
તે વર્ણના અતિ સૂક્ષ્મ જીવો ઉપજે છે અને મરે છે.” * મેચનાળું અને નળકતામાં એ સ્થળે ફળના ઉપલક્ષણથી મેય અને ગણિમ બધી વસ્તુઓ સમજવી જોઈએ. * શરીરને સ્વચ્છ કરવા માટે શરીર પર જે લગાડવામાં આવે તે ઉપલેપન.