________________
શ્રાદ્ધદિનકૃત્ય.
(35) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર कुतित्थियाण संसग्गी, कुतित्थगमणं च वजणिजंतु । भट्ठायारेहिं समं, संथवणं तहय आलावो ॥२५५॥
તથા કુતીર્થિકોનો સંસર્ગ, કુતીર્થોમાં જવું, ભ્રષ્ટાચારીઓ સાથે પરિચય અને આલાપ – આ બધાનો ત્યાગ કરવો.
(૧) કુતીર્થિકોનો સંસર્ગઃ કુ એટલે અસાર. તીર્થ એટલે પ્રવચન. કુ પ્રવચનને જે માને તે કુતીર્થિકો. જિન પ્રવચન સિવાય અન્ય પ્રવચનો સંસાર સાગરથી પાર ઉતારી શક્તા ન હોવાથી અસાર છે. તથા એ પ્રવચન એકાંતવાદ રૂપ છે. જિનપ્રવચન અનેકાંતવાદરૂપ છે. તે કુતીર્થિકો કિયાવાદી વગેરે ૩૬૩ છે. તેમનો સંસર્ગ એટલે તેમની સાથે એક સ્થળે રહેવું, તેમની સાથે બોલવું વગેરે રીતે તેમની સાથે સંબંધ રાખવો. (કુતીર્થિકોના સંસર્ગનો સમત્વ વગેરેની રક્ષા માટે ત્યાગ કરવો જોઈએ.)
(૨) કુતીર્થોમાં જવું:- કુતીર્થિકોએ સ્વીકારેલાં મંદિરોમાં કુતૂહલ આદિથી જવું. કુતીર્થોમાં જવાથી મિથ્યાત્વમાં સ્થિરતા વગેરે દોષોનો સંભવ હોવાથી કુતીમાં ન જ જવું જોઈએ. કહ્યું છે કે – “જેવી રીતે ઉચ્ચકુલની વધૂઓને વેશ્યાઘરોમાં જવું એ વિરુદ્ધ છે. તેમ શ્રાવક-શ્રાવિકાઓને કુતીર્થોમાં જવું એ વિરુદ્ધ જાણ. (૧) વેશ્યાના ઘરે જવામાં નારીઓના સતીપણાને લોક ક્યાંથી કહે? તે રીતે કુતીર્થમાં જવામાં શ્રાવકનું સમ્યકત્વ કેવી રીતે રહે? (૨) ધર્મમાં કુલ તે સુથાવક પણ અહીં આવ્યો, તેથી શિવ વગેરેએ જે ધર્મ કહ્યો છે તે ધર્મ મુખ્ય છે = સાચો છે. કુતીર્થમાં જનાર શ્રાવક આ રીતે તેના ભક્તોને સ્થિર કરે, તેમના મિથ્યાત્વને વધારે, તેમના સુંદર પ્રબોધિબીજનો નાશ કરે.” (૩-૪)
(૩) ભ્રષ્ટાચારીઓની સાથે પરિચય અને આલાપ - જેમનો જ્ઞાનાદિ પાંચ પ્રકારનો આચાર ભ્રષ્ટ થયો છે = નાશ પામ્યો છે તે ભ્રષ્ટાચારીઓ. શાસ્ત્રમાં પ્રસિદ્ધ પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ ભ્રષ્ટાચારીઓ જાણવા. એમનું સ્વરૂપ પૂર્વે ગુરુવંદનના અવસરે કરેલા વિચારમાંથી જાણી લેવું. તેમની સાથે પરિચયન કરવો અને સુખ વગેરે પુછવારૂપ આલાપનોત્યાગ કરવો. કારણ કે તેમની સાથેનો પરિચય અને આલાપ અપકીર્તિ આદિનું કારણ છે. કહ્યું છે કે- “પાસત્થા વગેરેને વંદન કરનારને કીર્તિ કે કર્મ નિર્જરા થતી નથી, કેવળ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે.”
તથા – “અવિરત-અસંયતની જ્યાં વસતિ હોય ત્યાં ગમનાગમન ન કરવું. કારણ કે ત્યાં ગમનાગમન કરવાથી તેમની સાથે આલાપ થાય. આલાપથી પ્રેમ થાય. પ્રેમથી દાક્ષિણ્યતા આવે. દાક્ષિણ્યતા આવતાં ઉચિત કાર્યનો સ્વીકાર થાય. ઉચિતકાર્યના સ્વીકારથી તેમનો વારંવાર પરિચય વગેરે કરે. તેમનો વારંવાર પરિચય કરવાથી સમત્વ દૂષિત થાય. સમ્યત્વમાં દૂષણ થવાથી જિનોક્ત ધર્મનાશ પામે. જિનવરના ધર્મ વિના અપાર સંસાર માસમુદ્રને તરવાનું શક્ય નથી. તેથી પાસત્થા આદિની વસતિમાં જવાનો નિષેધ છે.” (૨૫૫)
जेसिं संसग्गिदोसेणं, संमत्तंपि विणस्सए । विणढे खलु सम्मत्ते, अणुट्ठाणं निरत्थयं ॥२५६ ॥
કેટલાક મિથ્યાદષ્ટિઓ બોધિબીજને પામ્યા હોય, અર્થાતુ સમ્યકત્વને પામવાની યોગ્યતાવાળા બન્યા હોય, શ્રાવકને આ રીતે તીર્થમાં જતો જોઈને તેમના બોધિબીજનો સમ્યત્વને પામવાની યોગ્યતાનો નાશ થાય.