________________
શ્રાદ્ધદિનકૃત્ય.
(345) બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તે બિચારો સુધર્યોનહિ. અરિહંત ભગવાનની આશાતનાકરીને અનેક દુ:ખ પામ્યો. અહીં ભગવાનમાં સુધારવાની ખામી ન ગણાય, કિન્તુ ગોશાળામાં ખામી ગણાય.
શ્રી સ્થૂલભદ્ર મહારાજ વેશ્યાને ત્યાં ચિત્રશાળામાં રહેવા છતાં અને પસનો પૌષ્ટિક આહાર કરવા છતાં વિકાર ન પામ્યા, તેમાં સ્થૂલભદ્ર મહારાજની લાયકાતની વિશેષતા ગણાય. બાકી વેશ્યાનો અને ષસના આહાર આદિનો સ્વભાવ તો વિકાર ઉત્પન્ન કરવાનો જ ગણાય.*
દૂધપાકથી શરીરમાં પુષ્ટિ આવે, પણ જે યોગ્ય હોય જેનામાં પચાવવાની તાકાત હોય તેને જ આવે. અયોગ્યને પચાવવાની તાકાત ન હોય તેને દૂધપાકથી શક્તિ તો ન આવે, પણ શક્તિમાં ઘટાડો થાય એવું પણ બને. પચાવવાની તાકાત ન હોય તે જીવને દૂધપાકથી શક્તિ ન આવે તેથી દૂધપાકથી શક્તિ ન આવે (=દૂધપાકમાં પુષ્ટિનો ગુણ નથી) એમ તો ન જ કહેવાય.
તેમ પ્રસ્તુતમાં અયોગ્ય અવિવેકી જીવને શુભ નિમિત્તથી શુભ ભાવને બદલે અશુભ ભાવ આવે એથી શુભ નિમિત્તોથી શુભ ભાવ ન આવે તેમ ન જ કહેવાય.
ઈચ્છા કરતાં ય સોબત વધારે બળવાન છે માણસ કેવો બને છે એ વિષે કવિએ કહ્યું છે કેयादृशैः संनिविशते, यादृशांश्चोपसेवते । यादृगिच्छेच्च भवितुं, तादृग् भवति पुरुषः ॥१॥
પુરુષના મનમાં જેવા થવાની ઈચ્છા હોય, જેવાની સાથે રહે, જેવાની સેવા કરે, જેવાની સાથે ઉઠવા-બેસવાનું રાખે, તેવો પુરુષ થાય છે.'
આમાં બે વાત કહી છે. એક વાત એ કહી છે કે માણસ પોતાને જેવા બનવાની ઇચ્છા હોય તેવો બને છે. બીજી વાત એ કહી છે કે માણસ જેવી સોબત કરે છે, તેવો બને છે. આ બેમાં બીજી વાત અધિક મહત્ત્વની છે. કારણ કે સોબતમાં માણસની ઇચ્છાને બદલવાની તાકાત છે. સારા બનવાની ઇચ્છાવાળો પણ માણસ જો ખરાબ સોબતમાં ફસાઈ જાય તો તેની સારા બનવાની ઇચ્છા નાશ પામે છે અને તે ખરાબ બની જાય છે.
- ઈલાતિપુત્ર સારો હતો, વિરાગી હતો. તેને અધિક સારા બનવું હતું. આથી જ તે સત્સંગ કરતો હતો, પણ મોઘેલા મા-બાપે તેને ખરાબ મિત્રોની સોબત કરાવી. સોબતના પ્રભાવથી તે નટ બની ગયો. તેની કથા આ ગ્રન્થમાં પૃ. ૩૯૦ ઉપર છે.
સંતના સંગમાં હિંસકને પણ અહિંસક, લુચ્ચાને પણ શાહુકાર, મહાન ડાકુને પણ સાધુ વ્યભિચારીને પણ સદાચારી અને પતિતને પણ પાવન કરવાની તાકાત છે. દુર્ગતિના પંથે પ્રયાણ કરવાની તૈયારીવાળાને પણ સદ્ગતિના પંથે વાળવાનું અદ્ભુત સામર્થ્ય સંતના સંગમાં રહેલું છે.
જે જગતમાં બે પ્રકારના પદાર્થો હોય છે. (૧) ભાવુક (૨) અભાવુક બીજાના સંગથી બીજા જેવો બની જાય તે ભાવુક, બીજાના સંગથી
બીજા જેવો ન બને તે અભાવુક. જેમકે પાણી. પાણી ઠંડીના યોગથી ઠંડું બની જાય, ગરમીના યોગથી ગરમ બની જાય. એટલે પાણી ભાવુક દ્રવ્ય છે. બરફ અભાવુક દ્રવ્ય છે. બરફ બરફ રૂપે હોય ત્યાં સુધી ગમે તેટલો સૂર્યનો તાપ પડે તો પણ ગરમ ન બને. તેમ જીવો પણ ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. મોટા ભાગના જીવોનો ભાવુક્યાં સમાવેશ થાય છે, એટલે તેમને બીજાના સંગની અસર થાય છે. પણ કેટલાક જીવો અભાવુક હોય છે. સારા જીવો અભાવુક હોય તો તેમને ખરાબ સોબતની કે વાતાવરણની અસર થતી નથી. ખરાબ જીવો અભાવુક હોય તો તેમને સારી સોબતની કે સારા વાતાવરણની અસર થતી નથી.