________________
શ્રાદ્ધદિનકૃત્ય
343
વિવેચન
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
આ વિષે શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રન્થમાં કહ્યું છે કે
निवसेज्ज तत्थ सद्धो, साहूणं जत्थ होइ संपाओ । चेइयहराइ जम्मि य, तयण्णसाहम्मिया चेव ॥३३९॥ ‘જયાં સાધુઓનું આગમન થતું હોય, જ્યાં જિનમંદિરો હોય, જ્યાં સાધર્મિકો હોય ત્યાં શ્રાવક વસે.’’
પ્રશ્ન : આવા સ્થાનમાં રહેવાથી શો લાભ થાય ?
ઉત્તર : ગુણોની વૃદ્ધિ થાય. સાધુઓના આગમન આદિની મહત્તા બતાવવા કહ્યું છે કેसाहूण वंदणेणं, नासति पावं असंकिया भावा । फासुयदाणे निज्जर, उवग्गहो नाणमाईणं ॥३४०॥ મિત્ત્તત્તળમાં, સમ્મતળવિશુદ્ધિૐ હૈં। વિવાદ્ વિદિળા, પન્નત્ત વીયરોહિઁ ॥૩૪૬॥ साहम्मियथिरकरणे, वच्छल्लं सासणस्स सारो त्ति । मग्गसहायत्तणओ, तहा अणासो य धम्माओ ॥३४२ ॥ (શ્રા.પ્ર.)
‘‘સાધુઓને વંદન કરવાથી ગુણ બહુમાન દ્વારા પાપ નાશ પામે છે, તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિતત્ત્વોમાં શંકા રહેતી નથી. તેમને નિર્દોષ દાન કરવાથી નિર્જરા થાય છે. કારણ કે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પોષણ થાય છે. (૩૪૦) વિધિપૂર્વક કરેલા ચૈત્યવંદન, જિનપૂજન આદિથી મિથ્યાત્વનો નાશ થાય છે, અને સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે, એમ અરિહંતોએ કહ્યું છે. (૩૪૧) સાધર્મિક સાથે રહેવાથી સાધર્મિક સ્થિર કરે, સાધર્મિક વાત્સલ્ય કરે, સાધર્મિક વાત્સલ્ય શાસનનો સાર છે. પ્રશંસા આદિ દ્વારા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ભ્રષ્ટ બને નહિ. (૨૫૩)
जूआरवेस नडनट्ट भट्ट तह कुकम्मकारीणं ।
संवासं वज्जिज्जा, घरहट्टाणं च मित्ती य ॥ २५४ ॥
સત્સંગ પણ કુસંગના ત્યાગથી જ સફલ બને છે. એથી કુસંગના ત્યાગ માટે કહે છે——
જુગારીઓ, વેશ્યાઓ, નાટક કરનારાઓ, નૃત્ય કરનારાઓ, ચારણો તથા કુકર્મ કરનારા માછીમારો અને શિકારીઓ– આ બધાની સાથે સંવાસનો ત્યાગ કરે, એટલે કે એમની પડોશમાં ન રહે અને તેમની સાથે મૈત્રી ન રાખે.
સત્સંગ સંબંધી વિવેચન
સુસંગ-કુસંગનો પ્રભાવ
સુસંગ ખરાબને પણ સારો બનાવે, અને કુસંગ સારાને પણ ખરાબ બનાવે. દૂધમાં તેજાબ નાખવામાં આવે તો ફાટી જાય, પણ જો દહીંનું મેળવણ નાખવામાં આવે તો દહીં બની જાય. હલકું પણ ઘાસ ગાયના પેટમાં જાય છે તો દૂધ બની જાય છે. જીવાડનારું દૂધ પણ જો સર્પના મુખમાં જાય તો મારનાર ઝેર બની જાય છે. પથ્થર જો સારા કારીગરના હાથમાં જાય તો મૂર્તિરૂપે બનીને અનેકને પૂજ્ય બને છે. સારો પણ પથ્થર જો અણઘડ કારીગરના હાથમાં જાય તો વિનાશ પામે છે. એ રીતે સારાનો સંગ ખરાબને પણ સારો બનાવે અને ખરાબનો સંગ સારાને પણ ખરાબ બનાવે.