________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (342)
શ્રાદ્ધદિનકૃત્ય. પુત્રો એ ત્રણનું તો અવશ્ય પોષણ કરવું. કારણ કે આ પ્રમાણે કહ્યું છે – “વૃદ્ધ માતા-પિતા, સતી પત્ની અને નાના પુત્રો એ ત્રણ તો સો અકાર્ય કરીને પણ પોષવા લાયક છે, એમ મનુએ કહ્યું છે.” વૈભવની પ્રાપ્તિ થાય તો બીજાઓનું પણ પોષણ કરવું. આ વિષે પણ કહ્યું છે કે – “હે પિતા! દરિદ્ર એવો મિત્ર, પુત્રરહિત બહેન, પોતાની જ્ઞાતિનો વૃદ્ધ અને ધનરહિત કુલીન માણસ આચારગૃહસ્થધર્મમાં લક્ષ્મીથી યુક્ત તમારા ઘરમાં નિવાસ કરો.
શુભભાવથી હિતોપદેશ આપવામાં હિતોપદેશ સાંભળનારને લાભન થાય તો પણ હિતોપદેશ આપનારને અવશ્ય લાભ થાય. આ વિષે તત્ત્વાર્થાધિગમ સૂત્રની સંબંધકારિકામાં કહ્યું છે કે – “હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને ઉપદેશકને તો અવશ્ય લાભ થાય. આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઈએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ-૫ર એમ ઉભય ઉપર અનુગ્રહ કરે છે.” (૨૫૦)
भो भो सुणेह तुब्भे, धम्मस्स य कारणं जिणुद्दिढे । पढमं ठाणनिवेसो, जिणभवणं जत्थ साहम्मी ॥२५१॥ તે જ દેશના વિધિને કહે છે -
હે ભવ્યો! તમે જિનેશ્વરોએ કહેલા ધર્મપ્રાભિના કારણને સાંભળો. ધર્મપ્રાપ્તિનું પહેલું કારણ એ છે કે જ્યાં જિનમંદિર હોય અને સાધર્મિકો રહેતા હોય તેવા સ્થાનમાં રહેવું. (૨૫૧)
साहम्मिया य दुविहा, दव्वे भावे य हुंति नायव्वा । भावे जिणधम्मविऊ, भवभीया निच्चमुजुत्ता ॥२५२॥ ભેદ બતાવવા દ્વારા સાધર્મિકોને જ કહે છે--
સાધર્મિકોદ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના જાણવા. તેમાં જાતિ, કુલ અને (વેપાર વગેરે) ક્રિયાથી સમાન આચારવાળા દ્રવ્ય સાધર્મિક છે. જિનધર્મના જાણનાર, ભવભીરુ અને ધર્મમાં નિત્ય ઉદ્યત ભાવ સાધર્મિક
પ્રશ્નઃ ગાથામાં ભાવ સાધર્મિક કોને કહેવાય તે જણાવ્યું, પણ દ્રવ્ય સાધર્મિક કોને કહેવાય છે કેમ ન જણાવ્યું ? ઉત્તર : દ્રવ્ય સાધર્મિકો પ્રસિદ્ધ હોવાથી ગાથામાં જણાવ્યું નથી. (૨૫૨)
શ્રાવક ક્યાં રહે? तेसिं मज्झट्ठियाणं तु, मंदा सड्डा न जायई । ता तत्थ उ उवसियव्वं, जत्थ गुणधारिणो सड्ढा ॥२५३॥
આવા પ્રકારના સાધર્મિકોની મધ્યમાં રહેનારાઓને ધર્મહાનિ ન થાય, એમ બતાવવા પૂર્વક ત્યાં જ રહેવાના ઉપદેશને કહે છે -
સાધર્મિકોની મધ્યમાં રહેનારાઓની ધર્મશ્રદ્ધા મંદ થતી નથી. તેથી જ્યાં ગુણવાન શ્રાવકો રહેતા હોય ત્યાં રહેવું જોઈએ.