________________
શ્રાદ્ધદિનકૃત્ય
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
19
સંગ બહુ જલદી ફળે છે.’
પ્રદેશી રાજા મહાન હિંસક અને નાસ્તિક હતો. એથી તેનું જીવન પાપમય હતું. આવો જીવ મરીને પ્રાય: નરક ગતિમાં જાય. આમ છતાં પ્રદેશીરાજાને કેશી ગણધરનો સમાગમ થયો, આથી તેનું જીવન સુધરી ગયું, અને તે મરીને સ્વર્ગમાં ગયો. મહાન લુંટારો વાલીયો સંતસમાગમથી વાલ્મિકી ઋષિ બની ગયો. વંકચુલ ચોર હોવા છતાં સાધુઓના દર્શનમાત્રથી ધર્મરુચિવાળો થઈ ગયો અને સાધુએ આપેલા ચાર નિયમોનું અખંડ પાલન કરીને દેવલોકમાં ગયો.
347
નિયમિત સત્સંગથી માણસ ધીમે ધીમે સારો બને છે
ઉક્ત દષ્ટાંતોમાં સંતસમાગમથી તાત્કાલિક અસર થઈ. પણ બધા જીવોને આ રીતે તાત્કાલિક અસર ન પણ થાય. બહુ જ અધિક યોગ્યતાવાળા આત્માઓને સંતસમાગમ તાત્કાલિક ફળે. પણ તેવા જીવો બહુ ઓછા હોય. મોટા ભાગના જીવોને ધીમે ધીમે તેની અસર થાય છે. યોગ્ય બધા જ જીવોને જ્યારથી સંતસમાગમ થાય ત્યારથી જ તેની અસર તો થવા માંડે છે. પણ તે એટલી બધી સૂક્ષ્મ હોય છે, જેથી તુરત બહાર દેખાતી નથી. ધીમે ધીમે વધતી તે અસર જ્યારે અધિક સ્થૂલ બને છે, ત્યારે બહાર દેખાય છે. જેમ માટીના કોરા કોડિયામાં એક એક પાણીનું ટીપું નાખતા રહીયે તો પ્રારંભમાં તો કોડિયામાં જરાય પાણી દેખાતું નથી, પણ થોડીવાર પછી તેમાં પાણી દેખાય છે. તેમ સતત સંતસમાગમ કરવાથી સમય જતાં તેની સારી અસર દેખાય છે. એટલે અતિશય ખરાબ માણસ પણ જો સતત સંતસમાગમમાં રહે તો લાંબાકાળે પણ તે પ્રાય: સારો બની જાય. એક દિવસ સંતસમાગમ કરે, બે દિવસ ન કરે, વળી બે ચાર દિવસ કરે, બે ચાર દિવસ ન કરે આમ કરવાથી તેની અસર ન થાય. સંતસમાગમ સતત દરરોજ કરવો જોઈએ. થોડો સમય પણ રોજ સંતસમાગમ કરવો જોઈએ.
નિત્ય સત્સંગ કરવાથી પત્થર જેવું કઠણ હૃદય પણ ધીમે ધીમે કોમળ બનતું જાય છે, અને છેલ્લે માખણ જેવું મુલાયમ થઈ જાય છે. ગામડામાં ગામની બહાર કુવો હોય છે. તેના કાંઠે ઊભા રહીને પાણી ખેંચવાની જગ્યા હોય છે. ગામડાના લોકો તેને થાળું કહે છે. આ થાળા ઉપર ઊભા રહીને દોરડા વડે લોકો પાણી ભરે છે. તે દોરડું કાંઠાના પત્થર સાથે રોજ ઘસાય છે. આથી સમય જતાં તે કઠણ પણ પથ્થરમાં આંકા પડી જાય છે. જેમ અહીં કઠણ પણ પથ્થરમાં દરરોજ જરાજરા ઘસારો થવાથી આંકા પડી જાય છે, તેમ જે સાધક દરરોજ સત્સંગ કરે છે તેના જીવનમાં ગુણોના આંકા પડે છે.
કુસંગથી માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે
આ રીતે જેમ સત્સંગથી ખરાબ પણ માણસ સારો બની જાય છે, તેમ કુસંગથી સારો પણ માણસ ધીમે ધીમે ખરાબ બનતો જાય છે. પ્રારંભમાં એની ખબર પડતી નથી. પણ પછી જ્યારે તેનું ખરાબ પરિણામ બહાર દેખાય છે, ત્યારે ખબર પડે છે. માટે આપણું મન મક્કમ હોય તો સોબત શું કરે એવું કહેનારાઓ પણ દુષ્ટ સહવાસથી બગડી ગયા અને ખરાબ ફળ મળ્યા પછી પસ્તાવું પડ્યું હોય એવાં તો ઘણાં દષ્ટાંતો બની ચૂક્યાં છે, અને વર્તમાનમાં પણ બન્યા કરે છે. આ વિષે એક પ્રસંગ જોઈએ.
ચિત્રકારનો પ્રસંગ
એક ચિત્રકારને રાજાએ ઇશુનું ચિત્ર આલેખવા આજ્ઞા કરી. ચિત્રકાર ઇશુના પ્રતીક તરીકે કયા માણસને લેવો તેની શોધ માટે શહેરમાં ઘણું ફર્યો. દૂર દૂરના ગામડાઓમાં પણ તે જોઈ વળ્યો. ઘણું ફર્યા પછી એક ગામડામાં