________________
અઢારમું સત્કાર-ઓગણીસમું વંદનાદિ(આવશ્યક)દ્વાર
316
(૧૮) સત્કાર દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
तओ वियालवेलाए, अत्थमंते दिवायरे ।
पुव्वत्तेण विहाणेणं, पुणो वंदे जिणुत्तमे ॥ २३० ॥ दारं १८ ।।
હવે અઢારમા ‘સત્કાર’ દ્વારને કહે છે-
ત્યાર બાદ અંતિમ મુહૂર્ત(=બે ઘડી) રૂપ સંધ્યાસમયે સૂર્ય અર્ધો ડૂબે એ પહેલાં પૂર્વોક્ત વિધિથી પૂજા કરીને ફરી પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિથી જિનેશ્વરોને વંદન કરે. (૨૩૦)
(૧૯) વંદનાદિ (આવશ્યક) દ્વાર
तओ पोसहसालाए, गंतूणं तु पमज्जए ।
ठावत्ता तत्थ सूरिंतु, तओ सामाइयं करे ।। २३१ ।। दारं ९९ ।।
હવે ઓગણીસમા ‘વંદન રૂપ’ ઉપલક્ષણથી જણાયેલા ‘આવરચક’ દ્વારને કહે છે—
શ્રાવક ત્રીજી પૂજા કર્યા પછી પૌષધશાલામાં જઈને પૌષધશાલાનું યતનાથી પ્રમાર્જન કરે. પછી નમસ્કારમંત્ર
પૂર્વક સ્થાપનાચાર્યને સ્થાપીને જ વિધિથી સામાયિક કરે, સ્થાપનાચાર્ય સ્થાપ્યા વિના સામાયિક વગેરે ન કરે. :
પ્રશ્ન :- શ્રાવકને પણ આગમમાં ક્યાંય સ્થાપનાચાર્યની સ્થાપના કહી છે ?
ઉત્તર ઃ- કહી છે એમ અમે કહીએ છીએ. કેમકે
गुरुविरहंमि ठवणा, गुरुवएसोवदंसणत्थं च । નિવિરહમિ નિળવિવ-સેવળામતળ સહત યુ.વં. મા. રૂ૦ ॥
ઈત્યાદિ વિશેષ વચન પ્રમાણ છે. તેનો અર્થ આ પ્રમાણે છે–
‘“સાક્ષાત્ ગુરુનો વિરહ હોય ત્યારે ગુરુની સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુનો આદેશ બતાવવા માટે હોય છે. જેમ સાક્ષાત્ તીર્થંકરનો વિરહ હોય ત્યારે તેમની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફલ થાય છે તેમ ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા સફલ થાય છે.’’
પ્રશ્નઃ• સાધુસંબંધી સામાયિકસૂત્રના અવસરે મવન્ત શબ્દનું વ્યાખ્યાન કરતા ભાષ્યકારે ‘ગુરુવિરમિ’ ઇત્યાદિ સાધુને આશ્રયીને કહ્યું છે, શ્રાવકને આશ્રયીને નહિ.
ઉત્તર :- અમે તમને પૂછીએ છીએ કે સામાયિકને ઉચ્ચરતો શ્રાવક મવન્ત શબ્દ બોલે કે નહિ ? જો બોલે છે તો સાક્ષાત્ ગુરુના અભાવમાં સાધુની જેમ તે પણ સ્થાપનાચાર્ય સ્થાપે છે. કારણ કે ન્યાય બંનેમાં સમાન છે. મવન્ત શબ્દ ન બોલે એ બીજો પક્ષ ઘટતો જ નથી. કારણ કે મવન્ત શબ્દ વિના સામાયિક અરિહંતથી જ ઉચ્ચરી શકાય છે.
આ વિષયનું વિશેષ વર્ણન વૃત્તિથી જાણી લેવું. (૨૩૧)