________________
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર 322)
શ્રાદ્ધદિનકૃત્ય નહિ. માટે ભગવાન પાસે સમાવિમુત્તમ રિંતુ એમ કહીને સર્વોત્કૃષ્ટ ભાવસમાધિની માગણી કરવામાં આવી છે.
૩ત્તમ એટલે સર્વોત્કૃષ્ટ દ્રવ્યસમાધિને દૂર કરવા વર શબ્દ છે. સમાવિરપુત્તમ કિંતુ એટલે સર્વોત્કૃષ્ટ ભાવસમાધિને આપો. અહીં ભાવસમાધિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી જ ઉત્કૃષ્ટ ભાવ સમાધિ આવે. (આવશ્યક સૂત્ર હારિ. ટીકા)
સામાયિકનો મહિમા બતાવતાં એક મહાપુરુષે કહ્યું છે કે – सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । नहि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन ॥१॥ . तस्माजगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥२॥ .
જેવી રીતે આકાશ સર્વ વસ્તુઓનો આધાર છે, તે રીતે સામાયિક સર્વગુણોનો આધાર છે. કારણ કે સામાયિકથી રહિત જીવો ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત બની શકતા નથી. આથી જ ભગવાને સામાયિકને જ શારીરિક અને માનસિક સર્વદુઃખોથી રહિત એવા મોક્ષનો અનુપમ ઉપાય કહેલ છે, અર્થાત્ સમતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી.”
સર્વધર્મક્રિયાઓ સમતાની વૃદ્ધિ માટે છે પ્રશ્ન :- જો મોક્ષનો મુખ્ય ઉપાય સમતા જ છે તો ચારિત્રનાં અનુષ્ઠાનો, દેશવિરતિનાં બાર વ્રતો વગેરે અનુષ્ઠાનો તથા સમ્યગ્દર્શનનાં જિનપૂજા વગેરે અનુષ્ઠાનો કરવાનો ઉપદેશ શા માટે આપવામાં આવ્યો છે?
ઉત્તર:- એ બધાં અનુષ્ઠાનો સમતાની વૃદ્ધિ માટે છે. આથીજ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે
કહ્યું છે કે
ઉપાય સમલૈવેકા, મુરઃ ક્રિયામ: તત્તત્વમેવેન, તચાવ પ્રસિદ્ધયે ! (અધ્યાત્મસાર-૨૬૨)
મુક્તિનો ઉપાય એક સમતા જ છે. તેને પુરુષના ભેદથી સર્વવિરતિ વગેરેની જે જે ક્રિયાઓ ભગવાને કહી છે, તે તે બધી ક્રિયાઓ સમતાની જ પ્રકૃષ્ટ સિદ્ધિ માટે છે.”
આનો ભાવાર્થ એ થયો કે કોઈપણ ધર્મક્રિયા સમતાની વૃદ્ધિ માટે કરવાની છે. આથી જ દરેક ધર્મક્રિયા કરતી વખતે સમતા રાખવી જોઈએ. જે જીવ સંસારના કામોમાં સમતાન રાખી શકે તો પણ કમમાં કમ ધર્મક્રિયાઓ કરતી વખતે સમતા રાખે તો પણ એની સમતામાં વૃદ્ધિ થાય છે. સમતા વિનાની ધર્મક્રિયા નિષ્ફળ છે. આથી જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે
सन्त्यज्य समतामेकां स्याद् यत् कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे ।
જે કંઈ કષ્ટ અનુભવ્યું હોય, તેમાં જો સમતાન રાખી હોય, (અગર સમતાનું લક્ષ્ય પણ ન હોય) તો તે કષ્ટ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે.”
આ જ વાતને ગુજરાતી દુહામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જણાવી છે. તે આ પ્રમાણે – સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનાં કામા છાર ઉપર તે લિંપણું, જિમઝાંખર ચિવામ |
“જે જીવ સમતા વિના પુણ્યનાં કામ-ધર્મક્રિયાઓ કરે છે તે છાર-રાખ ઉપર લિંપણ કરવા જેવું અથવા ઝાંખરવાળા ડાઘવાળા પટ ઉપર ચિત્ર દોરવા જેવું કરે છે.”