________________
શ્રાદ્ધદિનકૃત્ય
(323)
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર
આનો ભાવાર્થ એ છે કે જેમછાર-રાખ ઉપર લીંપણ ન કરી શકાય અને ડાઘવાળા પટ ઉપરકે વસ્ત્ર વગેરે ઉપર ચિત્ર દોરી શકાય, તેમ સમતા વિના કરેલાં પુણ્યનાં કામો યથાર્થ ફળ આપનારા બનતા નથી. કારવાળી જમીન પોચી હોય એથી તેના ઉપર લીંપણ કરી શકાય નહિ, કઠણ જમીન ઉપર જ લીંપણ કરી શકાય. ડાઘવાળા વસ્ત્ર ઉપર ચિત્ર થઈ શકે નહિ. સ્વચ્છ વસ્ત્ર વગેરે વસ્તુ ઉપર ચિત્ર થઈ શકે તેમ સમતાથી જ કરેલાં પુણ્યનાં કામો યથાર્થ ફળ આપનારાં બને છે. આથી જ છે આવશ્યકમાં સૌથી પહેલું આવશ્યક સામાયિક છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે સમતાનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કેज्ञान-ध्यान-तपः-शील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यं प्राप्नोति शमान्वितः ॥६-५ ।।
“આ કેવું આશ્ચર્ય! સમતાથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્વથી સહિત પણ સાધુ સમતા વિના મેળવી શકતો નથી.'
આથી આપણે ધર્મમાં અને જીવનમાં સમતા લાવવા સમતાનો અભ્યાસ કરવો જોઈએ. એ માટે સામાયિક ઉત્તમ ઉપાય છે. આવશ્યક (પ્રતિકમણ) કરવાથી ઓછામાં ઓછું બે ઘડી સુધી સમતાનો અભ્યાસ થાય છે.
પ્રશ્ન:- ક્યા સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે? - ઉત્તર:- નવકાર અને કરેમિ ભંતે" સૂત્રથી સામાયિક આવશ્યક કરવામાં આવે છે.
. • ચતુર્વિશતિ સ્તવનો મહિમા . (૨) ચતુર્વિશતિસ્તવઃ- ચતુર્વિશતિસ્તવમાં ચતુર્વિશતિ અને સ્તવ એ બે શબ્દો છે. તેમાં ચતુર્વિશતિ એટલે ચોવીસ તીર્થકરો. સ્તવ એટલે સ્તુતિ. ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવી. તીર્થકરોની ભાવપૂર્વક કરેલી સ્તુતિથી અનેક ભવોનાં પાપોનો નાશ થાય છે. આ વિષે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે
त्वत्संस्तवेन भवसन्तति सन्निबद्धं, पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु, सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ।।
જેમ જગત ઉપર ઘેરાયેલ રાત્રિનો ભ્રમર સમાન કાળો અંધકાર સૂર્યના કિરણોથી જલદી સંપૂર્ણ નાશ પામે છે, તેમણે પ્રભુ! જીવોનાં અનેક ભાવોમાં બંધાયેલાં પાપો આપનાસ્તવનથી ક્ષણવારમાં નાશ પામે છે.”
ભગવાનની (=ભગવાનમાં રહેલા ગુણોની) સ્તુતિથી જેમ પાપોનો નાશ થાય છે તેમ ગુણોની પ્રાપ્તિ થાય છે, કારણકે ગુણીના ગુણોની પ્રશંસા કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય એવો નિયમ છે. ભગવાનમાં બધા જીવો કરતાં અધિક અને ઉત્તમગુણો રહેલાં છે. આથી ગુણો મેળવવા માટે પણ ભગવાનની સ્તુતિ કરવી જરૂરી છે.
ભાવથી ભગવાનની સ્તુતિ કરનાર ભગવાન બની જાય છે. આ વિષે ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે – नात्यद्भुतं भुवनभूषण भूतनाथ !, भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टवन्तः ।। तुल्या भवन्ति भवतो ननु तेन किंवा, भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥
ત્રણ ભુવનના આભૂષણ એવા હે જીવોના નાથ ! આપનામાં વિદ્યમાન (સત્ય) ગુણો વડે આપની સ્તુતિ કરનારા જીવો આપના જેવા થાય છે (=વીતરાગ-સર્વજ્ઞ બને છે) તે અતિ આશ્ચર્ય નથી. અથવા જે સ્વામી આ લોકમાં પોતાના આશ્રિત (સેવક)ને લક્ષ્મી વડે પોતાના તુલ્યન કરે તેવા