________________
સત્તરમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
હોય તો પણ રાતે તેમાં ઉડીને પડનારા (કે ચઢેલા) કુંથુઆ વગેરે જીવો અને તેમાં ઉત્પન્ન થયેલા નિગોદ (=ફૂગ) વગેરે જીવો બરોબર જોઈ શકાતા નથી. વળી પ્રત્યક્ષ જાણનારાઓ (=અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાનીઓ) પણ સ્વજ્ઞાનથી કુંથુઆ વગેરે જીવોને જોઈ શકતા હોવા છતાં રાત્રિભોજન કરતા નથી. જો કે દીપક વગેરેના પ્રકારાથી કીડીઓ વગેરે (મોટા જીવો) જોઈ શકાય છે, તો પણ તીર્થંકર, ગણધર અને આચાર્યોએ રાત્રિભોજન આચર્યું નથી. કારણ કે રાત્રિભોજનથી મૂળવતોની વિરાધના થાય.’’ (૨૨૮)
निसिं जे नहि वज्जंति, बाला कुग्गहमोहिया ।
ત્નાoવ યુવવાડું, નહંતે મરુો નહીં ।।૨૨૬।।
રાત્રિભોજન કરનારાઓને દષ્ટાંત દ્વારા અનર્થને બતાવે છે-
314
સત્–અસત્ વિવેકથી રહિત અને (તેથી જ રાત્રિભોજન કરવામાં કશો દોષ નથી ઇત્યાદિ) રાત્રિભોજન સંબંધી અસદ્ આગ્રહથી આસક્તિને પમાડાયેલા જે જીવો રાત્રિભોજનનો ત્યાગ કરતા નથી તે જીવો એલકાક્ષ અને રવિગુપ્તબ્રાહ્મણની જેમ દુ:ખોને પામે છે.
ગાથાનો ભાવાર્થ કથાથી જાણવો. તે કથા આ પ્રમાણે છે–
એલકાક્ષની કથા
આ ભરતક્ષેત્રમાં દશાર્ણપુર નગરમાં ધન નામે સાર્થવાહ હતો. તેની ધનવતી નામની પત્ની હતી. તેમની ધનશ્રી નામની પુત્રી મિથ્યાદષ્ટિ ધનદેવને પરણી. પરણ્યા પછી પતિ તેની હાંસી કરતો હોવા છતાં તે શ્રાવકધર્મનું પાલન કરતી હતી. એકવાર પતિના પુછવાથી તેણે રાત્રિભોજનના દોષો પતિને કહ્યા. પછી તેણે પતિને દિવસચરિય પચ્ચક્ખાણ કરાવ્યું, અર્થાત્ રાત્રિ ભોજનનો નિયમ કરાવ્યો. તેથી દેવી તેની પરીક્ષા કરવા માટે તેની બહેનનું રૂપ કરીને રાતે સ્વાદિષ્ટ ભોજન લઈ આવી. ભોજન જોઈને ખાવા માટે લલચાઈ ગયો. ધનશ્રીએ તમારે રાત્રિભોજનનો નિયમ છે એમ યાદ કરાવ્યું. આમ છતાં તે ભોજન કરવા માટે બેઠો, ખાવા લાગ્યો. તેવામાં દેવીએ એવો જોરથી તમાચો માર્યો કે જેથી તેની બે આંખોના ડોળા બહાર નીકળીને નીચે પડી ગયા. શાસનનો અપયશ થશે એમ વિચારીને દેવીને બોલાવવા માટે ધનશ્રીએ કાયોત્સર્ગ કર્યો. દેવી હાજર થઈ. તેના કહેવાથી દેવીએ તત્કાળ મરેલા બોકડાનાં નેત્ર લાવીને તે પુરુષને લગાડ્યાં. સવાર થતાં લોકોને આ વૃત્તાંતની ખબર પડતાં લોકમાં તેનું એલકાક્ષ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી એલકાક્ષ ધર્મમાં શ્રદ્ધાવાળો થયો. ધર્મની ઉત્તમ આરાધના કરીને સ્વર્ગ– મનુષ્યોનાં સુખો ભોગવીને મોક્ષસુખને પામ્યો.
રવિગુપ્ત બ્રાહ્મણની કથા
આ ભરતક્ષેત્રમાં કાંપિલ્યનગરમાં મધુ બ્રાહ્મણનો વામદેવ નામનો પુત્ર હતો. એકવાર તે શ્રાવકમિત્રની સાથે જાનમાં ગયો. રસ્તામાં એક ગામમાં જાન રોકાણી. રાત્રિભોજન ત્યાગી શ્રાવકોનો ઉપહાસ કરતાં તેણે કહ્યું : શું કોળિયો તમારા કાનમાં પ્રવેશે છે ? જેથી તમે રાતે ભોજન કરતા નથી. હવે બન્યું એવું કે ધૂમાડાથી પીડાયેલું સર્પનું બચ્ચું તેના ભોજનની થાળીમાં પડ્યું. થાળીમાં પડતાં જ તેના ટુકડે ટુકડા થઈ ગયા. તેવું ભોજન ખાવાથી તેને ઝેર ચડ્યું. લોકો તુરત તેને નજીકના દશપુર નગરમાં લઈ ગયા. રાજાએ તેનું ઝેર દૂર કર્યું. પછી તે કેવળીની પાસે ધર્મ સાંભળીને પ્રતિબોધ પામ્યો. પછી તેણે શ્રાવકોનો જે ઉપહાસ કર્યો હતો અને રાત્રિભોજનથી પોતાને જે દુ:ખ થયું