________________
શ્રાદ્ધદિનકૃત્ય,
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (318) છે. (૨૩૪)
जो समो सव्वभूएसु, तसेसुं थावरेसु अ । तस्स सामाइअंहोइ, इइ केवलिभासिअं ॥२३५॥ (કેવા જીવને સામાયિક હોય તે કહે છે )
રસ અને સ્થાવર એ સર્વ જીવો વિષે જે સમભાવવાળો હોય, અર્થાત્ સર્વ જીવોને જે પોતાના આત્મા જેવા માને, તે જીવને સામાયિક હોય એમ કેવલીએ કહ્યું છે. (૨૩૫)
संमत्तमाइयाणं, अइयाराणं विसोहणं । आवस्सयं च कायव्वं, सड्डेणं तु दिणे दिणे ॥२३६॥
પ્રસંગથી આવેલ સાધુના સામાયિકનો ઉપદેશ આપ્યો. જેણે સામાયિક કર્યું છે તેવો શ્રાવક પ્રતિક્રમણનો સમય થાય ત્યારે આવશ્યક ( પ્રતિકમણ) કરે. આથી હવે આ વિષયને જ કહે છે :
સમ્યત્વના અને અણુવ્રત આદિનાએકસો ચોવીસઅતિચારોની વિશુદ્ધિકરનારું અને પૂર્વાચાર્યપરંપરાથી આવેલું છ પ્રકારનું આવશ્યક દેશવિરતિધર શ્રાવકે દરરોજ સવાર-સાંજ કરવું જોઈએ.
મૂળગાથામાં શબ્દનો ઉલ્લેખ કરીને એ સૂચવ્યું છે કે પ્રતિક્રમણ ત્રીજા ઔષધ તુલ્ય હોવાથી જેને અતિચાર ન લાગ્યા હોય તેણે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.
મૂળગાથામાં તુ શબ્દનો પ્રયોગ કરીને એ સૂચવ્યું છે કે માત્ર દેશવિરતિધર જે પ્રતિક્રમણ કરે એવું નથી, અભ્યાસ આદિ માટે યથાભદ્રક (અને સમ્યગ્દષ્ટિ) પણ દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરે. (૨૩૬).
पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं । असद्दहणे य तहा, विवरीयपरूवणाए य ॥२३७॥
પ્રશ્ન:- (અતિચારોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. જેણે વિરતિનો સ્વીકાર કર્યો હોય તેને અતિચારો લાગે. એથી તેને પ્રતિક્રમણ હોય. પણ) વિરતિથી રહિતને પ્રતિક્રમણથી શું? (ગામ હોય તો ગામની સીમા (રહદ) હોય.) જો ગામ જ ન હોય તો સીમા કરવાથી શું?
ઉત્તરઃ- કેવલ અતિચારોનું જ પ્રતિક્રમણ નથી, ક્તિ ચાર સ્થાનોમાં પ્રતિક્રમણ છે. આથી જ સૂત્રકાર કહે છે –
પ્રતિષિદ્ધ કરવું, કર્તવ્ય નકરવું, અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણા આ ચાર કારણોથી પ્રતિક્રમણ કરવાનું છે.
પ્રતિષિદ્ધ કરવું - જેણે યથાવસ્થિત ભવસ્વરૂપ જાણ્યું છે એવો શ્રાવક, ભગવાને જેનો નિષેધ કર્યો હોય તે કરે. જેમકે- જેમ કુલવધૂઓ વેશ્યા ઘરે ન જાય, તેમ શ્રાવકોએ અન્ય ( જૈનેતર) તીર્થમાં ન જવું. દુરંત કષાયોનો વિરોધ કરવો. સ્થૂલપ્રાણાતિપાતાદિ આવ્યવોનો ત્યાગ કરવો. મધ-મદિરા વગેરેનો પરિભોગ ન કરવો. ઇત્યાદિ પ્રતિષિદ્ધનું કરવામાં પ્રતિક્રમણ કરવું જોઈએ.
કર્તવ્યનકરવું:- શાસ્ત્રમાં શ્રાવકે નવકાર ગણતા ઊઠવું ઇત્યાદિ જે કરવાનું કહ્યું છે તે નકરવામાં પ્રતિક્રમણ કરવું જોઈએ.