________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર
જોડીને સુખી બનાવ્યા હતા. કારણકે તેઓ સમજતા હતા કે ઉપકાર વાત્સલ્ય વગેરે વાત્સલ્યથી આત્માનું કલ્યાણ ન થાય, કિંતુ સાધર્મિક વાત્સલ્યથી જ આત્માનું કલ્યાણ થાય.
283
વાત્સલ્યના ઉપકાર વાત્સલ્ય, અપકાર વાત્સલ્ય, સ્નેહ વાત્સલ્ય, અને સાધર્મિક વાત્સલ્ય એમ ચાર પ્રકાર છે. મારા ઉપર ઉપકાર કરશે એવી ભાવનાથી શ્રીમંત, શેઠ, ઓફિસર વગેરેનું વાત્સલ્ય કરવું એ ઉપકાર વાત્સલ્ય છે. મારા ઉપર અપકાર કરશે, મને દુ:ખ આપશે, મને મુશ્કેલીમાં મૂકશે વગેરે આશયથી ભયથી દુર્જન વગેરેનું વાત્સલ્ય કરવું એ અપકાર વાત્સલ્ય છે. સ્નેહના કારણે સ્વજન આદિનું વાત્સલ્ય કરવું એ સ્નેહ વાત્સલ્ય છે. ઉપકાર આદિના આશય વિના માત્ર ધર્મબુદ્ધિથી શ્રીમંત–ગરીબ આદિના ભેદભાવ વિના સાધર્મિકનું વાત્સલ્ય કરવું તે સાધર્મિક વાત્સલ્ય છે. પ્રથમ ત્રણ વાત્સલ્યમાં ધર્મબુદ્ધિ ન હોવાથી તે વાત્સલ્યો નિરર્થક છે. સાધર્મિક વાત્સલ્ય જ સાર્થક છે.
ન
સાધર્મિક પ્રેમ અને ઉદારતા વિના સાધર્મિકવાત્સલ્ય ન થઈ શકે
શ્રીમંતોએ કુમારપાળ વગેરેનાં દષ્ટાંતોથી પ્રેરણા લઈને આપણે દરવર્ષે સાધર્મિકભક્તિમાં ઓછામાં ઓછા આટલા ધનનો વ્યય કરવો જ જોઈએ એમ નિર્ણય કરવો જોઈએ. કુમારપાળ મહારાજા જેવા સાધર્મિક ભક્તિ કરે તો આપણે કેમ ન કરીએ ? કદાચ કોઈ એમ વિચારે કે એ તો રાજા હતા. તેમની પાસે ધન ઘણું હતું. અમારી પાસે આટલું ધન ક્યાં છે ? તો તેમણે એ સમજવાની જરૂર છે કે – રાજા જેટલું ધન ભલે ન હોય, પણ જેટલું છે તેમાંથી શક્તિ પ્રમાણે અમુક ધનનો વ્યય ન કરી શકાય? પણ એ ક્યારે બને ? પૈસા હોય એટલા માત્રથી કંઈ સાધર્મિકભક્તિ થઈ શકે ? ઓછા પૈસા હોય, ગરીબ હોય તો પણ સાધર્મિભક્તિ થઈ શકે. એટલે સાધર્મિકભક્તિ કરવા માટે મુખ્ય કઈ વસ્તુ જોઈએ ? સાધર્મિકભક્તિ કરવા માટે ધન ગૌણ વસ્તુ છે. મુખ્ય તો સાધર્મિક પ્રેમ અને ઉદારતા જોઈએ. માણસ આમ ઉદાર હોય પણ સાધર્મિકનું મહત્ત્વ ન સમજાયું હોય અને તેથી સાધર્મિક પ્રત્યે પ્રેમ ન હોય તો એની ઉદારતાનો ઉપયોગ ક્યાં થાય ? ઉદાર માણસ પોતાની ઉદારતા કર્યા વિના ન રહે. એટલે ઉદાર પણ જો જૈન ધર્મ ન પામેલો હોય તો એની લક્ષ્મી બીજા માર્ગે ખર્ચાય. હવે સાધર્મિક પ્રેમ હોય, લક્ષ્મી હોય, પણ ઉદારતા ન હોય તો ? ઉદારતાને કોણ રોકે છે ? ધનની મૂર્છા. ધનની મૂર્છા એવી છે કે સાધર્મિકપ્રેમવાળા ધનવાનને પણ સાધર્મિભક્તિમાં ધન ખર્ચવાનો ઉલ્લાસ ન જાગવા દે. ઘણું ધન હોવા છતાં કૃપણ સાધર્મિકભક્તિ ન કરી શકે, અને થોડું ધન હોવા છતાં ઉદાર સાધર્મિકભક્તિ કરી શકે. એટલે સાધર્મિકભક્તિમાં મુખ્યતા કોની ? ઉદારતાની. પુણિયા શ્રાવક પાસે લક્ષ્મી કેટલી હતી ? છતાં રોજ સાધર્મિકભક્તિ કરતો હતો ને ? કેમ ? તેનામાં સાધર્મિક પ્રેમ અને ઉદારતા એ બંને હતા. અલબત્ત, ગૃહસ્થ ધનમૂર્છાથી તદ્દન રહિત હોય એ ન બને. પણ વિવેકી ગૃહસ્થ અને એમાં પણ વિવેકી જૈનની મૂર્છા એવી ન હોવી જોઈએ કે જેથી છતી શક્તિએ પણ બિલકુલ સાધર્મિકભક્તિથી વંચિત રહે. અમે શું કરીએ ? અમે સંસારમાં બેઠા છીએ, અમારે બધું જોવું પડે, અમે કેટલા ઠેકાણે પહોંચીએ ? આ જ કહ્યા કરે અને મૂર્છાને વશ બનીને છતી શક્તિએ પણ સાધર્મિકભક્તિ પ્રત્યે આંખ આડા કાન કરે તો હૈયામાં જે થોડો ઘણો સાધર્મિક પ્રેમ જાગ્યો હોય તેને પણ જતા વાર ન લાગે.
ધર્મપ્રેમ-સાધર્મિકપ્રેમ બંને સાથે જ રહે
જ્યાં સાધર્મિક પ્રેમ ન હોય ત્યાં સાચો ધર્મપ્રેમ પણ ન હોય. કારણ કે ધર્મપ્રેમ અને સાધર્મિકપ્રેમ એ બંને એક બીજા વિના હોય નહિ. કોઈ કહે કે મને સાધર્મિક પ્રત્યે પ્રેમ નથી પણ ધર્મ પ્રત્યે પ્રેમ છે તો માનવું કે એનું કહેવું ખોટું છે. ત્યારે કોઈ એમ કહે કે મને સાધર્મિક પ્રત્યે પ્રેમ છે પણ ધર્મ પ્રત્યે પ્રેમ નથી તો તેનું કહેવું પણ ખોટું જ છે. આકાશમાં સૂર્ય