________________
શ્રાદ્ધદિનકૃત્ય
(281)
પંદરમું ભોજન દ્વાર
કોઈ દુષ્ટપુરુષને આની ખબર પડી ગઈ. આથી તેણે સિંહોદર રાજાને વાત કરી. આથી સિંહોદર રાજા વજાયુધ રાજા ઉપર કોપાયમાન થયો. હવે તેણે વજાયુધને અને તેના પરિવાર વગેરેને મારવાનો નિર્ણય કર્યો. પછી તેણે મોટા સૈન્ય સહિત દશાંગપુર આવીને નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. પછી દૂત મોકલાવીને વજાયુધને કહેવડાવ્યું કે તે પ્રણામ કરવામાં માયા કરીને મને છેતર્યો છે. આથી હવે આંગળીમાં વીંટી પહેર્યા વિના આવીને મને પ્રણામ કર. નહિ તો કુટુંબ સહિત તને મારી નાખીશ. વજાયુધે કહેવડાવ્યું કે મારે અરિહંત દેવ અને જૈન સાધુ વિના બીજાને નમસ્કાર નહિ કરવાનો નિયમ હોવાથી હું આમ કરું છું. મને પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે. આથી આપ નમસ્કાર સિવાય મારું બધું જ લઈ લો અને મને ધર્મદ્ગાર આપો, જેથી હું ધર્મ માટે બીજે ચાલ્યો જાઉં. ધર્મજ મારું ધન થાઓ. વજાયુધે આ પ્રમાણે કહેવડાવ્યું તો પણ તેણે ન માન્યું. હજી તેનગરીને ઘેરો ઘાલીને રહેલો છે, અને દેશને લૂંટી રહ્યો છે. તેના ભયથી આ પ્રદેશ ઉજ્જડ થઈ ગયો છે.
આ સમાચાર સાંભળી શ્રીરામચંદ્રજી સાધર્મિક શ્રી વજાયુધને મદદ કરવાદશાંગપુર આવ્યા. ત્યાં નગરની બહાર રહેલા જિનમંદિરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં દર્શન-વંદન કર્યા. પછી શ્રી લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું: હે સ્વામી! મને આજ્ઞા કરો કે જેથી ભોજન લઈ આવું. શ્રીરામચંદ્રજીએ કહ્યું: વજાયુધ રાજા આવી સ્થિતિમાં છે એ આપણા જાણવામાં આવ્યું છે. તેથી હમણાં આપણે ભોજન કરવું એ યોગ્ય નથી. એને આ સંકટમાંથી મુક્ત ર્યા પછી જ ભોજન કરવું યોગ્ય છે. શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી શ્રીલક્ષ્મણજી સિંહોદર રાજાને સમજાવવા મોકલ્યા. સમજાવવા છતાં અભિંસાની સિંહોદર રાજા સમજ્યો નહિ. આથી બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં શ્રી લક્ષ્મણજીએ બાહુબળીથી સિંહોદરને તેના જ વસ્ત્રથી પશુની જેમ ગળામાંથી બાંધી લીધો. પછી ગાયની જેમ ખેંચીને શ્રી રામચંદ્રજી પાસે લઈ ગયા. પછી વજાયુધ રાજા પણ ત્યાં આવ્યો. વજાયુધ અરિહંત દેવ અને જૈન સાધુ સિવાય બીજાને પ્રણામ નહિ કરવાના મારા દઢ નિયમને સિહોદર રાજા સહન કરે એ કબૂલાત કરાવીને છોડી દેવા માટે શ્રી રામચંદ્રજીને વિનંતી કરી. શ્રી રામચંદ્રજીએ તેમ કર્યું.
શ્રી રામચંદ્રજીનાઆપત્તિમાં આવેલા સાધર્મિકને સહાય કરવાના આ પ્રસંગને સાંભળીને શ્રાવકોએ અવસરે પોતાની શક્તિ પ્રમાણે આવી ભક્તિ કરવી જોઈએ.
સાધર્મિક ભક્તિ સંબંધી વિવેચન
સાધર્મિક સંબંધની દુર્લભતા અત્યાર સુધીમાં અનંતા જીવો સાથે અનંતા સંબંધો થઈગયા. કારણકે અત્યાર સુધીમાં આપણા અનંતા જન્મ-મરણો થઈ ગયા છે. દરેક જીવની સાથે પિતા-પુત્ર, માતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ–ભાઈ, ભાઈ– બહેન, કાકા-ભત્રીજો, સ્વામી-નોકર વગેરે બધા સંબંધો પ્રાય: અનંતીવાર થઈ ગયા છે. એક ભવમાં જેનો જે પિતા હતો તે પછીના ભવમાં તે તેનો પુત્ર બન્યો. એક ભવમાં જે જેની માતા હતી તે પછીના ભવમાં તેની તે પત્ની બની. આમ અનેક રીતે પ્રાય: બધા સંબંધો બધા જીવો સાથે થઈ ગયા છે. આથી સંસારના સંબંધો દુર્લભ નથી.
સાધર્મિકનો સંબંધ બહુજ દુર્લભ છે. કેમકે સામો અને આપણે એ બંને ધર્મ પામેલા હોઈએ તો સાધર્મિકનો સંબંધ થાય. સામો ધર્મ પામેલો હોય પણ આપણે ધર્મ પામેલાન હોઈએ તો સાધર્મિક સંબંધન થાય તે રીતે આપણે ધર્મપામેલા હોઈએ પણ સામો-બીજો ધર્મ પામેલો ન હોય તો સાધર્મિક સંબંધ ન થાય. જ્યારે બંને ધર્મ પામેલા હોય અને બંનેનો યોગ થાય તો સાધર્મિક સંબંધ થાય. સંસારમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ હોવાથી સાધર્મિક સંબંધ પણ દુર્લભ છે. સાધર્મિકનો સંબંધ થયા પછી શક્તિ હોવા છતાં જેઓ સાધર્મિક ભક્તિ કરતા નથી તેઓ આમનુષ્ય જન્મને હારી