________________
શ્રાદ્ધદિનકૃત્ય
(287)
પંદરમું ભોજન દ્વારા સાધર્મિક આવી જાય તો તેમાં નુકશાન જેવું કાંઈ નથી. કારણ કે ભક્તિ કરનારે સુ સમજીને ભક્તિ કરી છે, અને સાધર્મિક ભક્તિથી જે ભાવ જાગવો જોઈએ તે ભાવ જાગવાથી કર્મનિર્જરા આદિથી લાભ જ છે. બીજી રીતે જોઈએ તો દુનિયાદારીમાં તમે કાળજી રાખવા છતાં ક્યાં નથી ફસાતા ? માલ લેવા જાવ ત્યારે વેપારીથી ફસાવાનું થાય, વેપાર કરતાં ઘરાકથી ફસાવાનું બને, ભાગીદારીથી ફસાવાનું બને, એનાથી હજારો રૂપિયાનું નુકશાન થાય એવું બને, જ્યારે સાધર્મિક ભક્તિમાં ફસાઈ જવાથી નુક્શાન થઈથઈને કેટલું થાય? જો કે સાધર્મિક ભક્તિમાં સાધર્મિકની પણ ભક્તિ થઈ જાય તો પણ ઉપર કહ્યું તેમ નુકશાન થતું નથી. છતાં ઘડીભર બાહ્યદષ્ટિએ નુકશાન થાય છે એમ માની લઈએ તો પણ દુનિયાદારીમાં ફસામણીના કારણે થતા નુકશાનની અપેક્ષાએ મામુલી છે.
બીજાને લુચા કહેનારા પોતે કેવા છે? બીજાને લુચ્ચાકે બનાવટી કહેનારે એ વિચારવું જોઈએ કે હું કેવો છું? હેલુચ્ચાઈ કરું છું કે નહીં? આજે બીજાને લુચ્ચા કે બનાવટી કહેનારા જાતે લુચ્ચાઈ કે બનાવટી કરતા હોય છે. ગરીબ સાધર્મિક કે અનુકંપાશીલ દીન-દુ:ખી જીવો બનાવટ કરી કરીને કેટલી કરે ? જ્યારે કેટલાક શ્રીમંતો તો હજારોની અને લાખો રૂપિયાની બનાવટ કરે છે. આજે બે ચોપડા નહિ રાખનારા કેટલા? બે ચોપડા રાખવા એ બનાવટ છે, કે બીજું કાંઈ? હવે એ વિચારો કે જે લોકો બનાવટ નથી કરતા તે લોકો બનાવટ કરવાની જરૂર પડતી નથી કે સંયોગો મળતા નથી માટે બનાવટ નથી કરતા કે બનાવટ પાપ છે માટે બનાવટ નથી કરતા? બનાવટ કરવી એ પાપ છે એમ સમજીને બનાવટ નકરે એવા કેટલા? તેમાં પણ ખરેખર જરૂરિયાત હોય અને સીધી રીતે મળે તેમ ન હોય છતાં બનાવટને પાપ સમજીને બનાવટ નહિ કરનારા તો વિરલા જ નીકળેને? આથી બીજાને લુચ્ચા કે બનાવટી કહેનારે આનો બરોબર વિચાર કરવો જોઈએ. પોતે જ એ સ્થિતિમાં મૂકાયો હોય તો શું કરે? એ પણ વિચારવું જોઈએ.
લુચ્ચા પણ યોગ્ય હોય તો ઉદારતાથી સારા બની જાય જો સાધર્મિક ભક્તિ કરનારા ઉદારતાથી અને વિધિપૂર્વક સાધર્મિક ભક્તિ કરે તો લુચ્ચા પણ સાધર્મિક યોગ્ય હોય તો સુધરી જાય. પૂર્વના મહાપુરુષોએ ઉદારતાથી ચોરને પણ શાહુકાર બનાવી દીધા, હિંસકને પણ અહિંસક બનાવી દીધા. તો આજના શ્રીમંતો યોગ્ય લુચ્ચા સાધર્મિકને કેમ ન સુધારી શકે? પણ આજે સાધર્મિક પ્રત્યે પ્રેમની અને ઉદારતાની ખામી છે. (૨૦૦૮).
साहम्मियाण वच्छल्लं, एवं अन्नं वियाहियं । . धम्मट्ठाणेसु सीयंतं, सव्वभावेण चोयए ॥२०९॥
હવેદ્રવ્ય સાધર્મિક વાત્સલ્યનો ઉપસંહાર કરતા અને ભાવસાધર્મિકવાત્સલ્યનો ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે
સાધર્મિકોનું આ બીજું ભાવવાત્સલ્ય આગમમાં કહ્યું છે, તે આ પ્રમાણે – પૂજા કરવી વગેરે કર્તવ્યોમાં પ્રમાદ કરતા શ્રાવકને સર્વ ઉદ્યમથી સારણા આદિથી પ્રેરણા કરે = હિત શિક્ષા આપે. (૨૦૦૯)
सारणा वारणा चेव, चोयणा पडिचोयणा । सावएणावि दायव्वा, सावयाणं हियट्ठया ॥२१०॥ સારણા આદિને જ કહે છે