________________
પંદરમું ભોજન દ્વાર
294
किण्हसप्पं करग्गेणं, घट्टए घुंटए विसं ।
निहाणं सोपमुत्तूणं, कायखंडं तु गिण्हई ॥ २९८ ॥
આપ્રમાણે મહાપુરુષોથી ઉપદેશ અપાતો પણ જે મનુષ્ય પ્રમાદ ન છોડે તે શું કરે છે તે કહે છે– ધર્મમાં પ્રમાદી માનવ હાથના અગ્રભાગથી કાળા સર્પને સ્પર્શે છે, ઝેરને પીએ છે, નિધાનને મૂકીને કાચના ટુકડાને ગ્રહણ કરે છે. (૨૧૮)
તા સોમ ! તેં વિયાળતો, માં સવ્વધ્રુવેસિયં ।
પમાયં ખં ન મિન્હેતિ, તેં સોનિ મવન્નવે ।।૨૬।।
શ્રાદ્ધદિનકૃત્ય
ઉપસંહાર કરવા માટે ગ્રંથકાર કહે છે-
હે સૌમ્ય ! (શ્રદ્ધાથી સુંદર આશયવાન !) તું સર્વજ્ઞોએ કહેલા મોક્ષમાર્ગને જાણતો હોવા છતાં પ્રમાદને મૂકતો નથી, તેથી ભવસમુદ્રમાં પડેલો તું શોક કરીશ.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણ મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગ મનુષ્યભવ આદિ સામગ્રીથી દુર્લભ છે, અર્થાત્ મનુષ્યભવ આદિ સામગ્રી મળે તો મોક્ષમાર્ગ મળે. મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ છે, માટે મોક્ષમાર્ગ દુર્લભ છે. આ વિષે આગમમાં કહ્યું છે કે ‘‘દુ:ખથી પ્રાપ્ત કરી શકાય તેવા મનુષ્યભવને મેળવીને જે જીવ પરલોકનું હિત કરતો નથી તે જીવ પરલોકમાં જવાના સમયે શોક કરે છે. જેવી રીતે પાણીના મધ્યભાગમાં ફેંકાયેલો હાથી, ગલથી પકડાયેલું માછલું, જાળમાં પડેલું હરણ, તોફાનમાં ફસાયેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી નષ્ટ કરાયેલ, મરણદશામાં ફેંકાયેલો, રક્ષણ કરનારને નહિ પ્રાપ્ત કરતો અને કર્મસમૂહથી પ્રેરાયેલો તે જીવ (=પ્રમાદી જીવ) શોક કરે છે. તેથી દશ દષ્ટાંતોથી દુ:ખથી પ્રાપ્ત કરી શકાય તેવા અને વિદ્યુત્સતાની જેમ ચંચલ એવા મનુષ્યભવને મેળવીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે નીચપુરુષ છે, સત્પુરુષ નથી.” (૨૧૯)
एवंविहाहिं वग्गूहिं, चोइयव्वो य सावओ ભાવવચ્છજીયં ણ્ય, વાયવ્યં ચ વિષે વિને
૨૨૦॥
ભાવવાત્સલ્યનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
અનુકંપાદાન
આવા પ્રકારની વાણીથી શ્રાવકને પ્રેરણા કરવી. આ ભાવવાત્સલ્ય દરરોજ કરવું જોઈએ. (૨૨૦) नेव दारं पिहावेइ, भुंजमाणो सुसावओ ।
અનુપા નિળિવેર્દિ, સટ્ટાખ્ખોન નિવારિયા ॥૨૨॥
ભોજન દ્વારમાં જ અન્ય કર્તવ્યને કહે છે–
સુશ્રાવક ભોજન કરતી વખતે દ્વાર બંધ કરાવે નહિ. કારણ કે જિનેશ્વરોએ શ્રાવકોને અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી. (૨૨૧)
सव्वेहिं पि जिणेहिं, दुज्जयजियरागदोसमोहेहिं ।
અનુપાવાળું સકૂવાળ, ન િિષ પઽિસિદ્ધ ॥૨૨૨૫