________________
શ્રાદ્ધદિનકૃત્ય
289
कल्लं पोसहसालाए, नेव दिट्ठो जिणालए ।
साहूणं पायमूलंमि, केण कज्जेण साहि मे ॥२१३॥
કેવી રીતે કહેવું તે કહે છે-
કાલે તમે પૌષધશાળામાં, જિનમંદિરમાં કે સાધુઓની પાસે જોવામાં આવ્યા ન હતા. કયા કારણથી જોવામાં આવ્યા ન હતા તે મને કહો. (૨૧૩)
तओ य कहिए कज्जे, जइ पमायवसंगओ ।
वत्तव्वो सो जहाजोगं, धम्मियं चोयणं इमं ॥ २१४॥
પંદરમું ભોજન દ્વાર
પછી શું કરવું તે કહે છે-
પછી તે શ્રાવક કારણ કહે ત્યારે જો તે પ્રમાદને આધીન બનેલો હોય તો કર્ણને આનંદ ઉપજાવે તેવું – હે સૌમ્ય ! હે મહાત્મા ! ઇત્યાદિ સંબોધન કરીને યથાયોગ્ય હવે પછીની છ ગાથાઓમાં કહેવાશે તેવી ધાર્મિક પ્રેરણા તેને કરવી. (૨૧૪)
दुल्लो माणुसो जम्मो, धम्मो सव्वन्नुदेसिओ ।
સાદુસામ્નિયાળ ય, સામળી પુળ વ્રુદ્ધાર ॥
તે જ પ્રેરણાને છ ગાથાઓથી કહે છે
મનુષ્યજન્મ દુર્લભ છે. સર્વજ્ઞકથિત ધર્મ દુર્લભ છે. તથા સાધુ-સાધ્વીઓનો સંયોગ દુર્લભ છે.
આ જીવ એકવાર મનુષ્યજન્મ પામ્યા પછી ફરી મનુષ્યજન્મને દુ:ખથી પામે છે. કારણ કે ધર્મ ન કર્યો હોવાથી ઘણા *અંતરાયોથી યુક્ત છે. જે જે ઘણા અંતરાયોથી યુક્ત હોય તે તે બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે બીજીવાર ભોજનની પ્રાપ્તિ આદિનાં દૃષ્ટાંતોની જેમ દુ:ખથી પ્રાપ્ત કરી શકાય છે. તે દશ દષ્ટાંતો આ પ્રમાણે છે– ભોજન, પાશક, ધાન્ય, દ્યૂત, રત્ન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, યુગ પરમાણુ.
૧. ભોજન :- ભોજનનું દૃષ્ટાંત સંક્ષેપથી કહેવાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાલ્યાવસ્થામાં એક બ્રાહ્મણ મિત્ર હતો, તે બ્રહ્મદત્તના સુખમાં સમાનપણે સુખી થતો હતો અને દુ:ખમાં પણ સમાનપણે દુ:ખી થતો હતો. બ્રહ્મદત્તે એકવાર મિત્ર બ્રાહ્મણને કહ્યું : હું રાજ્ય પામું ત્યારે તારે મારી પાસે આવવું. જેથી હું તારું ઉચિત કરું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનો રાજ્યાભિષેક થતા તે બ્રાહ્મણ બ્રહ્મદત્તની પાસે ગયો. પણ ગરીબ હોવાથી રાજાનાં દર્શન કરી શકતો નથી. આથી તેણે પોતાની બુદ્ધિથી ઉકરડો વગેરે સ્થળે રહેલા અતિશય જીર્ણ પગરખાઓની માલા બનાવી. તે માલાને વાંસના આગળના ભાગમાં રાખી. રાજા જ્યારે (આડંબર સહિત) બહાર નીકળ્યો ત્યારે તે બ્રાહ્મણ (પગરખાંની માળાવાળા વાંસને ઊંચો રાખીને) ધજા ઉપાડનારાઓની મધ્યમાં ચાલે છે. આ કંઈક અપૂર્વ છે એમ લાંબા કાળ સુધી તેની તરફ જોતા રાજાએ તેને ઓળખ્યો. તેથી રાજા હાથી ઉપરથી ઉતરીને તેને આદરપૂર્વક ભેટી પડ્યો. લક્ષ્મી ઘણી વધી જાય તો પણ મોટા માણસોનું મન ચંચલ બનતું નથી = લક્ષ્મી ન હતી ત્યારે જેવું મન હોય તેવું જ મન રહે છે, અર્થાત્ મન અભિમાની બનતું નથી. બ્રહ્મદત્તે બ્રાહ્મણને કહ્યું : હે મહાયશ ! બોલ, આજે તું જે માગે તે હું તને આપું. સ્વીકારેલાનું પાલન કરવું એ જ સત્પુરુષોના પ્રાણ છે. બ્રાહ્મણે કહ્યું : હે ઉત્તમ નર ! પોતાના *અહીં શબ્દાર્થ ‘‘ઘણા અંતરાયોથી વ્યવધાનવાળું છે’' એવો થાય.