________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 265 )
પંદરમું ભોજન દ્વારા
યુક્ત છે. (પણા ૩ કરાડ વહિક) પૃષ્ટિવંશ વગેરે જેમાં સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણયુક્ત છે, પણ શુદ્ધ નથી = આધાર્મિકી છે. (૭૦૭)
(ઉત્તરગુણોમાં મૂલ ઉત્તરગુણો અને ઉત્તર ઉત્તરગુણો એવા બે ભેદો છે. તેમાં અહીં) ઉત્તરગુણોમાં મૂલ (ઉત્તર) ગુણો જણાવે છે
અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. વંશક = ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (=વાંસડા). કટના મકાનને ઢાંકવાદાંડા ઉપર નાખેલી સાદડી (ચટાઈ). અવલંબન = છત બાંધવા દાંડાઓને બાંધવા. છાદન = ઘાસ વગેરેથી ઢાંકવું. લેપન = ભીંતો લીંપવી. દ્વાર = (બારણું બનાવવું અથવા) બારણાને મોટું બનાવવું. ભૂમિ = ભોયતળિયાની વિસમભૂમિને સમાન કરવી. સાધુ માટે આ સાત જેમાં બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોથી સપરિકર્મ છે, અર્થાત્ ઉત્તરગુણોથી અશુદ્ધ છે. (૭૦૮)
(મૂલગુણોના સાત અને મૂલઉત્તર ગુણોના સાત એ ચૌદ દોષો અવિશુદ્ધિ કોટિ છે. અવિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય. ઉત્તર ઉત્તરગુણો વિશુદ્ધિકોટિ છે. વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિતભાગ કાઢી નાખવાથી તે મકાન નિર્દોષ થાય.)
વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તર ઉત્તરગુણો આ છે– દૂમિતા = ચૂના વગેરેથી સફેદ કરેલી. પૂમિતા = દુગંધવાળી હોવાથી ધૂપ વગેરેથી ધૂપેલી. વાસિતા = દુગંધવાળી હોવાથી સુગંધી ચૂર્ણ વગેરેથી વાસિત કરેલી. ઉઘોતિતા = રત્ન, દીપક આદિથી પ્રકાશવાળી કરેલી. ' બલિતા = જેમાં ચોખા આદિથી બલિ કર્યો હોય.
સંસૃષ્ટા = (સાવરણી આદિથી) સાફ કરેલી. આવી વસતિ વિશુદ્ધિકોટિ છે, અર્થાત્ અવિશુદ્ધિકોટિ નથી. આ પ્રમાણે વૃદ્ધકૃત વ્યાખ્યાથી બે ગાથાનો અર્થ કહ્યો. (૭૦૯) હવે સામાન્યથી જ વસતિના દોષો જણાવે છે--
કાલાતિકાતા, ઉપસ્થાના, અભિક્રાંતા, અનભિક્રાંતા, વર્યા, મહાવર્યા, સાવદ્યા, મહાસાવદ્યા અને અલ્પક્રિયા એમ વસતિના નવ ભેદો છે. જે કાલને ઓળંગી ગઈ છે તે કાલાતિકતા, જેનું નજીમાં સ્થાન છે તે ઉપસ્થાના, જે બીજાઓથી અભિક્રાંત થયેલી છે = સેવાયેલી છે તે અભિક્રાંતા, જે બીજાઓથી અભિક્રાંત થયેલી નથી = સેવાયેલી નથી તે અનભિક્રાંતા, પ્રસ્તુત વસતિ સિવાય બીજી વસતિ કરનારાઓ પ્રસ્તુત વસતિને છોડી દે તે વર્યા, જે વસતિના સેવનથી પરલોકમાં દુ:ખ આવે તે મહાવર્યા, જે પાંચ પ્રકારના શ્રમણો માટે કરી હોય તે સાવદ્યા, જે (જૈન) સાધુઓ માટે જ કરી હોય તે મહાસાવધા, જે વસતિ નિર્દોષ હોય તે અલ્પ ક્રિયા, ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. (૭૧૨) વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે--
જે વસતિમાં ચોમાસામાં ચાર મહિનાથી અધિક કાળ અને શેષ કાળમાં એક મહિનાથી અધિક કાળ રહેવામાં આવે તે વસતિ કલાતિકાંતા છે. (બીજાઓ ૩૩ માd પાઠના સ્થાને ૩૩ વાર એવા પાઠાંતર પ્રમાણે