________________
શ્રાદ્ધદિનકૃત્ય
(275)
પંદરમું ભોજન દ્વાર મહારાજા, માણસને આખી પૃથ્વીનું રાજ્ય ઘણીવાર મળી શકે છે, પણ નિયમ લેવાનું-પાળવાનું સૌભાગ્ય સહેજે સાંપડતું નથી.
વંકચૂલ! તારી દઢતા જોઈ ઘણો આનંદ અને સંતોષ થાય છે. તારા જેવી ધર્મનિષ્ઠા, નિયમમાં અડગતા અમે ક્યારે કેળવશું? અમે કોઈ પરી પરીક્ષામાંથી સુખે સુખે પસાર થઈએ એવી ઘણી ઈચ્છા થાય. કાયર પુરુષો શોક, ભય અને ચિંતાનો આશરો લે છે, ભાઈ! આપણને તો મોટો આશરો અરિહંતનો છે, આપણને ક્યાં દુ:ખ જ હતું?' બધા ચક્તિ થઈ જિનદાસની વાણી સાંભળતા રહ્યા. વચૂલ પરમ સંતોષ પામ્યો ને નવકાર સાંભળતાં મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયો. જિનદાસ પાછો ફરતો હતો ત્યારે ઉપવનમાં પેલી બંને દેવીને ત્યાં જ પાછી રડમસ ચહેરે ઉભેલી જોઈ. કારણ પૂછતાં તે બોલી: “મહાનુભાવ! તમે કરાવેલી આરાધના એટલી ઉચ્ચકોટિની નીવડી કે તે બારમા દેવલોક પહોંચ્યા. અમારું તો ત્યાં ગમનાગમન પણ નથી. માટે અમારી આ દશા તો એવી ને એવી રહી. હશે, ભાગ્ય વિના શું મળી શકે એમ છે?” આ બધી વિચિત્રતાનો વિચાર કરતો જિનદાસ ઘરે આવ્યો ને નિયમ ધર્મમાં તત્પર થયો.
ટીપુરી કે ઢીપુરી તીર્થ અને વચૂલની ખ્યાતિ થઈ. વચૂલચોર છતાં નિયમ દઢતાથી બારમા સ્વર્ગનો સોભાગી દેવ થયો. તેવી જ રીતે સર્વ અભક્ષ્યનો ત્યાગ કરી ભવ્ય જીવ મુક્તિને પામે છે.
(ઉપદેશપ્રાસાદ ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉધૃત)
ઉત્પલમાલાનું દષ્ટાંત - કૌશાંબી નગરીમાં પ્રસન્નચંદ્ર નામનો રાજા હતો. તેની ચંદ્રમતી નામની રાણી હતી. તે નગરમાં ચોસઠ કલાઓમાં કુશળ અને અઢાર દેશની ભાષાને જાણનારી ઉત્પલમાલા નામની વેશ્યા હતી. એક્વાર ઋષભસેન નામના ગુરુએ બે સાધુઓને વસતિને શોધવા માટે મોકલ્યા. તે સાધુઓએ નગરની બહાર સાધુઓ રહી શકે તેવું એક ઉદ્યાન જોયું. સાધુઓએ ઉદ્યાનરક્ષકોને પૂછ્યું : આ ઉદ્યાન કોનું છે? તેમણે કહ્યું: ઉત્પલમાલા વેશ્યાનું આ ઉદ્યાન છે. સાધુઓએ ચારમહેલવાળાતે ઉદ્યાનની માગણી કરી. ઉદ્યાનરક્ષકોએ વેશ્યાને પૂછીને ઉદ્યાનમાં રહેવાની રજા આપી. સાધુઓએ ઉદ્યાનમાંવસતિનું પડિલેહણ કરીને ગુરુને જણાવ્યું. આથી ગુરુભગવંતત્યાં રહ્યા. ઉદ્યાનરક્ષકો દરરોજ દુ:ખને હરનારા ગુરુવચનને સાંભળે છે. તેથી તેઓ ધર્માભિમુખ થયા. એકવાર ગુરુએ વેશ્યાને ઉદ્યાનરક્ષકો દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો. હર્ષ પામેલા તેમણે વેશ્યાને ગુરુએ કહેલો ધર્મલાભ કહ્યો. તેઓ સદા વેશ્યાને ગુરુના નિર્મલ ગુણોને કહે છે. આથી વેશ્યા ભદ્રક ભાવવાળી બની. એક્વાર પોતાના પરિવારથી પરિવરેલી તે ગુરુને વંદન કરવા માટે આવી. આચાર્ય ભગવંતે તેને યોગ્ય સમ્યગૂ ધર્મ કહ્યો. તથા નમસ્કાર મંત્ર તેને આપ્યો. પછી હર્ષ પામેલી તે પોતાના સ્થાને ગઈ. હવે તેણે ભક્તિથી નમસ્કાર મંત્રને ગણતાં ઘણો કાળ પસાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુએ બીજા સ્થળે વિહાર કર્યો.
એકવાર સુરપ્રભ નામના ચોરે રાણીનો હાર ચોરીને તે વેશ્યાને આપ્યો. ઉત્સવમાં તે હાર પહેરીને વેશ્યા ઉદ્યાનમાં ગઈ. રાણીની દાસીઓએ તે હાર જોયો. તેમણે રાજાને હારની આ વાત કહી. આથી રાજાના આદેશથી રાજસેવકોએ તે ચોરને પકડીને શૂળી ઉપર ચડાવ્યો. ઉત્પલમાલાને ખબર પડતાં તેણે વિચાર્યું. મારા પ્રમાદથી આની આવી દશા થઈ છે. તો આવા સમયે એના ઉપર કંઈક ઉપકાર કરું. તથા આજે નવકારનો પ્રભાવ જોઉં. આમ વિચારીને તે ત્યાં જઈને ચોરને નવકાર સંભળાવે છે, તથા નિયાણું કરાવે છે. તે આ પ્રમાણે – જો આ નવકાર મંત્રનો પ્રભાવ હોય તો આ નવકારમંત્રના પ્રભાવથી હું આ નગરના રાજાનો પુત્ર થાઉં. પછી મૃત્યુ પામીને રાણીના