________________
277 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર ગાઢ હોય છે, અર્થાત્ બીજાઓ ઘણી ભક્તિથી તેના વાક્યને સારી રીતે સ્વીકારે છે. (૧૫)
वायंति सत्थं तह चिंतयंति, पाढंति भव्वे तह सावयंति । कुणंति वक्खाणमणन्नसत्ती, धन्नस्स गेहे मुणिणो सयावि ॥१९६॥ વસતિદાન સર્વદાનોમાં શ્રેષ્ઠ છે એમ પૂર્વે જે કહ્યું હતું તેને હેતુપૂર્વક પ્રગટ કરતા સૂત્રકાર કહે છે
વસતિનું દાન કરનાર ભાગ્યશાળીના ઘરમાં અસાધારણ શક્તિવાળા મુનિઓ સદા શાસ્ત્રને વાંચે છે, શાસ્ત્રોનું ચિંતન કરે છે, ભવ્યજીવોને ભણાવે છે, ઉત્તર આપે છે, અર્થાત્ એક પણ ભવ્ય જીવને પૂછેલા અર્થનો ઉત્તર આપે છે, પર્ષદામાં વ્યાખ્યાન કરે છે. (૧૬)
राया देसो नगरं भवणं, तह गिहवई यसो धन्नो । विहरति जत्थ साहू, अणुग्गहं मन्नमाणाणं ॥१९७॥
કેવળ વસતિસ્વામી જ ધન્ય છે, એમનહિ કિન્તુ અનુમોદના કરનારા બીજા પણ ધન્ય છે એ વિષે કહે છે--
- સાધુઓ વિચરે છે એ બદલ મહાકૃપા માનનારાઓના જે ક્ષેત્રમાં સાધુઓ વિચરે છે તે ક્ષેત્રનો રાજા ધન્ય છે, તે દેશના લોકો ધન્ય છે, તે નગરના લોકો ધન્ય છે, તે ઘરના લોકો ધન્યછે, સામંત રાજા વગેરે ધન્ય છે.(૧૯૭)
जो देइ उवस्सयं मुणिवराण गुणसयसहस्सकलियाणं । • તે વિન્નાવસ્થ#પાન-સયUTIકવિપપ્પા ૨૮.
વસતિદાનના પ્રભાવનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે -
લાખો ગુણોથી યુક્ત ઉત્તમ મુનિઓને જે ઉપાશ્રય (=રહેવાનું સ્થાન) આપે છે, તેણે વિવિધ વસ્ત્રો, અન્ન-પાણી, શય્યા અને આસનો આપેલાં છે. (૧૯૮) .. तओ तेसु नियत्तेसु, गच्छइ जाव दारयं । वंदित्ता मुणिणो ताहे, करे अन्नं तओ इमं ॥१९९॥ દાનવિધિમાં જ અન્ય કર્તવ્યને બતાવતા ગ્રંથકાર અન્ય કર્તવ્યની પ્રસ્તાવના કરવા માટે કહે છે
વહોરીને મુનિઓ પાછા વળે ત્યારે શ્રાવક બારણા સુધી તેમની પાછળ જાય. તે વખતે મુનિઓને વંદન કરીને પછી આ (હવે પછીની ગાથામાં કહેવાશે તે) અન્ય કર્તવ્યને કરે. (૧૯)
साहम्मियाण वच्छल्लं, कायव्वं भत्तिनिब्भरं । देसियं सव्वदंसीहि, सासणस्स पभावणं ॥२००॥ અન્ય કર્તવ્યને જ કહે છે -
શ્રાવકે સાધર્મિકોનું વાત્સલ્ય કરવું જોઈએ. કારણકે સર્વજ્ઞોએ હવેની ગાથામાં કહેવાશે તેદષ્ટાંત બતાવવા દ્વારા સાધર્મિવાત્સલ્યને શાસનની પ્રભાવના કરનારું કહ્યું છે. સાધર્મિક વાત્સલ્ય બહુમાનપૂર્વક કરવું જોઈએ, નહિ કે કીર્તિ આદિ માટે. • વાત્સલ્ય એટલે વસ્ત્ર-અન્ન-પાન આદિથી સન્માન. (૨૦૦)