________________
266 )
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય ઉક્ત અર્થકરે છે.) શેષ કાળમાં બે મહિના પહેલાં અને ચાતુર્માસમાં આઠ મહિના પહેલાં ફરી તે જ વસતિમાં આવે તો તે વસતિ ઉપસ્થાના છે. જે વસતિ સર્વસામાન્ય હોય = જે કોઈ આવે તેના માટે હોય તે વસતિમાં ચરક વગેરે અથવા ગૃહસ્થો રહ્યા હોય અને સાધુઓ રહે તો તે વસતિ અભિકાતાછે. તે (=સર્વસામાન્ય) જ વસતિનો બીજા કોઈએ ઉપયોગ ન કર્યો હોય અને સાધુઓ રહે તો તે વસતિ અનભિકતા છે. ગૃહસ્થ પોતાના માટે કરેલી વસતિ સાધુને આપી દે અને પોતાના માટે નવી બનાવીને તેમાં રહે તો સાધુને આપેલી તે વસતિ વર્યા છે. શ્રમણ, માહણ વગેરે સર્વ પાખંડીઓ માટે બનાવેલી વસતિ મહાવર્યા છે. પાંચ પ્રકારના શ્રમણો માટે નવી બનાવેલી વસતિ સાવઘા છે. નિગ્રંથ ( જૈન સાધુઓ), શાક્ય (બૌદ્ધ સાધુઓ), તાપસ (જટાધારી વનવાસી સંન્યાસી), બૈરુક (ગેરુથી રંગેલાં વસ્ત્રો પહેરનાર ત્રિદંડી) અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) આ પાંચ શ્રમણ છે. કેવળ જૈન સાધુઓ માટે નવી બનાવેલી વસતિ મહાસાવદ્યા છે. જે વસતિ ઉપર્યુક્ત દોષોથી રહિત હોય, ગૃહસ્થ પોતાના માટે કરાવી હોય, ઉત્તરગુણો સંબંધી પરિકર્મથી રહિત હોય તે વસતિ અલ્પક્રિયા છે. અહીં અલ્પાબ્દ અભાવ વાચક છે. (૭૧૩ થી ૭૧૭) ઉપર સટ્ટા (સ્વાર્થ) એમ કહ્યું, આથી સ્વાર્થ શબ્દનો વિશેષ અર્થ કહે છે--
જે વસતિ માલિકે પોતાના ઉપયોગ માટે કરાવી હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠા કરવા માટે કરાવી હોય, અથવા જિનપૂજા જેવાં કાર્યોમાં કામ આવે એ માટે કરાવી હોય, તે વસતિ સ્વાર્થ (પોતાના માટે બનાવેલી) છે. (૭૧૮). વસતિ શ્રી આદિથી રહિત જોઈએ એ વિષે જણાવે છે -
જ્યાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપન દેખાય, શબ્દોનસંભળાય, તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે, તે વસતિ સ્ત્રીવર્જિત જાણવી. (૭૨૦) આ જ વિષયને કહે છે--
સ્ત્રીઓ જ્યાં બેસીને ગુમ વાતો કરે તથા સુવું બેસવું વગેરે શરીર કાર્યો વગેરે કરે તે તેઓનું સ્થાન છે. જ્યાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ હોય = રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. (૭૨૧) સ્થાન દેખાય તેવી વસતિમાં રહેવામાં થતા દોષો કહે છે -
પ્રતિષિદ્ધવસતિમાં રહેવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય, પરસ્પરલજ્જાનો નાશ થાય, આસક્તિપૂર્વક વારંવાર જોવાથી પ્રેમ વધે, કારણ કે જીવનો તેવો સ્વભાવ છે, લોકો “અહો! આ સાધુઓ તપોવનમાં રહે છે એમ મશ્કરી-નિંદા કરે, લોકો વસતિ અને બીજી વસ્તુઓ સાધુઓને ન આપે, લોકો સાધુ પાસે આવતા બંધ થાય, એથી (નવા જીવો ધર્મમાં ન જોડાવાથી) તીર્થનો વિચ્છેદ થાય. (૨૨) સ્થાનાદિથી થતા દોષોને વિશેષથી કહે છે--
સ્ત્રીઓની લીલાપૂર્વકની ઊભા રહેવું, અંગો ભરડવા, અધ આંખકે કટાક્ષ વગેરેથી જોવું, ભવાં ચઢાવવા, હસતું મોટું, શણગારો વગેરે અનેક પ્રકારની સ્ત્રીઓની વિશિષ્ટ ચેષ્ટાઓ જોઈને મુક્તભોગી સાધુઓને સ્મૃતિ વગેરે અને અભુક્તભોગી સાધુઓને કૌતુક વગેરે દોષો થાય. (૭૨૩) રૂપદર્શનથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે -