________________
267)
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર (રૂપાળા સાધુઓને જોઈને સ્ત્રી વિચારે કે) સાધુઓના શરીરનાં અંગો અતિશય મળથી ખરડાયેલાં હોય છે, અભંગ, ઉદ્વર્તન, સ્નાન વગેરેથી રહિત હોય છે, છતાં સાધુપણામાં પણ શરીરની લાવણ્યશોભા અત્યંત રૂપાળી દેખાય છે. આથી હું માનું છું કે ખરેખર આ સાધુઓની લાવણ્યશોભા ગૃહવાસમાં શતગણી હતી.(૭૨૪) શબ્દશ્રવણથી થતા દોષો કહે છે -
સ્ત્રીઓનાં ગીતો, વચનો, હાસ્યો, મધુર સંભાષણો, અલંકારના શબ્દો અને રહસ્યોને સાંભળીને ભુક્તભોગી સાધુને સ્મૃતિ વગેરે અને અભુક્તભોગીને કૌતુક વગેરે દોષો થાય. (૭૨૫) શબ્દશ્રવણથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે -
(સાધુના મધુર શબ્દો સાંભળીને સ્ત્રી વિચારે કે) સાધુઓના સ્વાધ્યાયનો પણ સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ, મોટો, આકર્ષક અને સુંદર રાગવાળો છે, આથી જ મનોહર છે, તો પછી તેમના ગીતનો તો સ્વરકેવો હશે? અત્યંત સુંદર હશે. (૭૨૬).
આ પ્રમાણે દુર્જય મોહનીયકર્મના દોષથી પરસ્પર ગાઢ રાગ થાય, આથી સ્ત્રી પ્રતિબદ્ધ વસતિનો ત્યાગ કરવો. લોકમાં મોહાનિથી બળેલા જીવોની પશુ અને નપુંસકોના નિમિત્તથી પણ પૂર્વભવના અભ્યાસથી અશુભ પ્રવૃત્તિ થાય છે. આથી મમત્વથી રહિત અને આ લોક (આ લોકના સુખ) આદિમાં નિરાશસ સાધુ ઉપર્યુક્ત દોષોથી રહિત વસતિમાં રહે, દોષિત વસતિમાં રહેવાથી આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. (૭૨૭થી ૭૨૯) અહીં ૧૦મી ગાથા પૂર્ણ થઈ. (૧૯૦)
दाणाण दाणं वसही पहाणं, तद्दाणओ जं सयलंपि दिन्नं । सज्झायज्झाणासणपाणओही, सुक्खं बलं बुद्धिचरित्तसोही ॥१९१॥ (બધા) દાનોમાં વસતિની પ્રધાનતાને દષ્ટાંત સહિત બતાવે છે -
વસ્ત્ર અને અન્નદાન વગેરેદાનોમાં વસતિનું દાન જમુખ્યદાન છે. કારણ કે વસતિનું દાન કરવાથી સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપધિ, સુખ, બલવૃદ્ધિ અને ચારિત્રશુદ્ધિ એ બધું જ આપેલું માનવું.
તક્લીફથી રહિત વસતિમાં માસભ્ય આદિ વિધિથી રહેલા સાધુઓનો વાચના વગેરે પાંચેય પ્રકારનો સ્વાધ્યાય અસ્મલિતપણે વિસ્તરે છે = વધે છે. ધર્મધ્યાન આદિ ધ્યાન સુખપૂર્વક સાધી શકાય છે. તે ક્ષેત્રમાં સાધુઓને જે અશન, પાન અને ઉપધિ એ ત્રણ ઘણા મળે તો પણ વસતિ આપનારે જ આપ્યા ગણાય. ઠંડીગરમી વગેરે સાધારણ હોય (બહુ ન હોય) તેવી વસતિ હોવાના કારણે શરીરનું સ્વાસ્ય જળવાઈ રહે.
- દસ પ્રકારની વેયાવચ્ચમાં ઉધત સાધુઓના વાત-પિત્ત આદિનો પ્રકોપ ન થવાથી વિશિષ્ટ સામર્થ્યની વૃદ્ધિ થાય. નિર્વિદને અધ્યયન આદિ થવાથી જ્ઞાન આદિની પુષ્ટિ થાય. સ્ત્રી, પશુ, નપુંસક અને ત્રસજીવોથી સંસક્ત વગેરે વસતિના દોષોથી દૂષિત ન હોય તેવી વસતિમાં રહેનારા સાધુઓની ચારિત્રશુદ્ધિ થાય એ સુપ્રસિદ્ધ જ છે. આ બધું ય વસતિના દાનથી પરમાર્થથી શય્યાતરે આપેલું છે. કારણ કે વસતિના અભાવમાં આ બધાનો પણ અભાવ થાય. (૧૯૧)
इहेव जमंमि सुकित्तिभोगा, हवंति सत्ताण जिणा भणंति । बिमुक्कमोहाण सुसंजयाणं, जे दिति सत्ता वसहिं पहिट्ठा ॥१९२॥