________________
( 269 )
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર છું, પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં હદેવતા હતો. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. હવે પુન: ત્યાં જ જવા માટે હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું, માટે મને દીક્ષા આપો.' એ પ્રમાણે પ્રાર્થના કરતા તેને આચાર્ય કહેવા લાગ્યા – હે વત્સ! તું સુકુમાર છે, વળી લોહના ચણા ચાવવા અને અગ્નિનો સ્પર્શ કરવો સુલભ છે, પણ જિનપ્રણીત વ્રતો અતિચાર રહિત પાળવા દુષ્કર છે. એટલે ભદ્રાપુત્ર બોલ્યો – હે પ્રભો! દીક્ષા લેવાને હું અત્યંત ઉત્કંઠિત છું, પરંતુ સાધુ સામાચારીને ચિરકાળ પાળવાને અસમર્થ છું, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ. કારણ કે તેમ કરવાથી કષ્ટ બહુ અલ્પ લાગે છે. ગુરુ બોલ્યા – હે મહાભાગ! જો તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો આ કામમાં તું તારા બંધુવર્ગની અનુજ્ઞા મેળવ.
પછી અવંતિસુકુમાલે ઘરે જઈને અંજલિ જોડી પોતાના બંધુઓ પાસે રજા માગી, પણ તેઓએ અનુજ્ઞા આપીનહિ. એટલે તેણે પોતે પોતાને હાથે જ કેશનો લોચકરી નાખ્યો અને ગૃહવ્યવહારથી વિમુખ થઈ સાધુનોવેષ ધારણ કરી લીધો. પછી પોતાના શરીર પર નિ:સ્પૃહએવોતે ભદ્રાપુત્ર તે જ વેષે આર્યસુહસ્તી આચાર્ય પાસે ગયો. એટલે ‘આ સ્વયમેવ સ્વતંત્ર વેષધારી ન થાય' એમ ધારીને ગુરુમહારાજે પ્રવ્રજ્યાનો વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી લાંબાકાળ પર્યત દુષ્કર તપ કરીને ર્મની નિર્જરા કરવાને અસમર્થ એવા ભદ્રાપુને અનશનની ઈચ્છાથી ગુરની આજ્ઞા માગી અને આજ્ઞા મેળવીને ત્યાંથી બીજે ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રક્તબિંદુઓથી પૃથ્વીને જાણે ઈન્દ્રગોપ (કીટવિશેષ) સહિત કરી દીધી હોય એવી તે દેખાવા લાગી. પછી સ્થાને સ્થાને ચિતાની ભસ્મથી ક્યાં પૃથ્વીતલધુસરી થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું ક્રીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ(વૃક્ષ વિશેષ)ની અંદર (નીચે) સમાધિપૂર્વક પંચ પરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરતા તે અનશન લઈને કાયોત્સર્ગ રહ્યા. એવામાં તેમના (ભૂમિમાં પડેલા) લોહીવાળા પગલાને ચાટતી કોઈક શિયાલણી પોતાના બાળકો સહિત તે પ્રદેશમાં આવી અને તેમના પગમાંથી ઝરતા રક્તના ગંધથી તે બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં રક્તથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાલણી તેને ખાવા લાગી. ચમને ચટચટ કરીને, માંસને ત્રટવટ કરીને, મજ્જાને ધગધગ કરીને, અને હાડકાને કટક્ટ કરીને ભક્ષણ કરતી તે શિયાલણી તેનો એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈગઈ; અને તેના બાળકો તેનો બીજો પગ ખાઈ ગયા. તો પણ તે સાત્ત્વિક મહાત્મા ચલાયમાન ન થયા, તેમણે તો પગનું ભક્ષણ કરનારી એવી તેને જાણે પગની સંવાહિકા (દાબનારી) હોય એવી માની લીધી. એ પ્રમાણે બીજે પહોરે તેમના બે ઉરુ (સાથળ) તેઓ ખાઈ ગયા. તે વખતે પણ આ જીવ ભલે તૃમ થાય એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચિંતવી. ત્રીજે પહોરે તે તેમનું ઉદર ખાવા લાગી. તે વખતે મુનિએ વિચાર્યું કે – “આ મારા ઉદરનો નાશ કરતી નથી, પણ મારા કર્મનો નાશ કરે છે. ચોથા પહોરે તો તે મહાસાત્ત્વિક મરણ પામીને નલિની ગુલ્મ નામના વિમાનમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. પછી આ મહાનુભાવ અને મહાસાત્વિક વંદ્ય છે.” એમ ધારીને દેવતાઓએ તેમના શરીરનો મહિમા કર્યો.
અહીંઅવંતિસુકુમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીઓએ આર્યસુહસ્તી મહારાજને પૂછ્યું- હે ભગવન્! અમારા પતિનું શું થયું તે કહો.” એટલે ઉપયોગદેવાવડે બધી હકીક્ત જાણીને આચાર્યે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેનો સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે અવંતિસુકમાલની પત્નીઓએ ઘરે જઈને ભદ્રામાતાની આગળ તે બધો વૃત્તાંત નિવેદન ર્યો. પછી પ્રભાતે અવંતિસુકુમાલની માતા ભદ્રા કંથારિકાના વનથી યુક્ત એવા સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઈને ભદ્રામાતા આંસુના બહાનાથી જાણે જળદાન દેવાને ઉદ્યત થઈ હોય તેમ રુદન કરવા લાગી. પુત્રવધૂઓ સહિત રુદન કરતી તે બોલવા લાગી કે, 'હે વત્સ! અમારી જેમ તેં પ્રાણોને