________________
પંદરમું ભોજન દ્વાર
( 264
શ્રાદ્ધદિનકૃત્ય
એવા દરિદ્રના ઘરમાં ચહ્યું અને મનને તુષ્ટ કરનારી સુવર્ણવૃષ્ટિ ક્યાંથી હોય?
અતિશય ઘણો અંધકારસમૂહરહેલો હોવાના કારણે પદાર્થસમૂહને જોવામાં સહાય કરનારી તમિસ્ત્રાગુફામાં જેનાથી નજીકમાં રહેલી સર્વવસ્તુઓ અતિશય દીપી રહી છે તેવો સુંદર રત્નદીપક ક્યાંથી હોય?
અહીં આશય આ છે. જેમાં શુભ પદાર્થો પ્રગટ થવા એ અસંભવિત છે તેવા મરભૂમિ વગેરે સ્થાનોમાં કદાચ અતિશય ઘણા ભાગ્યસમૂહથી મેળવી શકાય તેવા પણ કલ્પવૃક્ષ વગેરે પદાર્થો પ્રગટ થાય. (૧૮૭)
कत्थ एयारिसा साहू, कत्थ अम्हारिसत्ति य । ता धन्नो सुकयत्थो हं, पुण्णा मज्झ मणोरहा ॥१८८॥ તે પ્રમાણે કહે છે--
તે પ્રમાણે સ્વર્ગ–મોક્ષને આપનારા પ્રગટગુણ સમૂહરૂપમણિઓને ધારણ કરવામાં સમુદ્ર સમાન સાધુઓ ક્યાં? અને તેવા પ્રકારના શ્રેષ્ઠ અને પવિત્ર પુણ્યથી રહિત અમારા જેવાઓ ક્યાં ? (૧૮૮)
ता धन्नो सुकयत्थोहं, पुन्ना मज्झ मणोरहा । जं मए परमभत्तीए, साहुणो पडिलाभिया ॥१८९॥ આમ છતાં એવાઓનો પણ સંયોગ થયો છે તેથી શું થયું તે કહે છે--
તેથી હું ધન્ય બન્યો છું, અને સારી રીતે કૃતકૃત્ય થયેલો છું. મારા મનોરથો પૂર્ણ થયા છે. કારણ કે મેં પરમભક્તિથી સાધુઓને વહોરાવ્યું છે. (૧૮૯)
तओ परमभत्तीए, वंदित्ता मुणिपुंगवे । सव्वदाणप्पहाणाए, वसहीए निमंतए ॥१९॥ હવે સર્વશ્રેષ્ઠ દાનને બતાવતા સૂત્રકાર કહે છે
અન્નાદિનું દાન કર્યા પછી પરમભક્તિથી ઉત્તમ મુનિઓને વંદન કરીને આપવા યોગ્ય સર્વ વસ્તુઓમાં ઉત્તમ એવી વસતિનું (=સાધુઓને રહેવા માટે સ્થાનનું) નિમંત્રણ કરે, અર્થાત્ પોતાની વસતિમાં રહેવા માટે સાધુઓને વિનંતી કરે. મૂલગુણ આદિ દોષોથી અને કાલાતિકાંત વગેરે દોષોથી રહિત વસતિનું નિમંત્રણ કરે.
| વિવેચન વસતિના મૂલગુણ-ઉત્તરગુણ સંબંધી વિસ્તૃત બોધ માટે તથા કેવી વસતિમાં સાધુથી ન રહી શકાય એ જણાવવા માટે પંચવસ્તુક ગ્રંથની ૭૦૮મી વગેરે ગાથાઓનો ગુજરાતી અનુવાદ અહીં ઉદ્ધત કરવામાં આવે છે
તેમાં કેવી વસતિ મૂલગુણથી દુર છે તે કહે છે –
વસતિ મૂલગુણથી યુક્ત અને ઉત્તરગુણોથી યુક્ત એમ બે પ્રકારની છે. તેમાં પૃષ્ટિવંશ = મોભમાં મધ્યભાગમાં આડું રાખેલું લાકડું, જેના ઉપર પૃષ્ઠવંશ રાખવામાં આવે છે તે બે ઊભા થાંભા, એક થાંભાની બે બાજુ બે વળી અને બીજા થાંભાની બે બાજુ બે વળી એમ ચાર વળી, આ સાત વસ્તુ મકાનના આધારભૂત હોવાથી મૂલગુણ કહેવાય છે. જે વસતિમાં પ્રષ્ટિવંશ, બે થાંભા અને ચાર વળી એ સાત હોય તે વસતિ મૂલગુણોથી