________________
પંદરમું ભોજન દ્વાર
(246)
શ્રાદ્ધદિનકૃત્ય તે મનુષ્યમાં ઉત્પન્ન થશે. ત્યાર બાદ અનુક્રમે મનુષ્ય, પાંચમો દેવલોક, મનુષ્ય, સાતમો દેવલોક, મનુષ્ય, નવમો દેવલોક, મનુષ્ય, અગિયારમોદેવલોક, મનુષ્ય, સર્વાર્થસિદ્ધ, મહાવિદેહમાં મનુષ્યભવમાં ઉત્પન્ન થશે. ત્યાં મોક્ષને પામશે. આ પ્રમાણે દાનના પ્રભાવથી તે ચૌદભવોમાં મોક્ષ પામશે. - ભદ્રનંદિ વગેરેની સંક્ષેપમાં વિગત આ પ્રમાણે છે–
ઋષભપુરનગરમાંધનાવહ રાજા અને સરસ્વતી રાણી હતી. તેમનો ભદ્રનંદિનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં વિજય નામનો કુમાર હતો.
વીરપુર નગરમાંકૃષ્ણમિત્ર રાજા અને શ્રીદેવીરાણી હતી. તેમનો સુજાત નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં ઈષકાર નગરીમાં ઋષભદત્ત વ્યવહારી હતો.
વિજયપુરનગરમાં વાસવદત્તરાજા અને કૃષ્ણા રાણી હતી. તેમનો વાસવનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં ધનપાલ નામનો રાજા હતો.
સૌગંધી નગરીમાં અપ્રતિહત રાજા અને સુકૃષ્ણા રાણી હતી. તેમનો જિનદાસ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં મધ્યમમિત્રા નગરીમાં મેઘરથ નામનો રાજા હતો.
કનકપુરનગરમાં પ્રિયચંદ્રરાજા અને સુભદ્રા રાણી હતી. તેમનો ધનપતિ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહમાં મણિપતિકા નગરીમાં મિત્ર નામનો રાજા હતો.
મહાપુરનગરમાં બલ નામનો રાજા અને સુભદ્રા રાણી હતી. તેમનો મહાબલ નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાવિદેહમાં સોમણિપુર નગરમાં નાગદત્ત નામનો વણિક હતો.
સુઘોષપુરનગરમાં અર્જુન નામનો રાજા અને તત્ત્વવતી નામની રાણી હતી. તેમનો ભદ્રનંદિનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહાઘોષ નગરમાં ધર્મઘોષ નામનો વણિક હતો.
ચમ્પાનગરીમાં દત્તનામનો રાજા અનેદાવતી રાણી હતી. તેમનો મહાચંદ્રનામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં નેગિચ્છિનગરમાં જિતશત્રુ નામનો રાજા હતો.
સાક્તનગરમાં મિત્રનંદિ નામનો રાજા અને શ્રીકાંતા નામની રાણી હતી. તેમનો વરદત્ત નામનો પુત્ર હતો. તે પૂર્વભવમાં શદ્વાર નગરમાં વિમલવાહન નામનો રાજા હતો.
આ બધાએ ભાવથી સાધુઓને વહોરાવ્યું હતું, બધાયને ૫૦૦ પત્નીઓ હતી, બધાયે શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા લીધી હતી. બધાયને ચૌદ ભવોમાં મુક્તિની પ્રાપ્તિ થશે, ઈત્યાદિ બધું સુબાહુક્યરિત્રમાંથી કહેવું. (૧૦૦)
इहयं चेव जम्मंमि, उत्तमा भोगसंपया ।। सिजंसो इव पावंति, मूलदेवो जहा निवो॥१८१॥ સુપાત્રદાનના આ ભવ સંબંધી ફળને દષ્ટાંત સહિત કહે છે
સુપાત્રદાનથી આ જ ભવમાં શ્રેયાંસકુમાર અને મૂલદેવ રાજાની જેમ ઉત્તમ ભોગસંપત્તિઓને પામે છે. શ્રેયાંસકુમારની કથા આ પ્રમાણે છે–
શ્રેયાંસકુમારની કથા હસ્તિનાપુરમાં બાહુબલિ રાજાનો પુત્ર સોમપ્રભ રાજા હતો. તેનો શ્રેયાંસ નામનો કુમારહતો. એકવાર તે નગરમાં શ્રીઋષભજિનને આવતા જોઈને તે સામે આવ્યો. પ્રભુના ચરણમલને નમીને ત્રણ પ્રદક્ષિણા કરીને હર્ષના