________________
પંદરમું ભોજન દ્વાર
260
શ્રાદ્ધદિનકૃત્ય
કરતી જેણે પતિની ભક્તિથી પોતાનું આભરણ પણ મોકલ્યું તે મહાસતી છે! વળી ચોખા આદિ સહિત આભૂષણ મોકલ્યું તેનાથી એણે પોતાની આજીવિકા જેટલું જ ધનબાકી રહ્યું છે એમ સૂચન કર્યું છે. તેથી આલેવું યોગ્ય નથી. તેથી પોતાના એકસો આઠ દ્રમ્મથી (તે વખતનું ચલણી નાણું) તેના આભૂષણની પૂજા કરીને તેને જ પાછું મોકલી આપ્યું. પછી તેણે માધવસેનાને કહ્યું: હે વત્સ ! હમણાં આ કૃતપુણ્યક રસરહિત અળતા તુલ્ય છે, આથી એને છોડી દે. માધવસેનાએ કહ્યું: હેમા ! એની કૃપાથી આપણે ઘણું ધન મેળવ્યું છે. આથી એનો ત્યાગ કરવો યોગ્ય નથી. કુટ્ટણીએ કહ્યું: હે પુત્રી ! તું વેશ્યાઓના આચારની જાણકાર નથી. કારણ કે વેશ્યાઓ ઋજુસૂત્ર નયના અભિપ્રાયવાળાઓની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળનો ત્યાગ કરીને વર્તમાનકાળમાં જ આદર કરે છે. હમણાં તો આ મુનિની જેમ ધનરહિત છે. તેથી એનાથી શું? તેથી માધવસેનાની ઇચ્છા ન હોવા છતાં તેણે કૃતપુણ્યનું અપમાન કર્યું. બીજાઓ તો કહે છે કે, દારૂ પીવડાવીને ખબર ન પડે તે રીતે કાઢી મૂક્યો. પોતાના ઘરે ગયો. પોતાની પત્નીએ ચરણપ્રક્ષાલન વગેરે ક્રિયા કરી. પછી માતા-પિતાના મૃત્યુનો વૃત્તાંત જાણ્યો. ચિત્તમાં અતિશય ખેદ કર્યો. કેટલાક દિવસ રહીને કાંતિમતીની કુક્ષિમાં ગર્ભનું સ્થાપન કરીને વહાણથી વેપાર કરનારા વેપારીઓ સાથે (સમુદ્રના) બીજા કાંઠે જવા તૈયાર થયો. સાંજના સમયે પોતાના ઘરથી નીકળીને નગરની બહાર વસેલા સાઈની નજીક દેવમંદિરમાં પોતાની પત્નીએ પાથરેલા ખાટલામાં સૂતો.
આ તરફ તે જ રાજગૃહ્માં સૂર નામનો શેઠ ચાર પત્નીઓ સહિત પોતાની માતાને મૂકીને પોતે વેપાર કરવાની બુદ્ધિથી દિશાઓમાં પરિભ્રમણ કરવા ગયો. તે કોઈ પણ રીતે પરદેશમાં જ મૃત્યુ પામ્યો. કોઈએ સૂરશેઠ મૃત્યુ પામ્યા છે એવા સમાચાર ચિઠ્ઠી દ્વારા તેની માતાને મોકલાવ્યા. માતાએ પણ પોતાની વહુઓને એકાંતમાં વિગત જણાવીને કહ્યું:તમે પુત્રરહિત છો. તેથી ધન રાજકુલમાં જશે. (=રાજા લઈ લેશે.) માટે તમે પુત્રની ઉત્પત્તિ માટે અને ધનના રક્ષણ માટે કોઈ અન્ય પુરુષને પ્રવેશ કરાવો. તેમણે કહ્યું: હેમા! કુલવધૂ એવી અમને આ ઉચિત નથી. માતાએ કહ્યું: તમે જાણતી નથી. અવસ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવામાં સ્મૃતિશાસ્ત્રમાં દોષ કહ્યો નથી. કહ્યું છે કે– ૧. પતિ નાશી ગયો હોય, ૨. મરી ગયો હોય, ૩. દીક્ષિત થયો હોય, ૪. નપુંસક હોય કે પ. દુરાચારી બન્યો હોય, આ પાંચ આપત્તિઓમાં સ્ત્રીઓનો અન્ય પતિ કરવામાં આવે છે. વળી – “કુંતીએ ધર્મરાજાથી યુધિષ્ઠિરને, વાયુથી ભીમને અને ઈદ્રથી અર્જુનને ઉત્પન્ન ક્યો' ઇત્યાદિ લોકૃતિ છે. કુંતી અકુલીન નથી. તેથી અવસરથી આવેલું આ પણ કરવું જોઈએ. આ પ્રમાણે સાસુના વચનને માનીને વહુઓએ એ સ્વીકાર્યું. કારણ કે “એક તો અનાદિકાળથી સંસારમાં રહેલા જીવોએ આ વિષયસુખનો સદા અભ્યાસ કર્યો છે, તેમાં વળી જો એ વિષે વડીલજનની આજ્ઞા પણ મળી, તો ખરેખર! ઇંદ્રિયોનો મહાન મહોત્સવ થયો. આ તો ઘરડા બિલાડાને દૂધની પાસે રાખ્યો એ ન્યાય થયો.” તેથી તેઓ તે જ રીતે પુરુષને શોધવા માટે પ્રવૃત્ત થઈ તેટલામાં સાર્થની નજીક દેવમંદિરમાં ખાટલા ઉપર ભર ઊંઘમાં સૂતેલા એલા તપુણ્યકને જોયો. ભર ઊંઘમાં પડેલા તેને ખાટલા સહિત ઉપાડીને પોતાના ઘરે લઈ ગઈ. તેને મહેલમાં રાખીને રોવા લાગી, વચ્ચે વચ્ચે બોલતી હતીકે, તમે ઘણા કાળથી આવ્યા, આટલો કાળ ક્યાં રહ્યા? અમારા વિરહમાં તમોએ સુખ કે દુઃખ શું અનુભવ્યું ? નહિ જોયેલું, નહિ સાંભળેલું અને નહિ અનુભવેલું વેશ્યા સંબંધી આ શું છે ? એમ વિચારતા કૃતપુણ્યકે પણ શૂન્યપણે હુંકાર વગેરે આપ્યું. જે થાય તે થાઓ, કાર્યના પરિણામને જોઉં, એવા આશયથી તે ત્યાં જ રહ્યો. તેમની સાસુએ તેને કહ્યું: હે વત્સ! પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા ઉત્તમ પુણ્યસમૂહના પ્રભાવથી પ્રાપ્ત થતા સર્વ ઈચ્છિત પદાર્થોને અને આ ચાર દિવ્ય પત્નીઓ સાથે ઉદાર ભોગોને ભોગવ. આ બધી ય લક્ષ્મી તારી છે. તેથી તને સુખ ઉપજે તેમ આ પદાર્થોના ત્યાગ અને ભોગમાં તત્પર રહે. તેણે પણ કહ્યું: હે મા ! તું જેમ કહે છે તેમ કરું છું.