________________
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર મહાનિધાનને પ્રાપ્ત કરી લેનાર કોણ દરિદ્રતાને ઈચ્છે ? એમ કહીને તે ત્યાં જ રહ્યો. કામ–ભોગમાં આસક્ત મનવાળા એના દિવ્ય દેવલીલાથી બાર વર્ષો પસાર થઈ ગયાં. તે ચારેને પુત્રો થયા. આ દરમ્યાન ફરી સાસુએ વહુઓને એકાંતમાં રાખીને કહ્યું : તમને પુત્રો થઈ ગયા છે, ઇચ્છિત દ્રવ્યની રક્ષા થઈ ગઈ છે. તેથી એને બહાર કાઢો, આ પરપુરુષને રાખવાથી શું ? તેમણે કહ્યું : આટલો વખત રાખીને હવે એનો ત્યાગ કરવો એ ઉચિત નથી. જો તમારો આગ્રહ હોય તો એના યોગ્ય કંઈ પણ ભાતું આપીને એનો ત્યાગ કરીએ. સાસુએ કહ્યું : એમ થાઓ. તેથી ભાતાને યોગ્ય મોદકોમાં ચંદ્રકાંત અને જલકાંત વગેરે રત્નોને નાખીને એ મોદકોની એક થેલી ભરી. ભવિતવ્યતાના કારણે અર્ધીરાતના સમયે લોકો ભરઊંઘમાં સૂતેલા હતા ત્યારે જ તે જ સાથે અન્ય દેશથી આવીને તે જ સ્થાનમાં પડાવ નાખ્યો. સ્ત્રીઓએ કૃતપુષ્પકના ખાટલામાં ઓશીકા આગળ ભાતાની થેલી મૂકી દીધી. પછી પૂર્વ પ્રમાણે જ ખાટલામાં સૂતેલા અને મદિરાના ઘેનથી ચેતનારહિત બનેલા મૃતપુણ્યકને (ખાટલા સહિત) લઈને તે જ દેવમંદિરમાં મૂકી દીધો.
261
કેટલાક સમય પછી કૃતપુણ્યકને ચૈતન્ય આવ્યું. આથી તે શું આ સ્વપ્ન છે કે સાચું છે ઇત્યાદિ વિચારવા લાગ્યો. તેની પત્ની સાર્થના આગમનના સમાચાર જાણીને રાત લગભગ પૂર્ણ થઈ ગઈ ત્યારે તે સ્થાને આવી. ઓશીકા પાસેથી ભાતાની થેલી લઈને અને ખાટલાને ઉપાડીને કૃતપુણ્યકને પોતાના ઘરે લઈ ગઈ. એના શરીરનું લાવણ્ય અખંડ હતું. એનાથી વિવિધ વિલાસોને અનુભવવાના કારણે એનું શરીર તંદુરસ્ત જણાતું હતું. એણે કપૂર અને કસ્તૂરી વગેરેની દિવ્ય સુગંધથી દિશાઓના મધ્યભાગોને વાસિત કરી દીધા હત' પત્નીએ સ્નાન વગેરે ઉચિત કાર્યો કરાવવાનું શરૂ કર્યું. આ દરમ્યાન પાઠશાળાથી તેનો પુત્ર આવ્યો. માતાએ તેને એના ચરણોમાં પ્રણામ કરાવ્યા. પછી તે બોલી : આ તમારો પુત્ર છે. પુત્રે માતાને કહ્યું : મને ભોજન આપ, જેથી ભોજન કરીને પાઠશાળામાં જઈને ભણ્યું. તેથી કાંતિમતીએ તે જ થેલીમાંથી એક મોદક તેને આપ્યો. મોદક ખાતા તેણે તેમાં એક મણિ જોયો. મણિ લઈને પાઠશાળામાં ગયો. બીજા વિદ્યાર્થીઓને તે મણિ બતાવ્યો. તેમણે કહ્યું : જો આને કંદોઈની દુકાને વેચવામાં આવે તો ઈષ્ટ ખાવાનું મળે. તેથી તેણે તે પ્રમાણે જ કર્યું. આ તરફ કાંતિમતીએ મોદકો વાપરવાનું શરું કર્યું ત્યારે વિચિત્ર પ્રકારના મણિઓ મળ્યા. તેથી તેણે કૃતપુષ્પકને પૂછ્યું : શું ચોરોના ભયથી આ મણિઓ આ પ્રમાણે કર્યા છે ? તેણે કહ્યું : એ પ્રમાણે જ છે. એકવાર શ્રેણિક રાજાનો સેચનકહાથી પાણી પીવા માટે સરોવરમાં ઉતર્યો. પાણીમાં પ્રવેશેલા તેને ઝુડ નામના જલચર પ્રાણીએ પડ્યો. (કોઈ પણ રીતે) છોડાવી શકાતો ન હતો. અભયકુમારને આ બીના જણાવી.
અભયકુમારે પડહ વગાડીને ઘોષણા કરાવી કે, જે આ હાથીને ઝુડથી છોડાવશે તેને રાજા રાજ્યની અર્ધી લક્ષ્મી સાથે પોતાની પુત્રી આપશે. તેથી આ ઘોષણાને સાંભળીને તે કંદોઈએ કૃતપુષ્પકના પુત્રની પાસેથી મેળવેલા જંલકાંત મણીથી હાથીને છોડાવ્યો. પછી તે રાજાની પાસે ગયો. રાજાએ અભયકુમારને કહ્યું : નીચ જાતિવાળા આ કંદોઈના પુત્રને પુત્રી કેવી રીતે આપવી? તેથી અભયકુમારે કંદોઈને કહ્યું : તને આ મણિ ક્યાંથી મળ્યો ? રાજકુલના ભંડારને અને શ્રીમંત શેઠના ઘરને છોડીને બીજે આવાં રત્નોનો સંભવ નથી. તેથી સત્ય કહે. અન્યથા રાજા તને મહાદંડથી દંડ કરશે. કંદોઈએ કહ્યું : જો સાચું પૂછો તો કૃતપુણ્યકના પુત્ર પાસેથી મળ્યો છે. તેથી કૃતપુણ્યકને બોલાવ્યો. તેને અર્ધરાજ્યની લક્ષ્મી સાથે પુત્રી આપી. કોઈ સમયે કોઈ વાતના અવસરે અભયકુમારે કૃતપુણ્યકને પૂછ્યું : કયા દેશોમાં તમે પર્યટન કર્યું ? અને અસંભવિત આ રત્નો ક્યાંથી મેળવ્યાં ? કૃપુણ્યકે કહ્યું : જો સાચું પૂછો
:
૦ પૂર્વે જે સાર્થની સાથે જવા કૃતપુષ્પક તૈયાર થયો હતો તે સાર્થ.