________________
'259
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર ધન ન હોય, કોઈકને ચિત્ત હોય છે, પણ વિત્ત અને પાત્ર હોતાં નથી. *બને તેટલાં દુર્લભ નથી, જેટલાં સમગ્ર (ત્રણ) દુર્લભ છે.” આ પ્રમાણે વિચારતા તેનું શરીર અતિશય શ્રદ્ધાથી થયેલા ઘણા રોમાંચોના સમૂહથી યુક્ત બન્યું. આવી વિચારણા કરતાં અને આવી કાયાથી તેણે ખીરની થાળી લઈને ત્રીજા ભાગનું મુનિને વહોરાવીને ચિત્તમાં વિચાર્યું કે, આ બહુથોડું છે, આનાથી મુનિનો અર્થો આહાર પણ નહિ થાય, આથી ફરી ત્રીજો ભાગ વહોરાવ્યો. હજી પણ આ ઓછું છે. પૂર્ણ નહિ થાય. જો આની અંદર બીજું ખરાબ અન્ન પડશે તો આ પણ નાશ પામશે બગડી જશે. અથવા આ મહામુનિ કેટલું ફરશે? તેથી સંપૂર્ણ જ આપું. આ પ્રમાણે વિચારતાં તેણે ફરી બધી જ ખીર મુનિના પાત્રમાં નાખી. મુનિ તે લઈને ગયા. તેની માતાએ તેને બીજી ખીર આપી. તેણે ઇચ્છા મુજબ ખીર ખાધી. ભોજન કર્યા પછી વાછરડાઓને ચારવા માટે તે જંગલમાં ગયો.
ભવિતવ્યતાના કારણે તે દિવસે વરસાદ થયો. તેના ભયથી વાછરડાં જુદી જુદી દિશાઓમાં ચાલ્યાં ગયાં. તેમને ભેગા કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. અંધકારના સમૂહથી ઊંચા-નીચા વિભાગો નહિ દેખાવાના કારણે રાત્રિ કષ્ટથી ચાલી શકાય તેવી બની ગઈ. નગરના દરવાજા બંધ થઈ ગયા. તેથી તેનગરનાદ્વાર આગળજ ગઢની ભીંતના ખૂણાનો આશ્રય લઈને રહ્યો. કેટલાક સમય બાદ શીતપવન વગેરેથી દુ:ખી કરાતા એને સ્નિગ્ધ આહારના અજીર્ણ દોષથી વિશુચિકા (=પેટપીડા) થઈ. અત્યંત ગાઢ ફૂલ ઉપડ્યું. તેનાથી તે મૃત્યુ પામ્યો. સ્વભાવથી જ ભદ્રક વગેરે મધ્યમ ગુણોના યોગથી એણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું હતું. રાજગૃહનગરમાં ધન શેઠની કુવલયાવલી નામની પત્ની હતી. તેને એક પણ સંતાન થયું ન હતું. આથી તે પુત્ર માટે અનેક માન્યતાઓ કરીને ખિન્ન બની ગઈ હતી. વસુદત્ત તેના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. બારમા દિવસે એનું કૃતપુણ્યક એવું નામ પાડ્યું. આઠ વર્ષનો થયો ત્યારે તેને કળાઓનો અભ્યાસ કરાવ્યો. ઉત્તમ યૌવનને પામ્યો ત્યારે ધનશેઠે તેને વૈશ્રમણશેઠની કન્યાકાંતિમતી પરણાવી. એકવાર કોઈ પણ રીતે માધવસેના વેશ્યાના ઘરમાં તેણે પ્રવેશ ર્યો. ત્યાં તેણે માધવસેનાને જોઈ. તે મનોહરરૂપથી અતિશય શોભતી હતી, કામની જાણેકે ત્રિભુવન ઉપર મેળવેલા વિજયની સૂચક જયપતાકા ન હોય તેવી હતી, સર્વ અંગોનાં આભૂષણોથી અલંકૃત શરીરવાળી હતી, પલંગના મધ્યભાગમાં બેઠી હતી, મોટા મણિના આરીસામાં પોતાના શરીરની શોભા જોઈ રહી હતી. આવી માધવસેનાને જોઈને તેણે વિચાર્યું: અહો! આનું લાવણ્ય! અહો! જગતને જીતનારું રૂપ! અહો! વિશ્વને વિસ્મય કરનારી સૌભાગ્યસંપત્તિ! આ દરમ્યાન માધવસેનાએ પણ તેને જોયો. તેણે ઊભી થઈને વિલાસ સહિત અનેક કળાપૂર્વક વાત-ચીતોથી તથા ટાક્ષ સહિત નિરીક્ષણોથી જેનું હૃદય (માધવસેના તરફ) ખેંચાઈ રહ્યું છે એવા તેને વિનયસહિત પલંગ ઉપર બેસાડ્યો. તેના પ્રત્યે અનુરાગથી પરવશ મનવાળા તેણે પણ પોતાના ઘરેથી પુષ્પ અને તાંબૂલ વગેરે મંગાવીને એની ઉચિત સેવા કરી. તેના વિયોગને સહન Hકરનારતે તેના ઘરે જ તેની સાથે રહ્યો. કામભોગમાં આસક્ત અંત:કરણવાળોતે દરરોજ માધવસેનાની કુટ્ટણીને ભાડાનું મૂલ્ય એક સો આઠ સોનામહોરો આપતો હતો. આ તેની માતા મોકલતી હતી.
પોતાના ઘરેથી આવતા ભોગસાધનોનો તે સતત ઉપયોગ કરતો હતો. આ રીતે તેણે બાર વર્ષ પસાર કર્યા. તે વખતે ક્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા તેની એને ખબર ન પડી. તેની પત્ની કાંતિમતી તે જ પ્રમાણે સોનામહોર વગેરે મોકલતી હતી. કેટલાક દિવસો બાદ સઘળું ધન પૂર્ણ થઈ ગયું. એક દિવસ તેણે ચોખાની કણિક સહિત પોતાનું આભૂષણ મોકલ્યું. આ જોઈને માધવસેનાની કુટ્ટણીએ વિચાર્યું : અહો! પતિવ્રતાપણાનું પાલન
*ચિત્ત અને વિત્ત, ચિત્ત અને પાત્ર, વિત્ત અને પાત્ર એમ બે બે. સમગ્ર ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણ. * વેશ્યાઓ ઉપર કાબૂ રાખનારી વડીલ સ્ત્રી.