________________
શ્રાદ્ધદિનકૃત્ય
ન
પંદરમું ભોજન દ્વાર નગરમાંથી તેને હાંકી કઢાય. કુટ્ટણીએ મૂલદેવને ખસેડવા માટે અચલને વાત કરી અને ખાનગી મંત્રણા કરી નક્કી કર્યું કે, તારે બહારગામ જવાનું બનાવટી બાનું બતાવવું. હે સાર્થવાહ ! તારે “હું ગામ જાઉં છું’” એમ જૂઠું કહીને દેવદત્તાને વિશ્વાસ પમાડવી, ત્યાર પછી તને બહારગામ ગયેલ સાંભળીને તે ધૂર્ત (મૂલદેવ) નિશંક થઇને દેવદત્તા પાસે આવશે. જ્યારે તે દેવદત્તા સાથે નિશ્ચિન્ત બનીને ક્રીડા કરતો હોય, તે અવસરે મારા સંકેત પ્રમાણે હે સુંદર ! તું સર્વ સામગ્રી સાથે આવજે, પછી તું કોઇ પણ પ્રકારે તેનું અપમાન કરજે, કે જેથી તે તેતર તેતરીના જેવી દેવદત્તાને ફરી ન ભોગવી શકે. તે પ્રમાણે સ્વીકારી ‘હું ગામ જાઉં છું’ એમ દેવદત્તાને કહીને તથા દ્રવ્ય આપીને અચલ નીકળી ગયો. ત્યાર પછી તેણે નિર્ભયપણે મૂલદેવનો પ્રવેશ કરાવ્યો એટલે કુટ્ટણીએ તેવા પ્રકારના જારપુરુષના સેવકોથી પરિવરેલા અચલને બોલાવ્યો. અણધાર્યા તેને પ્રવેશ કરતો દેખીને દેવદત્તાએ પાંદડાંના કરંડિયા માફક મૂલદેવને પલંગ નીચે સંતાડ્યો. તેવા પ્રકારે રહેલા મૂલદેવને કુટ્ટણીએ અચલને જણાવ્યો, એટલે હસતા મુખવાળો અચલ પલંગ પર પલાંઠી વાળીને બેઠો. બનાવટી નાટક કરતાં અચલે કહ્યું : ‘હે દેવદત્તા ! હું થાકી ગયો છું, સ્નાન કરીશ, માટે તૈયાર થા. વિલખી બનેલી અને કૃત્રિમ હાસ્ય કરતી દેવદત્તાએ કહ્યું કે, તો પછી આપ સ્નાનને યોગ્ય સ્થાનમાં સ્નાન કરવા પધારો, આ પ્રમાણે આદરપૂર્વક દેવદત્તાએ ત્યાંથી ઉઠાડવા માટે સમજાવ્યા છતાં પણ અચલ પલંગમાં જ સ્થિર આસન કરીને બેસી રહ્યો. તે વખતે ધૂર્તરાજ ત્યાં રહેવા કે નીકળી જવા માટે અસમર્થ બન્યો. ‘ઘણો ભાગે મન અસ્વસ્થપણામાં વર્તતું હોય, ત્યારે શક્તિઓ પણ ઘટી જાય છે.’ અચલે કહ્યું : ‘હે દેવદત્તા ! અત્યંગ કરેલાં વસ્ત્રસહિત મેં આ પલંગ ઉપર સ્નાન કર્યું, એવું મને સ્વપ્ન આવ્યું છે; તે સ્વપ્નને સાર્થક કરવા માટે હું આવ્યો છું. સત્ય કરેલ આ સ્વપ્ન શુભ આબાદી કરનારું થાય છે. ત્યાર પછી કુદ્ધિની કહેવા લાગી : ‘હે પુત્રી’ તારા જીવિતેશની આજ્ઞાને માન્ય કેમ કરતી નથી ? સ્વામિની ઇચ્છા પ્રમાણે અનુસરવાની વાત તેં શું સાંભળી નથી ? દેવદત્તાએ કહ્યું: ‘હૈ આર્ય ! આવી રેશમી દેવદૂષ્યથી બનાવેલી કિંમતી ગાદી વિનાશ કરવી, તે તમને યોગ્ય ગણાય ?’ અચલે કહ્યું: ‘હે ભદ્રા ! આવી કૃપણતા રાખવી એ તને યોગ્ય છે ?’ તારા સરખી સ્ત્રીઓ પતિ ખાતર શરીર પણ અર્પણ કરે છે. જેનો પતિ અચલ છે, એવી તને બીજી તળાઇઓ નહિ મળે ? જેનો મિત્ર સમુદ્ર હોય, તે લવણથી સીદાય ખરો ?’ ત્યાર પછી ભાટી–ધનથી પરાધીન દેવદત્તાએ પલંગ પર બેઠેલા અચલને તેલ–માલીશ તથા સ્નાન કરાવ્યું. ત્યાર પછી સ્વામીને સ્નાન કરાવતાં મહાદેવના સેવક ચંડ માફક મૂલદેવ સ્નાનના મલિન જળાદિથી ચારે બાજુથી ભીંજાઈ ગયો. કુટ્ટણીએ અચલના ભટોને દષ્ટિસંજ્ઞાથી બોલાવ્યા અને ધૂર્તને ખેંચી કાઢવાના કાર્ય માટે અચલને પ્રેરણા આપી. જેમ કૌરવે દ્રૌપદીને કેશ પકડીને ખેંચી તેમ, કોપાયમાન બનેલા અચલે મૂલદેવને કેશ પકડી ખેંચ્યો, તેને કહ્યું : ‘તું નીતિ જાણનાર છે, વિદ્વાન છે, બુદ્ધિશાળી છે. આજે તારા કર્મને અનુરૂપ કઇ શિક્ષા છે ? તે કહે.’ ધનને આધીન શરીરવાળી આ વેશ્યાની સાથે તું ક્રીડા કરવાની અભિલાષા રાખે છે ? તો ગામના પટ્ટાની માફક આને તેં ઘણા ધનથી કેમ ન ખરીદી ?' તે વખતે મૂલદેવ પણ સ્તબ્ધ થઈ, આંખો બંધ કરીને રહ્યો હતો. ફાળ ચુકેલો દીપડો હોય તેવી અવસ્થા અનુભવતો હતો. ત્યાર પછી અચલ સાર્થવાહ વિચારવા લાગ્યો : આ મહાત્મા દૈવ યોગે આવી દશા પામ્યો છે, તો તે નિગ્રહ કરવા યોગ્ય નથી. તેણે મૂલદેવને કહ્યું : ‘હું ’ આ ગુનાથી તને આજે મુક્ત કરું છું. તું કૃતજ્ઞ છે. તો સમય આવે ત્યારે તારે મારા પર ઉપકાર કરવો.’ તેણે ધૂર્તરાજને છોડી મૂક્યો એટલે ઘરથી નીકળીને યુદ્ધમાં ઘાયલ થયેલા હાથી માફક ઉતાવળા ઉતાવળા ચાલતા તેણે ગામના છેડે આવેલ મોટા સરોવરમાં પહોંચી સ્નાન કર્યું. તે જ ક્ષણે ધોયેલા વસ્ત્રવાળો તે શરદ સમય માફક શોભવા લાગ્યો. અચલનો અપકાર કે ઉપકાર કરવાના મનોરથમાં આરૂઢ થયેલો તે ધૂર્તરાજ વેણાતટ તરફ ચાલ્યો. પોતાની દુર્દશાની પ્રિયસખી સરખી, ફાડી ખાનારાં જાનવરોવાળી, બાર યોજન લાંબી અટવી પાસે તે આવી પહોંચ્યો. અપાર સમુદ્ર પાર પામવાની
251
-