________________
પંદરમું ભોજન દ્વાર
(244)
શ્રાદ્ધદિનકૃત્ય. અહીં વસ્ત્ર વગેરેનું સ્વરૂપ, પ્રમાણ અને ગ્રહણ કરવાનું કારણ સંક્ષેપથી કહેવામાં આવે છે – વસ્ત્ર એટલે શરીરને ઢાંકવાનું સાધન. સાધુઓનાં બે સૂતરના અને એક ઉનનો એમ ત્રણ પડાં વગેરે વસ્ત્રો છે. કપડાંઓનું પ્રમાણ આ પ્રમાણે છે–પડાં શરીર પ્રમાણે, અર્થાત્ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે તેટલાં, એટલે કે સાડા ત્રણ હાથ લાંબાં અને અઢી હાથ પહોળા રાખવા. તેમાં બે સૂતરના અને એક ઉનનો હોય.
કપડાં રાખવાનું કારણ આ છે–નબળા સંઘયણવાળા સાધુઓને ઠંડીમાં કપડાં ઓઢી લેવાથી ઘાસન લેવું પડે અને અગ્નિનો ઉપયોગ ન કરવો પડે, તથા સમાધિ રહેવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન થઈ શકે, ગ્લાનને ઓઢવામાં કામ લાગે, મૃતકને ઢાંકવામાં કામ લાગે. એ માટે જિનેશ્વરોએ ક્યૂડાં રાખવાનું કહ્યું છે.
પાત્રના પાત્ર અને માત્ર એમ બે પ્રકાર છે. (માત્રક એટલે ચાર ખોબા જેટલું સમાય તેટલું નાનું પાત્ર.) કામળી પડદો વગેરે સ્વરૂપ છે, અર્થાત્ કામળી પડદો વગેરે કરવામાં ઉપયોગી બને છે. દાંડો બાહુ પ્રમાણ હોય. સંથારો અઢી હાથ પ્રમાણ હોય, અને શય્યા સંપૂર્ણ શરીર પ્રમાણ હોય.
આ સિવાય મુક્ષત્તિ વગેરે બીજાં બધાય ઉપકરણો શ્રાવક સાધુઓને ઉદ્ગમ વગેરે દોષોથી રહિત આપે. (૧૭૮)
जओ सुपत्तदाणेणं, कल्लाणं बोहि उत्तमा । देसिया सुहविवागंमि, अक्खाया दस उत्तमा ॥१७९॥ શ્રાવક સુપાત્રદાનમાં આટલો પ્રયત્ન કેમ કરે છે તે કહે છે–
કારણ કે સુપાત્રદાનથી દેવ-મનુષ્યભવમાં વિશિષ્ટ–અધિક વિશિષ્ટ સુખનો અનુભવ થાય, તથા દરેક ભવમાં ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થાય. આ વિષે વિપાશ્રુત નામના અગિયારમાં અંગમાં સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં દસ અધ્યયનરૂપ ઉત્તમ દસ આખ્યાનો કહ્યાં છે. (૧૭૯).
सुबाह १ भद्दनंदी य, २ सुजाय ३ वासव ४ तहेव जिणदासा५ । धणवइ ६ महब्बला, ७ भद्दनंदि ८ महचंद ९ वरदत्ता १० ॥१८०॥ દસ આખ્યાનોને જ કહે છે
સુબાહુ, ભદ્રનંદિ, સુજાત, વાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદિ, મહાચંદ્ર, વરદત્ત એ દસ આખ્યાનો છે.
સુબાહુની વક્તવ્યતાનું( વિગતનું) પ્રતિપાદન કરનાર ગ્રંથનો વિભાગ સુબાહુ આખ્યાનક છે. એ પ્રમાણે બીજા આખ્યાનકો માટે પણ જાણવું. ભાવાર્થ તો તેમના ચરિત્રોથી જાણવો. તેમાં સુબાહુની કથા આ છે–
સુબાહુની કથા આ ભરતક્ષેત્રમાં હસ્તિશીર્ષનામનું નગર હતું. તેમાં અદીનશત્રુ નામનો રાજા હતો. તેની ધારિણી નામની રાણી હતી. તેમને કેટલોક કાળ ગયા પછી સિંહસ્વપ્નથી સૂચિત પુત્ર થયો. તે સર્વગુણોથી સુંદર હોવાથી તેનું સુબાહુએવું નામ આપ્યું. તે પાંચ ધાવમાતાઓથી પાલનકરાતો વધવા લાગ્યો. તેને કેટલાક કાળ સુધી અધ્યાપકે ભણાવ્યો. કર્મ કરીને તે યુવાન બન્યો. માતા-પિતાએ તેને પુષ્પચૂલા વગેરે પાંચસો રાજકન્યાઓ પરણાવી. તેમને રહેવા માટે પાંચસો મહેલ ક્ય. સુબાહુ તેમની સાથે સદાય વિષયસુખ ભોગવે છે.