________________
શ્રાદ્ધદિનકૃત્ય
(243)
પંદરમું ભોજન દ્વારા પ્રાસુક એટલે અચિત્ત (=વ રહિત). એષણીય એટલે “ઉદ્ગમ વગેરે દોષોથી રહિત. (૧૭૬) असणं पाणगंचेव, खाइमं साइमं तहा । ओसहं भेसहं चेव, फासुंयं एसणिजयं ॥१७७॥ સુવર્ણ, ચાંદી અને સોપારી આદિ સિવાય સાધુઓને જે યોગ્ય છે તેને બતાવે છે–
જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ અને ભૈષજ્ય પ્રાસુક અને એષણીય હોય તે સાધુઓને આપવા યોગ્ય છે.
અશન = ભાત વગેરે. પાન = કાંજીનું પાણી વગેરે. ખાદિમ = દ્રાક્ષ અને ખજૂર વગેરે. સ્વાદિમ = સુંઠ અને મરી વગેરે. જેમાં એક જ દ્રવ્ય હોય તે ઔષધ. જેમાં ઘણી ઔષધિઓ હોય તે ભૈષજ્ય.
પ્રશ્નઃ- ૧૭૬મી ગાથામાં પ્રાસુક અને એષણીય એ બે શબ્દોનું ગ્રહણ કર્યું હોવા છતાં આગાથામાં ફરી તેનું ગ્રહણ કેમ કર્યું? .
ઉત્તરઃ- શુદ્ધ દાન જ એકાંતે નિર્જરાનો હેતુ છે, એ જણાવવા માટે અહીં ફરી પ્રાસુક અને એષણીય એ બે શબ્દોનું ગ્રહણ કર્યું છે.
વિવેચન આ વિષે ભગવતી સૂત્ર (શ.૮ ૧.૬ સૂ૩૩૩)માં કહ્યું છે કે – “હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ!તેને એકાંતે નિર્જરા થાય. અને પાપકર્મનબંધાય.” સાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનારને સમાધિની પ્રાપ્તિ થાય છે. આ વિષે ભગવતી સૂત્ર (શ.૭ ઉ.૧ સૂ.૨૬૪)માં કહ્યું છે કે –
સુસાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનાર શ્રાવક સાધુને સમાધિ ઉત્પન્ન કરે છે. સાધુને સમાધિ ઉત્પન્ન કરવાથી તેને સમાધિની પ્રાપ્તિ થાય છે.'
- ' ભગવતી સૂત્ર (શ.૭ ઉ.૧ સૂ.૨૬૪)માં સુપાત્રમાં શુદ્ધદાનનો મહિમા જણાવતાં કહ્યું છે કે - “સુસાધુને પ્રાસુક અને એષણીય આહારનું દાન કરનાર જીવિતનો (= જીવન નિર્વાહના કારણભૂત અન્નાદિનો) ત્યાગ કરે છે, દુષ્કર કરે છે – અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરે છે, દુર્લભને = અનિવૃત્તિકરણને પામે છે, બોધિનો અનુભવ કરે છે અને કેમે કરીને સિદ્ધ થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે.” (૧૭૭)
- વલ્થ પત્ત વપુલ્થ વ, વત્ન પાયjછvi IT - વંદું સંથારયંતિગં, ઝૂંબંવિવિ સુ ?૭૮.
આ પ્રમાણે શરીરના પોષણનું કારણ એવું દાન બતાવીને સંયમના પોષણનું કારણ એવું દાન કહે છે
વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કામળી, રજોહરણ, દાંડો, સંથારો, શય્યા અને બીજું પણ જે કાંઈ શુદ્ધ હોય સંયમમાં ઉપકારક હોય તે બધું શ્રાવક સાધુને વહોરાવે.
આહારના ઉદુમમાંaઉત્પત્તિમાં ગૃહસ્થથી થતા ૧૬ દોષો ઉદ્દગમ દોષો છે. આહારના ઉત્પાદનમાં મેળવવામાં સાધુથી થતા ૧૬ દોષો ઉત્પાદન દોષો છે. આહારની એષણામાં શુદ્ધ છે કે અશુદ્ધ તેની તપાસ કરવામાં ગુહસ્થ અને સાધુ બંનેથી લાગતા ૧૦ દોષો એષણા દોષો છે.