________________
પંદરમું ભોજન દ્વાર
(242
શ્રાદ્ધદિનકૃત્ય
પણ થોડી વધારે બનાવે તો મિશ્ર દોષ ગણાય. (૩) સ્થાપના- સાધુને વહોરાવવા લુખ્ખી રોટલી, મોળી દાળ વગેરે રાખી મૂકે. આયંબિલવાળા સાધુનો લાભ
મળે એ માટે લુખ્ખી રોટલી, વઘાર્યા વિનાની મોળી દાળ વગેરે રાખી મૂકે તો તે સ્થાપના દોષ ગણાય. આયંબિલવાળા સાધુ માટે સ્પેશિયલ રોટલી, દાળ વગેરે બનાવવામાં આવે તેના કરતાં પોતાના માટે બનાવેલમાંથી લુખ્ખી રોટલી મોળી દાળ વગેરે રાખી મુકવામાં દોષઘણો ઓછો લાગે. સાધુ માટે રાખેલી મોળી દાળને ફરી ગરમ ન કરવી જોઈએ. જો ફરી ગરમ કરવામાં આવે તો સાધુ માટે સ્પેશિયલ દાળ
બનાવવામાં જે (આધાકર્મ) દોષ લાગે તે જ દોષ લાગે. (૪) પ્રાદુષ્કરણ- અંધારું હોય તેથી સાધુને વહોરાવવા લાઈકરવી,દીવો કરવો વગેરેથી પ્રાદુષ્કરણ દોષ લાગે. (૫) કીત- સાધુ માટે મૂલ્ય આપીને ખરીદવામાં આવે તો દીત દોષ લાગે. આજે કાપડ, પાત્રો, દવા વગેરેમાં ; સાધુઓને મોટા ભાગે ફ્રીત દોષ લાગે છે. પૂર્વે સાધુઓ ગૃહસ્થના ઘરે તેમના માટે ઉપયોગમાં લેવા માટે જે
કાપડ કે વસ્ત્રો પડ્યાં હોય તેમાંથી લઈ આવતા. પાત્રો અને દવાઓ વગેરે પણ ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ મળી જતું હતું. આજે લોકોના પહેરવેશ, રહેણી-કરણી, રીત-રિવાજ વગેરેમાં ઘણું પરિવર્તન આવી ગયું. એથી આજે કાપડ વગેરે તદ્દન નિર્દોષ મળવું દુર્લભ બની ગયું. આમ છતાં આજે જો ઉઘાપનની (=ઉજમણાનો) પ્રચાર વધે અને ગૃહસ્થો તેમાં ચારિત્રનાં ઉપકરણો વિશેષ પ્રમાણમાં મૂકતા થાય તો
સાધુઓને નિર્દોષ ઉપકરણ થોડા સુલભ બને. (૬) અભ્યાહત-સાધુની સામે લાવેલું, અર્થાત્ સાધુને વહોરાવવા જ્યાં સાધુ હોય ત્યાં લઈ જઈને વહોરાવે તો
અભ્યાહત દોષ લાગે. ઉકાળેલું પાણી પોતાના ઘેરથી સાધુ પાસે લઈ જઈને વહોરાવવામાં અભ્યાહત દોષ લાગે. કોઈ વૃદ્ધ સાધુ હોય, વરસાદ ઘણો આવતો હોય વગેરે કારણે ઘેરથી સાધુ પાસે લઈ જાય તો તે
અપવાદ ગણાય. (૭) પૂર્વકર્મ- સાધુનેવહોરાવવા માટે હાથને કાચા પાણીથી ધોવે, વહોરાવવાના વાસણવગેરેને કાચા પાણીથી
ધોવા વગેરે રીતે પૂર્વ કર્મદોષ લાગે. (૮) પશ્ચાત્કર્મ- સાધુને વહોરાવ્યા પછી વહોરાવતાં ખરડાયેલાં હાથ, વાસણ વગેરેને કાચા પાણીથી ધોવે. (૯) છદિત આપવાની વસ્તુ નીચે ઢોળતાં ઢોળતાંવહોરાવે. વહોરાવતાં દૂધ વગેરે ઢોળાયકે તેના છાંટા પડે તો
નીચે રહેલા જીવોની વિરાધના થાય, અથવા નીચે પડેલા છાંટાની ગંધ વગેરેથી આકર્ષાઈને કીડી વગેરે જીવો આવે અને ગૃહસ્થના પગ નીચે ચગદાઈને મરી જાય. આ વિષે એક દષ્ટાંત આ ગ્રંથમાં ૧૫૧મી ગાથાના અર્થમાં જણાવ્યું છે. (અહીં ૧૭૫મી ગાથા પૂર્ણ થઈ.) (૧૭૫) एवं देसं तु खित्तं तु, वियाणित्ता य सावओ। फासुयं एसणिजं च, देइ जं जस्स जुग्गयं ॥१७६॥ આ પ્રમાણે ઉત્સર્ગ - અપવાદ બતાવીને જે કરવા યોગ્ય છે તે કહે છે
આ પ્રમાણે રોગીના દષ્ટાંતથી પૂર્વોક્ત દેશ, ક્ષેત્ર, અવસ્થા અને પુરુષને જાણીને શ્રાવક ગ્લાન અને બાલ વગેરે જેને જે યોગ્ય હોય તે પ્રાસુ અને એષણીય આપે.