________________
126 )
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય પ્રમાર્જતાં મુખની ત્રણ પ્રમાર્જનાઓ થાય; અને એ જ ક્રમે હૃદ્યના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જતાં હૃદયની ત્રણ પ્રમાર્જનાઓ થાય છે. એમ પાંચ ત્રિકની પંદર પ્રમાર્જનાઓ કર્યા પછી મુપત્તિને તે જ પ્રમાણે પકડીને જમણા ખભાની અને ખભાના પાછળના વાંસાના ભાગની પડિલેહણા, તથા ડાબા ખભાની અને ખભાના પાછળના વાંસાના ભાગની પડિલેહણા; એમ બેબે પીઠની એ ચાર પ્રાર્થનાઓ ગણાય છે. તે પછી સાધુએ ઓઘાથી અને શ્રાવકે ચરવળાથી પહેલાં જમણા પગના (ઢીંચણથી નીચેના) મધ્ય, જમણા અને ડાબા ભાગોને પ્રમાર્જવાથી ત્રણ જમણા પગની પ્રાર્થનાઓ અને તે જ રીતિએ ડાબા પગનો મધ્ય, જમણો અને ડાબો ભાગ પ્રમાર્જતાં ત્રણ ડાબા પગની પ્રાર્થનાઓ થાય છે; એમ કુલ અંગની પચીસ પ્રાર્થનાઓ કરાય છે. (શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં પગની પ્રાર્થનાઓ પણ મુક્ષત્તિથી કરવાની કહી છે, પણ હાલમાં તેમ કરાતું નથી; સર્વત્ર ઓઘા-ચરવળાથી કરવાનો વ્યવહાર જોવામાં આવે છે.) પૂર્વે જણાવ્યા પ્રમાણે આ પચીસમાં સ્ત્રીઓને પંદરપ્રમાર્જનાઓ જ થઈ શકે છે અને સાધ્વીને મસ્તક ખૂછું રાખવાનું વિધાન હોવાથી મસ્તકની ત્રણ વધારે ગણતાં અઢાર પ્રાર્થનાઓ થઈ શકે છે, એમ શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત ભાષ્યના ટબામાં જણાવ્યું છે; ભાષ્યની અવચૂરીકે શ્રી પ્રવચનસારોદ્ધારમાં એસ્પષ્ટીકરણ નથી. દેહની આ પચીસ પડિલેહણાઓવખતે ચિંતવવાના પચીસબોલ પણ આ પ્રમાણે કહ્યા છે–
દાસી , મયસોગ-દુછયા ય વનિના | भुअजुअलं पेहंतो, सीसे अपसत्थलेसतिगं ॥१॥ गारवतिगं च वयणे, उरि सल्लतिगं कसायचउ पिढे । पयजुगि छज्जीववहं, तणुपेहाए वि जाणमिणं ॥२॥
ભાવાર્થ– “અનુક્રમે ડાબી ભૂજાની ત્રણ પ્રમાર્જના વખતે હાસ્ય, રતિ અને અરતિ પરિહરું.’ એ ત્રણ; અને જમણી ભૂજા પ્રમાર્જતાં ભય, શોક અને દુર્ગચ્છા પરિહરું!' એ ત્રણ; એમ બે ભૂજાઓમાં હાસ્યાદિષટ્સના ત્યાગનું ચિંતવન કરવું. પછી મસ્તકે પ્રાર્થના કરતાં કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા પરિહરું!' એ ત્રણ અપ્રશસ્ત લેખ્યાઓના ત્યાગનું ચિંતવન, મુખને પ્રમાર્જતાં રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ પરિણું!' એ ત્રણ બોલનું ચિંતવન અને હૃદયને પ્રમાર્જતાં માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહરું !' એ ત્રણ બોલનું ચિંતવન કરવું. પછી પીઠની ચાર પ્રમાર્જનામાં અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભ પરિહરું!' એમ ચારનું ચિંતવન, અને બે પગોની પ્રાર્થના વખતે છકાય જીવોની હિંસાનો ત્યાગ, અર્થાત્ પૃથ્વીકાય, અષ્કાય અને તેઉકાયની રક્ષા કરું!' તથા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરું !' એમ ચિંતવન કરવું. એ પ્રમાણે આ પચીસ બોલો અંગના કહેવાય છે. વસ્તુત: અહીં અંગની મુખ્યતા ગણી તેને અંગપડિલેહણા અને અંગના બોલો ક્યા છે. (ઉપર જણાવેલો આ મુક્ષત્તિ પડિલેહણાનો વિધિ ગુરુગમથી જાણીને તે પ્રમાણે કરવા ઉદ્યમ કરવો. મુક્ષત્તિની પડિલેહણા એ સામાન્ય અનુષ્ઠાન નથી, પણ તેમાં ચિંતન કરવાના આ પચાસ બોલોનું સ્વરૂપ ખ્યાલમાં લેતાં સ્પષ્ટ જણાય તેવું છે કે – એ આત્માની શુદ્ધિનું પરમ કારણ છે.) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
जइवि पडिलेहणाए, हेऊ जिअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कड-निजंतणत्थं मुणी बिंति ॥१॥
ભાવાર્થ – “જો કે મુહપત્તિ આદિનું પડિલેહણ કરવાનાં કારણો સામાન્ય રીતિએ તો જીવરક્ષા અને અહીં પરમાર્થથી રક્ષા કરું એમ હોવું જોઈએ. આથી અહીં જયણા શબ્દના સ્થાને રક્ષા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અહીં મુક્ષત્તિની સઝાય સાક્ષીપાઠ છે.