________________
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય -
મતે આ પ્રમાણે પણ કહ્યું છે કે- ‘‘અન્ને પુળ મતિ-અન્નોવિનો તાવિહોરાયળિઓ તો વંવેઅવ્યો, રાયળિઓ નામ નો નાળ-વંશળ-ચરળ-સાહળેનુ મુકુ પયઓ ત્તિ ’” (શ્રી આવ. સ્થૂળી- 1-વન્દ્રન અધ્ય૰) અર્થાત્~‘‘બીજા પણ જે તથાવિધ રત્નાધિક હોય તેમને વન્દન કરવું. રત્નાધિક એટલે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં સુંદર પ્રયત્નવાન હોય.’’ (તાત્પર્ય કે– તે નાના હોય તો પણ વન્દન કરવું.) એ ‘પાંચ વન્દનીય રૂપ’ ગુરુવંદનનું સાતમું દ્વાર કહ્યું.
138
હવે ગુરુવન્દનના આઠમા દ્વારથી જેમને વન્દન કરવાનો નિષેધ છે. તે ‘અવન્દનીય’ નું સ્વરૂપ કહે છે– पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो ।
अहछंदो वि अ एए, अवंदणिज्जा जिणमयंमि ॥ १ ॥ ( श्री प्रव० सा० गा० १०३)
ભાવાર્થ – ‘‘પાસત્થો, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ, – એ પાંચ પ્રકારના સાધુને જૈન આગમમાં અવન્દનીય કહ્યા છે.’’ તેમાં ‘પાસસ્થાનું’ સ્વરૂપ નીચે પ્રમાણે છે—
જ્ઞાનાદિ ગુણોની પાસે (બાજુમાં) રહે (અર્થાત્ જેનામાં જ્ઞાનાદિ ગુણો તત્ત્વથી પ્રગટયા ન હોય) તે ‘પાર્શ્વસ્થ’, અથવા તો જે મિથ્યાત્વ વિગેરે કર્મ બંધનાં કારણો રૂપી ‘પાશ’ (બંધનો)માં રહે (રમે) તે ‘પાસ્થ્ય', એ પાર્શ્વસ્થ અને પાશસ્થ’ બન્નેને ‘પાસત્થો’ કહેવાય છે.
1
सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ नायव्वो । सव्वंमि नाणदंसण - चरणाणं जो उपासम्मि ॥१॥ देसम्मि य पासत्थो, सिज्जायरभिहडरायपिंडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥२॥
कुलनिस्साए विहर, ठवणकुलाणि य अकारणे विसइ ।
संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ ॥ ३ ॥ ( श्री प्रव० सा० गा० १०४ थी १०६)
ભાવાર્થ— “આ પાસસ્થાના બે પ્રકારો છે. એક સર્વથા પાસસ્થો અને બીજો દેશથી પાસત્યો. તેમાં જે જ્ઞાનાદિ ગુણોની પાસે રહે (જેનામાં એ ગુણો ન હોય) –માત્ર વેષધારી હોય તે ‘સર્વપાસત્થો’ જાણવો અને જે નિષ્કારણે શય્યાતરનો પિંડ, અભ્યાહ્નતપિંડ (સામે લાવેલાં આહારાદિ), રાજપિંડ, નિત્યપિંડ કે અગ્રપિંડને વાપરે; અમુક ફુલોની (ઘરોની) નિશ્રાએ (આધારે) જીવે, સ્થાપનાકુળોમાં નિષ્કારણ વહોરે, સંખડી (જમણવાર) જોતો રહે અને પૂર્વપશ્ચાત્ સંસ્તવ (ગૃહસ્થોની પ્રશંસા) કરે, તે દેશપાસત્યો’ જાણવો. અહીં જેના મકાનમાં રહે તે મકાનનો માલિક શય્યાતર કહેવાય, તેના ઘરનો પિંડ તે શય્યાતરપિંડ કહેવાય. ગૃહસ્થે સામે લાવેલો પિંડ અભ્યાતપિંડ કહેવાય. અમાત્ય-મંત્રી-શેઠ-સેનાપતિ વિગેરે સમાંગ રાજ્યવાળો રાજા–તેનો પિંડ તે રાજપિંડ કહેવાય. હંમેશાં એક જ પ્રકારનો અમુક જ પિંડ તે નિત્યપિંડ. તૈયાર થયેલ વસ્તુની ઉપરનો (તર–તાજો) પ્રથમ પિંડ તે અગ્રપિંડ કહેવાય. (એવાં આહારાદિ વાપરે.) વળી ‘અમુક ઘરો મેં પોતે જ ધર્મી બનાવ્યાં છે, માટે મારાં પોતાનાં ભક્ત છે’ –એમ માનીને તેના જ ઘરોનો પિંડ લેવો તે કુલનિશ્રા. પ્રાથુર્ણક સાધુ આવે તેને માટે કે આચાર્યાદિ ગચ્છપતિને અંગે નિશ્ચિત કરેલાં (દરરોજ જેને ત્યાં સર્વ સાધુ ગોચરી ન જાય પણ કારણે જ જાય) તે સ્થાપિત કુલ કહેવાય. (એ બધાનો આહાર વિગેરે વાપરે.) વળી જ્યાં સામુદાયિક જમણ હોય તે સંખડી કહેવાય. તેવા જમણવારની શોધ કરતો ફરે. ગૃહસ્થની આહાર લેતાં પહેલાં કે પછીથી પ્રશંસા કરીને આહાર લે, તે સંસ્તવપિંડ કહેવાય. એવા