________________
શ્રાદ્ધદિનકૃત્ય
દુ:ખ વારંવાર પામ્યો. (૧૧૮)
तगराएं इब्भसुओ, जाओ तक्कम्मसेसयाओ अ । दारिद्दमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥ ११९॥
211
અગિયારમું શ્રવણ દ્વાર
પછી તે તગરા નગરીમાં શ્રેષ્ઠિપુત્ર થયો. સંકાશના ભવમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરીને ઉપાર્જન કરેલા લાભાંતરાય વગેરે કર્મનો અલ્પ અંશ હજી ભોગવવાનો બાકી રહેલો હતો. તેથી ત્યાં પણ દરિદ્ર બન્યો, અને મનોવાંછિતની પ્રાપ્તિ થતી ન હતી. વારંવાર ચિત્તમાં ઉદ્વેગ રહ્યા કરતો હતો. (૧૧૯)
केवलिजोगे पुच्छा, कहणे बोही तहेव संवेओ । િથમુચિŌિ, વેડ્વનવ્વસ વૃદ્ધિત્તિ ॥૨૦॥
એક વાર તેને કેવળી ભગવંતનો યોગ થયો. તેણે કેવળી ભગવંતને પૂછ્યું – હે ભગવન્ ! મેં પૂર્વભવમાં કયું કર્મ કર્યું કે જેથી હમણાં મારા મનોરથો પૂરાતા નથી. કેવળી ભગવંતે સંકાશના ભવથી માંડીને અત્યાર સુધીના ભવોનો વૃત્તાંત કહ્યો. આથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. અંતરમાં સંવેગ પ્રગટ્યો. આથી તેણે કેવળીને પૂછ્યુંહે ભગવન્ ! મેં દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનો જે અપરાધ કર્યો તે વિષે હમણાં મારે શું કરવું યોગ્ય છે ? કેવળીએ કહ્યું– જિનમંદિર, જિનપ્રતિમા, રથયાત્રા, સ્નાત્રમહોત્સવ વગેરેની પ્રવૃત્તિ થાય એ માટે સુવર્ણ આદિની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. (૧૨૦)
गासच्छायणमित्तं, मुत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेइयदव्वं नेअं, अभिग्गहो जावजीवा ॥ १२१ ॥
પછી તેણે વેપાર કરતાં મને ભોજન અને વસ્ત્રોથી અધિક જે કંઇ મળે તે બધું દેવદ્રવ્ય જાણવું, મારે એનો ઉપયોગ ન કરવો, આવો અભિગ્રહ જીવનપર્યંત લીધો. (૧૨૧)
सुहभावपवित्तीए, संपत्ती भिग्गहंमि निच्चलया । ચેÍહારવાં, તથૅ સયા મોનસુન્દ્રી ?૨૨૫
આવો અભિગ્રહ ધારણ કરનારા તે મહાત્માને શુભભાવ થવાથી દેવદ્રવ્યનું દેવું ચૂકવી દેવાની ઇચ્છાથી વિશિષ્ટ આશય વધતો રહ્યો. આથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયો. આથી અતિશય ઘણી સંપત્તિ મળી. સંપત્તિ પ્રાપ્ત થતાં તે પોતાના નિયમમાં દઢ રહ્યો. ‘‘જેમ લાભ વધે તેમ લોભ વધે’’ એ વચનાનુસાર તેને તે દ્રવ્યનો પોતાના માટે, ઉપયોગ કરવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન થઈ. પછી તેણે તે જ તગરાનગરીમાં જિનમંદિર બંધાવ્યું.
(તત્ત્વ સયા મોરિસુદ્ધી=) જિનમંદિર બંધાવવામાં તે શાસ્ત્રને આધીન બનીને વિચાર કરતો હતો. શાસ્ત્રને આધીન બનીને સર્વત્ર ભૂમિ આદિની શુદ્ધિ રાખતો હતો.
જિનમંદિર નિર્માણનો વિધિ
કહ્યું છે કે – ભૂમિશુદ્ધિ, દલશુદ્ધિ, ભૃતકાસંધાન, સ્વાશયશુદ્ધિ અને યતના એ જિનમંદિર નિર્માણનો
વિધિ છે.
ભૂમિશુદ્ધિ- દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. હાડકાં અને બીલો વગેરે શલ્યથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્ય લોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે.