________________
( 234
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (234)
શ્રાદ્ધદિનકૃત્ય બહુમાનપૂર્વક તેની સાથે વાત કરતો હતો.
એકવાર તેવો કોઈ પ્રસંગ બની જતાં રાજા મંત્રી ઉપર ખૂબ ગુસ્સે થયો. આથી મંત્રી ભય પામીને રાતના એકલો પોતાના ઘરેથી નીકળીને નિત્યમિત્રના ઘરે ગયો. તેણે નિત્યમિત્રને કહ્યું: રાજા મારા ઉપર રુટ થયો છે. રાજા મારું શું કરે તે કહેવાય નહિ. કદાચ મને મારી પણ નાખે. આથી અત્યારે હું તારા શરણે આવ્યો છું. તું મારી રક્ષા કરી નિત્યમિત્રે કહ્યું: આપણી મૈત્રી છે એ વાત સાચી. પણ અત્યારના સંયોગોમાં હું તારું રક્ષણ કરી શકું તેમ નથી. અત્યારે રાજાનો ભય છે. તારા એકના રક્ષણ માટે કુટુંબ સહિત મારી જાતને આપત્તિમાં હું મુકી શકું નહિ. તેથી તું, અહીંથી જલદી ચાલ્યો જા. આ પ્રમાણે નિત્યમિત્રે મંત્રીનું રક્ષણ ન કર્યું અને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. આથી મંત્રીએ વિચાર્યું : કાર્ય-અકાર્ય, ભસ્ય-અભક્ષ્ય, પેચ-અપેય વગેરેને વિચાર્યા વિના જેનું મેં પાલન-પોષણ કર્યું તે આવા સમયે મને કામમાં આવ્યો નહિ. પછી મંત્રી પર્વમિત્રના ઘરે ગયો. મંત્રીએ વિગત કહીને રક્ષણની માગણી કરી. પર્વમિત્રે ગૌ વાણીથી કહ્યું: હે મિત્ર! આપણે પર્વના દિવસોમાં એકબીજાનું સન્માન કરીએ છીએ. આપણા બેની નેહવાળી મૈત્રી છે. તને હું મારું બધું આપી દઉં તો પણ ઓછું ગણાય. એથી અત્યારે તારું રક્ષણ કરવું એ મારી ફરજ છે. તારા માટે હું પ્રાણ આપવા તૈયાર છું. પણ મારા કુટુંબનું શું? તું મને પ્રિય છે તેમ કુટુંબ પણ મને પ્રિય છે. આથી મારે વ્યાવ્રતટી ન્યાય ઉપસ્થિત થયો છે. આ બાળકોનું પાલનપોષણ કરવું એ મારી ફરજ છે. માટે હે મિત્ર! આ બાળકો ઉપરકરુણા કરીને તું બીજે ક્યાંય જતો રહે. આથી મંત્રી ત્યાંથી નીકળી ગયો. પર્વમિત્ર ચોરા સુધી તેને વળાવવા ગયો.
મંત્રીએ વિચાર્યું: આ બે મિત્રો માટે મેં ઘણો ભોગ આપ્યો છતાં અવસરે તે બંને મને કામમાં ન આવ્યા. હવે પ્રણામમિત્રના શરણે જાઉં. પણ ત્યાં ય મને રક્ષણની આશા દેખાતી નથી. કારણ કે તેની સાથે તો માત્ર વાત કરવાની અને પ્રણામ કરવાની જ મૈત્રી છે. છતાં ત્યાં જઉં અને તે શું કરે છે તે જોઉં. આમ વિચારીને તે પ્રણામમિત્રના ઘરે ગયો. પ્રણામમિત્રને પોતાની બધી વિગત જણાવી. પ્રણામમિત્રે કહ્યું: તારા વિનય અને પ્રણામથી હું તારો ણી . હમણાં તને સહાય કરીને ઋણથી મુક્ત બનીશ. તું જરા પણ ભય ન પામે. હું તારું રક્ષણ કરીશ. મારા જીવતાં કોઈની તાકાત નથી કે તારા રૂંવાડાનું અહિત કરી શકે. પછી પ્રણામમિત્રે તેને કોઈન જાણી શકે તેવા ગુણસ્થાનમાં સુરક્ષિત રાખ્યો. ત્યાં મંત્રી ઘણો સમય નિ:શંકપણે સુખપૂર્વક રહ્યો. '
આ કથાનો ઉપનય આ પ્રમાણે છે– સોમદત્તમંત્રીના સ્થાને જીવ જાણવો. નિત્યમિત્રના સ્થાને શરીર છે. શરીરનું સારી રીતે રક્ષણ કર્યું હોય તો પણ કર્મરૂપી રાજા તરફથી મરણરૂપ આપત્તિ આવે છે ત્યારે શરીર જીવને મરણથી બચાવતું નથી, અને જીવની સાથે એક પગલું પણ જતું નથી. સ્વજનો પર્વમિત્ર સમાન છે. તેમના ઉપર ઘણો ઉપકાર ર્યો હોય તો પણ મૃત્યુ સમયે આકંદન કરતા શ્મશાન સુધી આવીને પાછા જતા રહે છે. ધર્મ પ્રણામમિત્ર સમાન છે. તે પરલોકમાંજીવની સાથે જાય છે. જીવો મુખ્યપણે પોતાના ગૃહસ્થપણાના કાર્યમાં (શરીર અને કુટુંબના પાલનમાં) મશગુલ રહે છે, ધર્મ તો ક્યારેક કરે છે. આમ છતાં પરલોકમાં માત્ર ધર્મ જ સહાયક છે. આ લોકમાં પણ આપત્તિના અવસરે ધર્મ જ સહાય કરે છે.
આ પ્રમાણે ઉપનયબતાવ્યા પછી આચાર્યભગવંતે મંત્રીને કહ્યું- હેમહાનુભાવ! આ જગતમાં જિનકથિત ધર્મ જ સર્વોત્તમ છે. સર્વસંગના ત્યાગથી તે ધર્મ સંપૂર્ણ થઈ શકે છે. આ પ્રમાણે સાંભળીને મંત્રીએ રાજાને ધર્મ પમાડીને શ્રાવક બનાવ્યો, અને પછી સ્વયં દીક્ષા લીધી. આ પ્રમાણે દિવાકરે પહેલાં ઉત્તમની અને પછી સર્વોત્તમ ધર્મની સેવા કરી. તે સંસારમાં મનુષ્ય-સ્વર્ગલોકનાં સુખોને પામીને મોક્ષસુખને પ્રાપ્ત કરશે.