________________
235 )
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર કુમિત્રની સોબત ન કરવી અને સુમિત્રની સોબત કરવી એ આ દષ્ટાંતનો સાર છે. (૧૬) तम्हा जे सीलसंजुत्ता, गीयत्था पावभीरुणो । ते मित्ता सव्वहा कुजा, इच्छंतो हियमप्पणो ॥१७०॥
આ પ્રમાણે કુમિત્ર અને સુમિત્રની સોબતનું ફલ દષ્ટાંત સહિત બતાવીને સત્સંગનો ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે
તેથી આત્માના ઉભયલોકના હિતને ઈચ્છતા શ્રાવકે શીલસંયુક્ત, ગીતાર્થ અને પાપભીરુએવા પરમધાર્મિક ગૃહસ્થોને મન-વચન-કાયાથી મિત્રો કરવા જોઈએ.
શીલસંયુક્ત-શીલસંયુક્ત એટલે સદાચારસંપન્ન, અથવા સદ્ગતયુક્ત. સદાચારની વ્યાખ્યા આ પ્રમાણે છે- “લોકાપવાદનો ભય, દીન-દુ:ખી જીવોનો ઉદ્ધાર કરવામાં આદર, ઉપકારીના ઉપકારને નહિ ભૂલવા રૂપ કૃતજ્ઞતા, પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પણ અન્યની યોગ્ય પ્રાર્થનાનો ભંગ ન કરવા રૂપ સુદાક્ષિણ્ય – આ સદાચારો છે.” તથા “વિપત્તિમાં દીન ન બનવું, મહાપુરુષોના પગલે ચાલવું, ન્યાયયુક્ત આજીવિકા ઉપર પ્રેમ રાખવો, પ્રાણ જાય તો પણ મલિન કામ ન કરવું, અસપુરુષોની પાસે પ્રાર્થના કરવી, મિત્ર પણ અલ્પધનવાળો હોય તો તેની પાસે યાચના ન કરવી, પુરુષોનું તલવારની ધાર સમાન આ વિષયવ્રત કોણે કહ્યું છે?”
ગીતાર્થ ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થને જાણનારા સાધુઓ. કહ્યું છે કે –“સૂત્રને ગીત કહેવામાં આવે છે. સૂત્રના વ્યાખ્યાનને અર્થ કહેવામાં આવે છે. ગીતથી અને અર્થથી સાધુને ગીતાર્થ જાણ.” ગીતાર્થ સાધુઓની સેવા કરવાના કારણે શ્રાવકો પણ ઉપચારથી ગીતાર્થ કહેવાય છે, અર્થાત્ ગીતાર્થ એટલે પ્રવચન કુશલ. (શ્રાવકો સાધુઓની સેવા કરીને પ્રવચનકુશલ બને છે માટે ગીતાર્થ કહેવાય છે.)
પાપભીરુ પાપભીરુ એટલે ગાઢકર્મબંધના ભયથી તીવ્ર આરંભનો ત્યાગ કરનારા કહ્યું છે કે – “શ્રાવક તીવ્ર આરંભનો (=જેનાથી ઘણા જીવોને પીડા થાય તેવા કઠોર ધંધાનો) ત્યાગ કરે. કદાચ નિર્વાહન થાય એથી તીવ્ર આરંભ કરે તો પણ ઈચ્છા વિના (=અનાદરભાવથી) કરે. આરંભરહિત લોકની (=સાધુઓની) પ્રશંસા કરે, તથા સર્વ જીવો પ્રત્યે દયાળુ હોય.” (ધ.ર...ગા.૬૫) (૧૭)