________________
236 )
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય (૧૫) ભોજન દ્વાર तओ भोयणवेलाए, आगयाइ सुसावओ । पुइत्ता जहसत्तीए, गिहबिंबाणि वंदए ॥१७१॥ હવે પંદરમા “ભોજન દ્વારનું વિવરણ કરતા ગ્રંથકાર કહે છે–
ન્યાયથી વ્યવસાયર્યા પછી ભોજનવેળા થયે છતે સુશ્રાવક ગૃહબિંબોની યથાશક્તિ પૂજા કરીને પ્રસિદ્ધ ચૈત્યવંદનની વિધિથી વંદન કરે.
અહીંમધ્યાહસમય ભોજનળા છે. અથવા પોતાની પ્રકૃતિને અનુકૂળ ભોજનવેળા સમજવી. (૧૭૧), ढोइत्ता अग्गकूरंतु, तओ साहू निमंतए । दिट्ठा य नियघरे इंता, तओ गच्छिज्ज संमुहो ॥१७२॥ दारं १५॥
પછી રસોઈ તૈયાર થયે છતે ગૃહબિંબોની આગળ-ઉત્તમ ચોખાથી બનાવેલા * ભાત વગેરે આહારંધરે. પછી સાધુઓને નિમંત્રણ કરે. જો અષ્ટગોચરચયના કમથી ઉચ્ચ-નીચ ઘરોમાં ફરતા સાધુઓ સ્વયમેવ પોતાના ઘરે આવતા જોવામાં આવે તો શ્રાવક તેમની સન્મુખ જાય.
અષ્ટ એટલે આઠ. સાધુઓની આઠ ગોચર ચર્યા આ પ્રમાણે છે–
કન્વી, ગત્વા પ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપેટા, અત્યંતરસંબૂકા અને બહિ:શબૂકા એ આઠ ગોચર ભૂમિ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે– ૧. અજવી- ક્વી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એક્રેણિમાં રહેલા ઘરોમાં
મશ: ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા
માર્ગ ઉપાશ્રયમાં પાછો આવે તે ઋક્વી. ૨. ગcપ્રત્યાગતિ– જેમાં ગત્વા એક શ્રેણિમાં ફરીને પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરતો
આવે તે ગ–પ્રત્યાગતિ. ઋક્વીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી
ગૃશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગ–પ્રત્યાગતિ. ૩. ગોમૂત્રિકા-ગોમૂત્રિકાએટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં
રહેલા ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુન: જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુન: ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘરમશ:
ફરે તે ગોમૂત્રિકા. ૪. પતંગવીથિ- જેમાં પતંગની જેમ વીથિ = ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને
અનિયત ગતિથી ઉ–ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘર છોડીને અનિયત કમથી ફરે તે પતંગવીથિ. * ટીકામાં રહેલા પર શબ્દનો અર્થ આ પ્રમાણે છે - મા એટલે પહેલાનો ભાગ. નૂર એટલે ભાત. પહેલાના ભાગરૂપે ભાત તે અગ્રક્ર.
આ શબ્દાર્થ છે. પહેલાં દેવને ધરવાના ભાત તે અગ્રક્ર. ભાતના ઉપલક્ષણથી પહેલાં દેવને ધરવાનો કોઈ પણ પ્રકારનો આહાર તે અગ્રકૂર એવો ભાવાર્થ છે.