________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 231 )
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર વિશેષ કહે છેવિષ વગેરે એક જ જન્મમાં મારે છે. કુમિત્રોની સોબત તો અનેક જન્મો સુધી દુ:ખને લાવે છે. (૧૬૮) कुमित्तसंगमाओं य, लहंति पाणिणो दुहं । सुमित्ताओ परं सुक्खं, इत्थं नायं दिवायरो ॥१६९॥
કુમિત્ર-સુમિત્રની સોબતમાં અનુક્રમે દોષ-ગુણને પ્રગટ કરવા પૂર્વક દાંત બતાવવા માટે સૂત્રકાર કહે છે–
જીવો કુમિત્રની સોબતથી દુ:ખને પામે છે, સુમિત્રની સોબતથી ઉત્તમ સુખને પામે છે. આ વિષે દિવાકરનું દષ્ટાંત છે.
દિવાકરની કથા આ ભરતક્ષેત્રમાં વંગ દેશમાં વિશ્વાપુરીમાં જય નામના રાજાનો ચતુર્ભુજ નામનો પુરોહિત હતો. તેનો દિવાકર નામનો પુત્ર હતો. તે નિર્મલ બુદ્ધિવાળો હોવા છતાં જુવાનીમાં વિદ્યા ભણ્યો નહિ. પરલોકમાં જતી વખતે પિતાએ તેને કહ્યું: વિદ્યા સર્વ જીવોને સુખ આપનારી છે. તેમાં પણ બ્રાહ્મણોને વિશેષથી સુખ આપનારી છે. વિદ્યારહિત પુત્રથી શું કહ્યું છે કે – “ગર્ભ ગળી જાય એ હજી સારું, તુકાળમાં સ્ત્રીગમન ન કરવું એ હજી સારું છે, મરેલો પુત્ર જન્મે એ હજી સારું છે, કન્યા જન્મે એ પણ હજી સારું છે, પત્ની વંધ્યા રહે એ હજી સારું છે, ગૃહવાસમાં પ્રયત્ન ન કરવો = લગ્ન ન કરવાં એ હજી સારું છે, પણ અવિદ્વાન પુત્રરૂપ, ધન અને બલથી પણ યુક્ત હોય તો પણ સારો નથી.” હવે તને બીજી વાત કહું છું – વિદ્યારહિત પણ તું જો ઉત્તમની સેવા કરીશ તો તને ઉત્તમગુણોની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે – “સુસંગ કરવો, કુસંગ ન કરવો. કારણકે જે જેવાની સાથે મૈત્રી કરે છે તે જલદી તેના જેવા થાય છે. પુષ્પોની સાથે રહેતા તલ પણ પુષ્પ જેવી ગંધવાળા થઈ જાય છે.” આંબો અને લીમડો એ બંનેના મૂળિયાં ભેગાં થયાં, તેમાં લીમડાના સંગથી આંબો નાશ પામ્યો-લીમડાના ધર્મને પામ્યો = કડવો બની ગયો.”
| દિવાકરે તે પ્રમાણે સ્વીકાર્યું. પિતાના મૃત્યુબાદ તે કેટલાક દિવસો પછી પુરોહિતપદથી ભ્રષ્ટ થયો. આથી તેણે વિચાર્યું. પહેલાં અધમ માણસની સેવા કરું. તેનું શું પરિણામ આવે છે તે જોઉં. પછી ઉત્તમની સેવા કરું. આમ વિચારીને તે પરદેશમાં ગયો. ત્યાં ગામમાં વૃદ્ધ ઠાકોરની સેવા કરવા લાગ્યો. તેના નોકર પિંગલની સાથે મૈત્રી કરી. પિંગલની પત્ની મિત્રસેનાની સાથે મૈત્રી કરીને તે રાજા વગેરે લોકોને તેવા વચનોથી અને વિજ્ઞાનથી ખુશ કરે છે. એક્વાર રાજાએ એક શ્લોકનો “સમાનશીલવાળાઓમાં અને સમાનવ્યસનવાળાઓમાં મૈત્રી હોય” આવો ચોથો પાદ કરીને કહ્યું: આ સમસ્યાને જે પૂરે તેને હું વરદાન આપીશ. આ સાંભળીને દિવાકરે તે સમસ્યાને પૂરી. તે આ પ્રમાણે – મૃગલાઓ મૃગોની સાથે, ગાયો ગાયોની સાથે, મૂર્ખાઓ મૂર્ખાઓની સાથે અને બુદ્ધિશાળીઓ બુદ્ધિશાળીઓની સાથે સંગ કરે છે. કારણ કે સમાનશીલવાળાઓમાં અને સમાન વ્યસનવાળાઓમાં મૈત્રી હોય.
ખુશ થયેલા રાજાએ કહ્યું: હે ભદ્ર! હું તને શું આપું? તેણે કહ્યું: મારા દારિદ્રયનો નાશ કરો. તેથી રાજાએ તેને એકસો ને સાડા આઠ ગામો આપ્યા. કોઈવાર દુવચન બોલનારા પિંગલને રાજાએ જિહાછેદ દંડ કર્યો. દિવાકરે મિત્ર પિંગલને જીવિતદાન અપાવ્યું. એક્વારતેની ગર્ભવતી પત્ની મિત્રસેનાને મોરનું માંસ ખાવાનો દોહલો થયો. તેણે દિવાકરને આ વાત કહી. દિવાકરે કહ્યું: રાજાના મોર સિવાય બીજો કોઈ મોર મળી શકે તેમ નથી. તેથી