________________
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (230)
શ્રાદ્ધદિનકૃત્ય અનર્થ કરનારી પાપઋદ્ધિ જાણવી.”
માટે કરવા યોગ્ય દિવપૂજા દાન વગેરે દૈનિક કાર્યોમાં કે “સંઘપૂજા ‘સાધર્મિક ભક્તિ' વગેરે વાર્ષિક કાર્યોમાં ખર્ચને લક્ષ્મીને પુણ્યોપયોગી બનાવવી.
(૧૫) ખર્ચ પણ કમાણીને અનુસાર કરવો. કહ્યું છે કે– “पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय कल्पयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्त्तव्यपोषणे ॥१॥"
કમાણીના ચોથા ભાગનો સંગ્રહ કરવો, ચોથો ભાગ વ્યાપારમાં, ચોથો ભાગ ધર્મ માટે અને ભોગઉપભોગમાં ખર્ચવો અને ચોથો ભાગ પોતાના આશ્રિતોને અંગે ખર્ચવો (આપવો).”
કોઈ એમ પણ કહે છે“आयादड़ नियुञ्जीत, धर्मे समधिकं ततः । शेषेण शेषं कुर्वीत, यत्नतः तुच्छमैहिकम् ॥१॥"
"કમાણીનો અડધો કે તેથી વધારે ભાગ ધર્મમાં ખર્ચવો, અને બાકીનાથી આ લોકના ભોગ વગેરે સઘળાં તુચ્છ કાર્યો (જયણાથી) કરકસરથી કરવાં.”
અહીં કેટલાક વિવેક કરે છે કે- ઉપર કહેલાં ચાર ભાગો સામાન્ય વૈભવવાળાને અને બે ભાગો શ્રીમંતને અંગે સમજવા. (અહીં ૧૬૪મી ગાથા પૂર્ણ થઈ.) (૧૬૪)
कुसीलाणं तु संसग्गी, धम्मखिंसाई कारणं । इह लोए परलोए य, महादुक्खाण दायगा ॥१६५॥ . વળી બીજું
જુગારી, પરસ્ત્રીગામી, વ્યભિચારી, અને નટવગેરે કુશીલ માણસોની સોબત ધર્મનિંદા આદિનું કારણ છે. તથા આલોકમાં અને પરલોકમાં મહાન દુ:ખ આપનારી છે. (૧૫)
वरं वाही वरं मच्चू, वरं दारिद्दसंगमो । वरं अरनवासो य, मा कुमित्ताण संगमो ॥१६६॥
શરીરે રોગ થાય એ હજી સારું છે, મૃત્યુ થાય એ હજી સારું છે, દારિયનો યોગ થાય એ હજી સારું છે, વનવાસ હજી સારો છે, પણ કુમિત્રોની સોબત સારી નથી. (૧૬ ૬)
विसं हालाहलं भुत्तं, जह पाणा विणासए । एवं कुमित्तसंजोगो, दुक्खहेऊ न संसओ ॥१६७॥ આ જ વિષયને દષ્ટાંત સહિત કહે છે
જેવી રીતે ખાધેલું હલાહલ વિષ પ્રાણોનો નાશ કરે છે તે રીતે કુમિત્રોની સોબત દુ:ખનું કારણ છે, એમાં કોઈ સંશય નથી. (૧૬૭)
इक्मि चेव जम्मंमि, मारयति विसाइणो । कुमित्ताणं तु संजोगो, जम्मे जम्मे दुहावहो ॥१६८ ॥