________________
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
વખતે તમારું મન શુદ્ધ હોવાથી તમને અંદર બેસાડ્યા અને અત્યારે ચામડું ખરીદનારનું મન શુદ્ધ હોવાથી તેને અંદર બેસાડ્યો.
228
આ પ્રમાણે ધનલોભી માણસો ધનખાતર બીજાનું અહિત ઈચ્છીને પોતાનું મન મલિન બનાવે છે. (૭) પોતે જે વસ્તુનો વેપાર કરતો હોય તેની અછત થાય તો સારું એમ ન ચિંતવવા છતાં, કોઈ કારણથી તે વસ્તુની અછત થાય અને વધારે નફો થાય તો પણ ‘“અછત થઈ તો સારું થયું, જેથી મને ઘણો નફો થયો.’’ એમ અનુમોદના ન કરવી. અન્યથા મન મલિન,બનવાથી ઘોર પાપ બંધાય.
(૮) કોઈપણ જાતની અનીતિ ન કરવી.
તોલા—માપ ખોટાં રાખવાં, તોળવામાં ન્યૂનાધિક કરવું, સારી–નરસી વસ્તુઓની ભેળસેળ કરવી, અનુચિત વ્યાજ લેવું, લાંચ આપવી લેવી, ખોટાં કે ઘસાયેલાં નાણાં વગેરે સારામાં ખપાવવા, વેચાણ–ખરીદને કબૂલ ન કરવા – ફરી જવું, બીજાના ગ્રાહકોને ભરમાવવા, સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપવી ઈત્યાદિ કોઈપણ પ્રકારની અનીતિ ન કરવી. અનીતિ કરીને જેઓ બીજાને ઠગે છે, તેઓ ખરેખર તો પોતાને જ ઠગે છે. આ અંગે કહ્યું
છે કે—
विधाय मायां विविधैरुपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापर्वग-सुखान्यहो मोहविजृम्भितानि ॥
જેઓ અનેક પ્રકારે કપટ કરીને બીજાઓને ઠગવાનું કામ કરે છે, તેઓ ખરેખર ! પોતાના આત્માને સ્વર્ગ કે મોક્ષનાં સુખોથી ઠગે છે. અહો ! મોહનો વિલાસ કેવો છે !’’
તથા સ્વામી, મિત્ર, વિશ્વાસુ, દેવ, ગુરુ, વૃદ્ધ, બાળ વગેરેનો દ્રોહ કરવો કે કોઈની થાપણ ઓળવવી વગેરે પાપવાળાં કાર્યો તો હત્યા કરવા બરાબર હોવાથી સર્વથા છોડવાં.
(૯) સાક્ષી રાખ્યા વિના કોઈને પણ પોતાનું ધન આપવું નહિ. કારણકે ધન મળ્યા પછી લેનારની બુદ્ધિ ફરી જાય એ ઘણું જ સંભવિત છે. ધનના લોભથી ભલભલા માણસોની બુદ્ધિ ફરી જાય છે. આથી તમે માગવા જાઓ ત્યારે તેં મને નથી આપ્યા એમ કહે. સાક્ષી ન હોય તો કોર્ટ આદિથી પણ કંઈ ન થાય. આથી સાક્ષી રાખીને જ ધન આપવું. સાક્ષી રાખીને ધન આપ્યું હોય તો પાછું મળે એ વિષયમાં રમૂજી અને બોધપ્રદ દષ્ટાંત જાણવા જેવું
છે
ઘંટી, ઘાણી અને ઉઘરાણી એ ત્રણે ફરતાં સારાં એવું સમજનાર એક વાણિયો, ઉઘરાણી કરવા ગામડે ગયો. બન્યું એવું કે પાછા વળતાં ચોરો તેને ઘેરી વળ્યા. ધન માગ્યું. વણિકે કહ્યું : મારે તો આપવાના જ છે. આવતા ભવના ઉધારે આપીશ. આ ભવમાં પાછા નહિ લઉં. પણ નીતિનો નિયમ છે કે કંઈ પણ આપવું હોય તો સાક્ષી રાખીને આપવું. ચોરો તો રાજી થયા. સાક્ષી માટે એક જંગલી કાબરચિત્રા બિલાડાને પકડી લાવ્યા. બિલાડાને બતાવીને ચોરો બોલ્યા : આ અમારો જામીન–સાક્ષી છે. શેઠે પોતાની પાસે હતું એટલું ધન આપી દીધું. વણિક તે સ્થાનને બરોબર ખ્યાલમાં રાખીને પોતાના ગામે ગયો.
થોડા વખત પછી તે ચોરો કોઈ કામે વણિકના ગામમાં આવ્યા. વણિકે તેમને ઓળખી લીધા. વિણકે તેમની પાસે પોતાના ધનની માગણી કરી. ચોરોએ ના પાડી એટલે લહ થયો. છેવટે તે મામલો રાજેંદ્વારે પહોંચ્યો. ન્યાયાધીશે વણિકને પૂછ્યું : ધન આપ્યું ત્યારે કોઈ સાક્ષી હતું ? વણિકે પાંજરામાં રાખેલા એક બિલાડાને બતાવીને કહ્યું : આ મારો સાક્ષી છે. ચોરો બોલી ઊઠ્યા : તે આ નથી. તે તો કાબરચિત્રા વર્ણનો હતો, અને આ તો કાળો