________________
217 )
શ્રાદ્ધદિનકૃત્ય
(217)
અગિયારમું શ્રવણ દ્વાર પ્રમાણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય. (૧૪૨)
जिणपवयणवुड्विकरं, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥१४३॥
જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે તે અલ્પસંસારી થાય.
અલ્પસંસારી થાય એનો અર્થ એ છે કે નજીકમાં જ મુક્તિમાં જવાના કારણે સંસારમાં અલ્પકાળ જ રહેનારો થાય.(૧૪૩)
जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाण । वटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१४४॥
જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીર્થંકરપદને પામે છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને અરિહંતની અને પ્રવચનની અતિશય ભક્તિ કરવાના કારણે તીર્થકરપદનો લાભ સુપ્રસિદ્ધ જ છે. (૧૪૪)
एवं नाऊण जे दव्वं, वुद्धिं निति सुसावया । जरामरणरोगाणं, अंतं काहिंति ते पुणो ॥१४५॥ દેવદ્રવ્યના વર્ણનનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે
આ પ્રમાણે દેવદ્રવ્યની વૃદ્ધિથી જિનશાસનની ઉન્નતિ વગેરે જાણીને જે સુશ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે શ્રાવકો જરા-મરણ-રોગોનો અંત કરશે, અર્થાત્ ભોક્ષપદને પામશે. (૧૪૫)
अह धम्मदेसणत्थं, तत्थ सूरी न आगओ। . पुव्वुत्तेण विहाणेणं, वसहीए गच्छए तओ ॥१४६॥ શ્રવણદ્વારમાં જ વિશેષ વિધિને કહે છે–
હવે જો કોઈ કારણથી જિનમંદિરમાં આચાર્ય ભગવંતન પધાર્યા હોય તો પૂર્વોક્ત વિધિથી સાધુના ઉપાશ્રય જાય.
પૂર્વોક્ત વિધિથી ઋદ્ધિમાન શ્રાવક અથ-હાથી વગેરે રીતે આડંબરથી જાય, અને સામાન્ય શ્રાવક સામાયિક સ્વીકારવાની વિધિથી જાય. (૧૪૬)
जइविन आहाकम्मं, भत्तिकयं तहवि वजयंतेहिं । મરી નુ હોય, નિપા નો વિડિંતો ૨૪૭ | સાધુઓ જિનમંદિરમાં જ કેમ નથી રહેતાએવી શંકાને વ્યવહાર ભાષ્યની ગાથાઓથી દૂર કરતા
* વ્યવહાર સૂત્રના નવમા ઉદ્દેશામાં આ ગાથાઓના અનુક્રમે ૭૦-૭૧-૭૨-૭૩ નંબર છે.