________________
( 221
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વારા (૧૪) વ્યવહારશુદ્ધિ દ્વાર लक्खं विसं च लोहं च इंगाल-वणछेयणं । भाडिं फोडिं च, वजिजा दंतसंखवणिजयं ॥१५६॥ दारं १४ ॥ वजे रसकेसवाणिजं, तहा जंताण पीलणं । સર-હ-તાસો, વાતાવયં તદા ૧૭
હવે શ્રવણ દ્વાર પછી ચૌદમું “વ્યવહારશુદ્ધિ દ્વાર” છે. તેમાં પહેલાં પંદર કર્માદાનના ત્યાગ માટે બે ગાથાઓને કહે છે
પંદર કર્માદાન *અંગારકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટકર્મ, સ્ફોટકકર્મ, દંતશખવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્રપલણ, નિલઇન, દવાગ્નિદાપનક, સરદ્રતતડાગશોષણ, અસતીપોષણ એ પંદર કર્માદાનનો શ્રાવક ત્યાગ કરે.
અંગારકર્મ - અંગારા કરવા, ભટ્ટી કરવી, ઘડા બનાવવા, લોઢું અને સોનું (વગેરે ધાતુ) બનાવવું, તાંબા વગેરે ધાતુનાં વાસણો બનાવવા, ઈટો પકાવવી વગેરે અંગાર કર્મ છે. (ટૂંમાં અગ્નિની અને અગ્નિદ્વારા બીજા જીવોની પણ હિંસા થાય તે અંગારકર્મ છે.)
વનકર્મ - છેદેલા કે નહિ છેદેલા વનના પત્ર, પુષ્પ અને ફલને વેચીને અને કણોને દળવા વગેરેથી આજીવિકા ચલાવવી તે વનકર્મ છે. (ટૂંકમાં, જેમાં વનસ્પતિકાયની અને વનસ્પતિદ્વારા બીજા જીવોની પણ જેમાં હિંસા થાય તે વનકર્મ છે.)
શકટકમ - ગાડાં બનાવવા, હાંકવાકે વેચવા એ શટકર્મ છે. મોટર =કાર) વગેરે આધુનિક સાધનો બનાવવા કે વેચવા તે પણ શટર્મ છે.
ભાટકકર્મ - ગાડું, બળદ, પાડો, ઊંટ, ગધેડો, ખચ્ચર, અશ્વ વગેરેને ભાર વહન કરાવીને આજીવિકા ચલાવવી તે ભાટકકર્મ છે. સ્કુટર, મોટર, રીક્ષા વગેરે ભાડે ફેરવવી તથા ટુર એંડ ટ્રાવેલ્સ પણ ભાટકકર્મ છે. - સ્ફોટકકર્મ - તળાવ-કૂવા વગેરે ખોદવું તથા પત્થરો ફોડવા વગેરે સ્ફોટક કર્મ છે. બોરીંગ અને વોટર વર્ડ્સ વગેરે પણ સ્ફોટકકર્મ છે.
દંતશખવાણિજ્ય - પંચેંદ્રિય અને વિકલૈંદ્રિય જીવોના દાંત, વાળ, નખ, શિંગડા, રૂવાટાં, હાડકાં, પીંછા, કોડી, શંખ, છીપ વગેરે અંગોને તેના સ્થાનમાં ખરીદવા, અર્થાત્ ઉત્પત્તિ સ્થાનમાં ખરીદવા, એટલે કે જે લોકો (ભીલવગેરે) પ્રાણીઓનાં દાંત વગેરે અંગો એકઠાં કરતા હોય તેની પાસેથી સીધા ખરીદવા, તેતશખવાણિજ્ય છે. (અહીં તાત્પર્ય આ પ્રમાણે છે – મૂળમાં તો શ્રાવકર્માદાનનો ધંધો ન કરે એ નિયમ મુજબ દંતશખવાણિજ્ય નકરે. જો આજીવિકાનું અન્ય કોઈ સાધન હોયજ નહિતો ઉત્પત્તિસ્થાનેથી તો ન જ ખરીદે, વેપારી પાસેથી ખરીદે. આમાં પરિણામોની નિર્બેસતા વગેરે દોષ અલ્પ થાય.) * અહીં જણાવેલા કમને બદલીને પ્રસિદ્ધ કમથી અનુવાદ ક્ય છે. *વગ્નિદાપનકનું બીજું પ્રસિદ્ધ નામ દવદાન છે. સહદ્રતડાગશોષણનું બીજું પ્રસિદ્ધ નામ જલશોષણ છે.