________________
210)
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય, કારણે થોડો ખર્ચ કરવાથી કામ બરોબર થશે કે વધારે ખર્ચ કરવાથી ? એવી સમજણ ન હોવાથી દેવદ્રવ્યનો વિનાશ થાય. (૧૧૨)
धम्मं व सो न याणेइ, जिणं वा वि जिणागमं । भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ ॥११३॥ જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે કે ઉપેક્ષા કરે છે તે ધર્મને, જિનને કે જિનાગમને જાણતો નથી.
અહીં મૂળગાથામાં ભક્ષણનો અને ઉપેક્ષાનો ફરી જે ઉલ્લેખ કર્યો તે ભક્ષણ અને ઉપેક્ષા મહાદોષ છે એવું જણાવવા માટે કર્યો છે. (૧૧૩)
अहवा नरयाउयं तेण, बद्धं चेव न संसओ । तत्तोवि सो चुओ संतो, दारिदेण न मुच्चइ ॥११४॥
અથવા દેવદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કરનારે નરકનું આયુષ્ય બાંધી જ દીધું છે, એમાં કોઈ સંશય નથી. નરમાંથી નીકળીને બીજે જન્મેલો તે દરિદ્રતાથી મૂકાતો નથી. (૧૧૪)
पमायमित्तदोसेणं, जिणरित्था जहा दुहं । पत्तं संकाससड्डेणं, तहा अन्नो वि पाविही ॥११५॥
જેવી રીતે સંકાશ શ્રાવકે માત્ર પ્રમાદ દોષથી દેવદ્રવ્યનો ઉપયોગ કરવાના કારણે દુ:ખને પામ્યો તેમ બીજે પણ શ્રાવક દુ:ખ પામશે. (૧૧૫)
संकासगंधिलावइ, सक्कवयारंमि चेइए कहवि । चेइय दव्वुवओगी, पमायओ मरणसंसारे ॥११६॥ तन्हा छुहाभिभूओ, संखिजे हिंडिऊण भवगहणे । પાયખવાદ વુન્નબ-વિયTISાવતું વદુસો
- સંકાશ શ્રાવકનું દષ્ટાંત ગંધિલાવતી નગરીમાં સ્વભાવથી જ ભવનાવૈરાગ્યવાળો સંકાશનામનો શ્રાવક હતો. તે ત્યાં“શકાવતાર” નામના જિનમંદિરમાં સાર-સંભાળ કરતો હતો. કોઈક વખત બીજાં કાર્યોમાં રોકાવાના કારણે અજ્ઞાન-સંશયવિપર્યાસરૂપ પ્રમાદથી દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો. તેનું આલોચન-પ્રતિક્રમણ કર્યા વિનાતે મૃત્યુ પામ્યો. ત્યાર પછી સંસારમાં ભૂખ-તરસ વગેરે દુ:ખથી પરાભવ પામતા તેણે સંખ્યાતા ભવો સુધી ભવોમાં પરિભ્રમણ કર્યું. તેમાં તેણે ઘાતન-વાહન અને ચૂર્ણન એ ત્રણ વેદનાઓ દરેક ભવમાં અનેકવાર સહન કરી. ઘાતન એટલે તલવાર અને ભાલા આદિથી છેદાવું. વાહન એટલે મીઠાની ગાડી વગેરે વાહનને ખેંચવું. ચૂર્ણન એટલે મુગર વગેરેથી કુટાવું. (૧૧૭)
दारिद्दकुलुप्पत्तिं, दरिद्दभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसु वि पाविउं बहुसो ॥११८॥
તે જીવ અનેક વાર દરિદ્રકુળમાં ઉત્પન્ન થયો. ત્યાં કોઈ કારણથી કે કારણ વિના પણ ઘણા લોકોના અવર્ણવાદને-તિરસ્કારને પામ્યો. મનુષ્યોમાં ઉત્પન્ન થવા છતાં પુત્ર અને સ્ત્રીઆદિથી નિંદનીય એવું બીજું પણ