________________
( 208 )
અગિયારમું શ્રવણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય તીર્થનો ઉદ્ધાર કરવો એ સુપુરુષોનો માર્ગ છે. સગરચકીના પુત્રો વગેરેએ અષ્ટાપદ વગેરે તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. (૧૦૩)
सिझंति केइ तेण वि, भवेण इंदत्तणं च पावंति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेऊणं ॥१०४॥ मणुयत्ते संपत्ता, इक्खागकुलेसु तहय हरिवंसे । सेणावई अमच्चा, इब्भसुया चेव जायंति ॥१०५॥
જિનમંદિરના ઉદ્ધારકોમાંથી જેમનાં સર્વ કર્મોનો ક્ષય થઈ ગયો છે તેવા કેટલાક મનુષ્યો તે જ ભવમાં મોક્ષને પામે છે. જેમનાં કર્મોહજી બાકી રહ્યાં છે, તેવા કેટલાક મનુષ્યો ઈન્દ્રપદને પામે છે. કેટલાક ઈન્દ્રસમાન થાય છે. બીજા પણ કેટલાક મહર્થિક દેવ થાય છે. ત્યાં દિવ્યસુખને અનુભવીને મનુષ્યભવમાં ઈક્વાકુ વગેરે) સુકુલમાં કે હરિવંશમાં જન્મ પામેલા તે જીવો હાથી, અશ્વ, રથ અને પગે ચાલનારા સૈનિકોએ ચતુરંગી સેનાના માલિક એવા મહાન રાજા થાય, અથવા મહામંત્રી, શ્રેષ્ઠિપુત્ર કે સાર્થવાહપુત્ર થાય. (૧૦૪-૧૦૫)
कलाकलावे कुसला कुलीणा, सयाणुकूला सरला सुसीला । सदेवमच्चासुरसुंदरीणं, आणंदयारी मणलोयणाणं ॥१०६॥
જિનમંદિરના ઉદ્ધારક જીવો લિપિ અને ગણિત વગેરે કળા સમૂહમાં કુશળ થાય છે. માતૃપક્ષ અને પિતૃપક્ષ વિશુદ્ધ હોય તેવા કુલીન હોય છે, સદાય અનુકૂલ હોય છે = સ્વ–પરનો ભેદ વિના બધાઓનું હિત કરનારા હોય છે, સરળ હોય છે, સુશીલ હોય છે = અપકાર કરનારા ઉપર પણ ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય છે, ઉત્તમ ગુણોના યોગથી દેવો, મનુષ્યો અને અસુરોની સુંદરીઓના મન-નેવીને આનંદ આપનારા હોય છે. (૧૦૬)
चंदुव्व सोमयाए, सूरो वा तेयवंतया । रइनाहुव्व रूवेणं, भरहो वा जणइट्ठया ॥१०७॥ कप्पडुमुव्व चिंतामणिव्व, चक्की व वासुदेवा वा। पूइजति जणेणं, जिन्नुद्धारस्स कत्तारो ॥१०८॥ भुत्तूण वरे भोए, काऊणं संजमंच अकलंकं । खविऊण कम्मरासिं, सिद्धिपयं झत्ति पाविति ॥१०९॥
જિનમંદિરના ઉદ્ધારકો સૌમ્યતાથી ચંદ્ર જેવા, તેજથી સૂર્ય જેવા, રૂપથી કામદેવ જેવા, લોવાંછાને પૂરવા માટે ભરત ચક્રવર્તી જેવા, કલ્પવૃક્ષ જેવા, ચિંતામણી જેવા, ચક્રવર્તી કે વાસુદેવ થાય છે, લોથી પૂજાય છે, ઉત્તમ ભોગોને ભોગવીને કષાયની મલિનતાથી રહિત એવા યથાખ્યાત ચારિત્રને પામીને કર્મસમૂહને ખપાવીને જલદી સિદ્ધિ પદને પામે છે. (૧૦૭-૧૦૯-૧૦૯)
इय जिन्नुद्धारो जिणवरेहिं, सव्वेहिं वन्निओ गुरुओ। मुक्खंगनाणसुरसंप-याण इह कारणं परमं ॥११०॥