________________
અગિયારમું શ્રવણ દ્વાર
(206)
શ્રાદ્ધદિનકૃત્ય
આ જ ગૃહસ્થાવાસનો સાર છે એમ કહે છેતેજ જ્ઞાન, વિજ્ઞાન, કળાઓમાં કૌશલ્ય, બુદ્ધિ, શરીર આદિની શક્તિ સારભૂત છે કે જે મંદિરના કામમાં
આવે.
જ્ઞાન = શાસ્ત્રના અર્થોનું જ્ઞાન વિજ્ઞાન ક્રિયાઓમાં ચાતુર્ય, કળાઓમાં કૌશલ્ય = વિદ્યાઓમાં કુશળતા. બુદ્ધિ = ભવિષ્યકાળની દષ્ટિ, અર્થાત્ ભવિષ્યનો વિચાર કરવાની શક્તિ. (૯)
જીર્ણોદ્ધારનું મહત્ત્વ जिणभवणाई जे उद्धरंति भत्तीइ सडियपडियाई । ते उद्धरंति अप्पं, भीमाओ भवसमुद्दाओ ॥१०॥ હવે જીર્ણોદ્ધારના ફળને દશ ગાથાઓથી કહે છે
જીર્ણ થઈ ગયેલાં કે શિખર આદિ પડી જવાના કારણે પડી ગયેલાં જિનમંદિરોનો ઉદ્ધાર બહુમાનપૂર્વક જેઓ કરે છે તે ભયંકર ભવસમુદ્રથી પોતાનો ઉદ્ધાર કરે છે.
જેવી રીતે સમુદ્રમાં મગરમચ્છ અન્ય પ્રાણીઓને ગળી જતા હોવાથી સમુદ્ર ભયંકર છે તેવી રીતે આ સંસારમાં જન્મ, જરા અને મરણ વગેરે દુ:ખસમૂહ જીવોને ગળી જાય છે માટે સંસાર ભયંકર છે. સંસાર એટલે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ.
જિનમંદિરોનો ઉદ્ધાર બહુમાનથી કરવો જોઈએ, કીર્તિ આદિને મેળવવાની ઈચ્છાથી નહિ. (૧૦૦) अप्पा उद्धरिओ च्चिअ, उद्धरियो तह य तेहिं नियवंसो । अन्ने य भव्वसत्ता, अणुमोयंता उजिणभवणं ॥१०१॥ . અથવા
જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ પોતાનો તો ઉદ્ધાર કર્યો જ છે. વધારામાં તેમણે સ્વવંશનો અને જિનમંદિરની અનુમોદના કરનારા અન્ય ભવ્ય જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે.
જિનમંદિરનો ઉદ્ધાર કરનારાઓએ જીર્ણોદ્ધાર વગેરે સત્કાર્યો કરવાના કારણે પોતાનો તો ઉદ્ધાર કર્યો જ છે. વધારામાં તેમણે સ્વવંશનો પણ ઉદ્ધાર કર્યો છે. કારણ કે સ્વવંશમાં થયેલા પિતા અને દાદા વગેરે પૂર્વજો સ્વર્ગ વગેરેમાં ગયા હોય અને અવધિજ્ઞાન આદિથી તેના સુકૃતને જાણીને અનુમોદના કરે એ સંભવિત છે. અથવા પોતાના પુત્ર અને પૌત્ર વગેરેનો સત્કાર્યમાં પ્રવૃત્તિ આદિથી ઉદ્ધાર કરે છે. (લઘુકર્મીપુત્ર વગેરે પિતાના જીર્ણોદ્ધારના કાર્યમાં સહકાર આપવા દ્વારા સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે એ સહજ છે.)
સ્વવંશ સિવાયના બીજા ભવ્ય જીવોકે જે જીવોનિટમુક્તિગામી છે તે જીવો તેણેસમરાવેલા જિનમંદિરની અનુમોદના કરે. અનુમોદના કરતા તે જીવો અનુમોદના સિવાય બીજા ધાર્મિક અનુષ્ઠાન કરતા હોય તો પણ તેમનું કલ્યાણ થાય છે. આથી જિનમંદિરનો ઉદ્ધાર કરાવનારાઓએ જિનમંદિરની અનુમોદના કરનારા ભવ્ય જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. (૧૦૧)
खवियं नीयागोयं, उच्चागोयं च बंधियं तेहिं । कुगइपहो निट्ठविओ, सुगइपहो अजिओ य तहा ॥१०२॥