________________
અગિયારમું શ્રવણ દ્વાર
(204)
શ્રાદ્ધદિનકૃત્ય મન-વચન-કાયાથી સર્વ જીવોની હિંસા ન કરવી. માત્ર શબ્દો પકડીને આ સામાન્ય વાક્યનો અર્થ વિચારવામાં આવેતો જિનમંદિર બંધાવી શકાય. પણ અહીંકહ્યું તેમ પૂર્વાપરના સૂત્રાર્થનો સંબંધ વગેરેને લક્ષમાં રાખીને અર્થ વિચારવામાં આવે તો “વિધિ પૂર્વક જિનમંદિર કરવામાં દોષ નથી.” એવું સમાધાન થાય.
વિષયે વિધ્યાતિસૂત્રો... વિધિસૂત્ર, નિષેધસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર ઇત્યાદિ અનેક સૂત્રો છે. ઉક્ત રીતે વિચારણા કરીને શંકાવાળા પદનો વિધિ આદિ જે સૂત્રમાં સમાવેશ થતો હોય તે સૂત્રમાં સમાવેશ કરવો સ્થાપન કરવું. (૯૪)
संसया जायए मिच्छं, मिच्छत्ताओ भवो भवे । નવોદિપિત્તા, નવા લુહસીયરો ૨૬ સંશયનો ઉચ્છેદન થાય તો દૂષણ થાય એમ કહે છે
સંશયથી મિથ્યાત્વ થાય. મિથ્યાત્વથી સંસાર થાય. ભવરૂપ સમુદ્રમાં પડેલા જીવોને દુ:ખસાગર થાય, અર્થાત્ ભવ સમુદ્રમાં પડેલા જીવો દુ:ખસમુદ્રમાં પડે છે.
સંશય એટલે તત્ત્વમાં સંદેહ મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાને રહે છે. તત્ત્વ જિજ્ઞાસાની અપેક્ષાથી રહિત સંશય વિપર્યયની પણ સમકક્ષાનો જનક હોવાથી મિથ્યાત્વથાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – સંશય થાય ત્યારે જો તત્ત્વ જિજ્ઞાસા = સત્યને જાણવાની ઈચ્છા ન હોય તો સત્યને સમજવાનો પ્રયત્ન ન થાય. સત્યને સમજવાનો પ્રયત્નનથાયતો સંભવ છે કે એ સંશય વિપર્યયને ઉત્પન્ન કરે. વિપર્યય એટલે યથાર્થવસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું “આ આમ જ છે” એવું જ્ઞાન. ટુંકમાં વિપર્યય એટલે વિરુદ્ધ જ્ઞાન. જ્યાં વિરુદ્ધજ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન હોય. આમ સંશયને દૂર ન કરવામાં આવે તો મિથ્યાત્વ આવે. મિથ્યાત્વથી સંસાર સર્જાય. સંસાર એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવને અનુભવવો. સંસાર સર્જનથી જન્મ-જરા-મરણ વગેરે દુ:ખી આવે. (૫)
तम्हा उ नायतत्तेणं, सुत्तं अत्थं अहिजिउं । નિસંવિણ તોયબૅ, સંવડો મો નદી ઉદ્દા ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે
આ પ્રમાણે સંશયમાં દોષ હોવાથી એ નક્કી થયું કે શ્રાવકે સૂત્ર-અર્થ ભણીને તત્ત્વના જ્ઞાતા બનવું જોઈએ. તત્વના જ્ઞાતા બનીને શંકા રહિત બનવું જોઈએ. આ વિષે અંબડ અને અભયકુમારનાં દષ્ટાંતો છે.
સૂત્ર-અર્થનો અભ્યાસ કરવો એ તત્ત્વના જ્ઞાતા બનવાનો સત્ય ઉપાય છે. માટે અહીં સૂત્ર-અર્થને ભણીને તત્ત્વના જ્ઞાતા બનવું એમ કહ્યું.
અબડની કથા વિહાર કરતા શ્રી મહાવીર ભગવાન ચંપા નગરીમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં સમવસર્યા. તે વખતે ભગવાનને વંદન કરવા માટે નગરના લોકોની સાથે સંબડ નામનો પરિવ્રાજક આવ્યો. તેણે શ્રી વીરને ત્રણ પ્રદક્ષિણા કરીને તેમનો ઉપદેશ સાંભળ્યો. પછી તે જ્યારે રાજગૃહ જવાની ઈચ્છાવાળો થયો ત્યારે ભગવાને તેને કહ્યું – તારે મારા આદેશથી નાગરથિની પત્ની સુલતાને ધર્મપ્રવૃત્તિ પૂછવી. આથી પરિવ્રાજક ભગવાનમાં વીતરાગનો સંશય કરવા