________________
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વાર
જીવાદિ નવ પદાર્થો આગમમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે તે પદાર્થોની શ્રદ્ધા કરે = આ સત્ય છે એવો વિશ્વાસ કરે. તે પદાર્થો (સંક્ષેપમાં) આ પ્રમાણે છે—
203
ચૈતન્યરૂપથી બધા જીવો એક પ્રકારે છે = સમાન છે. ત્રસ અને સ્થાવર એ બે ભેદોથી જીવો બે પ્રકારે છે. વેદોથી ત્રણ પ્રકારે છે. ગતિથી ચાર પ્રકારે છે. ઈન્દ્રિયોથી પાંચ પ્રકારે છે. કાયોથી છ પ્રકારે છે. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ નવ પ્રકારે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય આ સાતના પર્યામા અને અપર્યામા એમ બે ભેદથી જીવો ચૌદ પ્રકારે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ પાંચ, બાદર પૃથ્વીકાય આદિ પાંચ, પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, સંજ્ઞી–અસંજ્ઞી પંચેન્દ્રિય એ સોળના પર્યામ–અપર્યાય એ બે ભેદોથી બત્રીસ પ્રકારે છે. આ ૩૨ ભેદના ભવ્ય અને અભવ્ય એવા બે ભેદોથી ૬૪ પ્રકારે છે. અથવા કર્મ પ્રકૃતિના ભેદોથી જીવો અનેક પ્રકારે છે. વળી જીવોના શરીરો, આયુષ્ય, ભવસ્થિતિ અને કાયસ્થિતિ વગેરે કહેવું. તથા અજીવતત્ત્વ આદિ વિષે પણ જાણવું. શાસ્ત્રમાં કહેલા આ બધા પદાર્થોની વિચારણા નવતત્ત્વ અને સંગ્રહણી આદિ ગ્રંથોમાંથી જાણી લેવી.
આ પદાર્થોને સાંભળીને શ્રદ્ધા કરવા છતાં કોઈક રીતે કોઈક પદાર્થમાં શંકા થાય તો વિચારણા કરવામાં નિપુણ શ્રાવક શંકાવાળા પદાર્થો જ્ઞાની ગુરુને પૂછે. (૯૩)
सम्मं वियारियव्वं, अत्थपयं भावणापहाणेहिं ।
विसय ठावियव्वं, बहुसुयगुरुणो सगासाओ ॥९४॥
તે જ વિષયને કહે છે
ભાવનાની પ્રધાનતાવાળા બનીને અર્થાત્ ભાવાર્થને પ્રધાન રાખીને શંકાવાળા (કે બીજા પણ) સૂત્રના અર્થપદોની સમ્યક્ વિચારણા કરવી જોઈએ. અને બહુશ્રુત ગુરુઓ પાસેથી જાણીને જે અર્થપદનો જે અર્થ થતો હોય તે અર્થ કરવો જોઈએ.
મુત્તત્થો હતુ પઢમો (આવ.નિ.ગા.૨૪) ઇત્યાદિ આગમોક્ત રીતે થતી વિચારણા સમ્યક્ વિચારણા છે. તે આ રીતે–
(૧) સૂત્રનું વ્યાખ્યાન કરનાર ગુરુએ શિષ્યને પહેલાં માત્ર સૂત્રાર્થ કહેવો = સૂત્રનો માત્ર શબ્દાર્થ કહેવો. (૨) પછી સૂત્રને સ્પર્શતી = સૂત્રના અર્થને જણાવનારી નિર્યુક્તિના અર્થથી સહિત સૂત્રાર્થ કહેવો. (૩) ત્યાર બાદ વિસ્તારથી સૂત્રનો સંપૂર્ણ અર્થ કહેવો, અર્થાત્ સૂત્રનો ભાવાર્થ જણાવવો.
અહીં બધા સ્થળે જિનાજ્ઞા સાર છે, બીજું કાંઈ નહિ, એવું તાત્પર્ય એ ભાવાર્થ છે. આ ભાવાર્થને લક્ષમાં રાખીને શંકાવાળા સૂત્રોના અર્થોની વિચારણા કરવી જોઈએ. આવી વિચારણા સમ્યક્ વિચારણા છે.
‘‘ભાવાર્થને પ્રધાન રાખીને’’ એક્શનનો ભાવ આ પ્રમાણે છે— પૂર્વાપરના સૂત્રાર્થના સંબંધને યાદ રાખીને *અર્થપદોની વિચારણા કરવી જોઈએ. અનેક પ્રકારના સૂત્રોને જોવા માત્રથી મૂઢ ચિત્તવાળા ન બનવું જોઈએ. એથી પરસ્પર વિરોધ ન આવે તે રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષા રાખીને, અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરીને, સ્યાદ્વાદ સિદ્ધાંતનું ઉલ્લંઘન ૐ વિના અર્થપદોની વિચારણા કરવી જોઈએ. જેમકે—
• અર્થ બોધક પદો તે અર્થ પદો.