________________
201
)
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વાર અને અનેક પ્રકારની લતાઓથી સદા લીલીછમ અને સુગંધી રહેતી હતી. ચાર બગીચાઓમાં પણ નૃત્યશાળા વગેરે શાળાઓ બનાવી હતી. એક બગીચામાં ચિત્રશાળા હતી. તેમાં કાષ્ઠની અને માટીની વિવિધ પૂતળીઓ ગોઠવવામાં આવી હતી. પડદા ઉપર વિવિધ નયનરમ્ય ચિત્રોચિતર્યા હતાં. ભીંતો ઉપર અનેક પ્રકારનું આકર્ષક ચિત્રામણ અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે વિવિધ કોતરણીઓ વગેરે હતું. તેમાં જ એક તરફ વિશાળ નૃત્યશાળા હતી. એ નૃત્યશાળામાં દરરોજ મનોરંજન કરે તેવાં વિવિધ નૃત્યોબતાવવામાં આવતાં હતાં. એક તરફ કથાશાળા પણ હતી. તેમાંથાકારો માણસને જકડી રાખે તેવી કથાઓ કરતા હતા. આ બધું ચિત્રશાળામાં હતું. બીજા બગીચામાં ભોજનશાળા હતી. તેમાં મુસાફરી, યાત્રિકો, ગરીબો, ભિખારીઓ, સંતો વગેરેને સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હતું. ત્રીજા બગીચામાં ઔષધશાળા હતી. તેમાં સારા સારા વૈદ્યો રાખ્યા હતા. બધી જ દવાઓ ત્યાં જ સારા વૈદ્યોની દેખરેખ નીચે બનાવવામાં આવતી હતી. ચોથા બગીચામાં ધર્મશાળા હતી. ત્યાં યાત્રિકો, મુસાફરો વગેરે ઉતરતા હતા. તેમાં સંડાસ-બાથરૂમ વગેરે સર્વ પ્રકારની સુવિધાઓ હતી.
આવી આકર્ષક વાવડી ધીમે ધીમે પ્રસિદ્ધ બનવા લાગી. સમય જતાં આવાવડી આખીરાજગૃહી નગરીમાં, આખા મગધ દેશમાં અને પરદેશમાં પ્રસિદ્ધ બની. કોઈ ઔષધ માટે, કોઇ નૃત્ય જોવા માટે, તો કોઇ વાવડી જોવા માડે, દૂરદૂરથી ત્યાં આવતા હતા. વગર પૈસેકે નજીવી કિંમતથી આવી અનુકૂળતાઓ અને મોજશોખ મળતા હોય એટલે લોકો વાવડીની અને વાવડી બંધાવનારની પ્રશંસા કરે એ સ્વાભાવિક છે. લોકો નંદમણિયારની મુક્તકો પ્રશંસા કરતા હતા. પ્રશંસા સાંભળીને શેઠ આનંદ પામતા હતા, શેઠની છાતી ગજગજ ઉછળતી હતી. શેઠ દિવસે દિવસે વાવડીમાં ખૂબ આસક્ત બનતો ગયો. “આ વાવડી મેંબંધાવી, આ વાવડી મેંબંધાવી” એમ અહંકારથી કૂલાતો ગયો. “આ વાવડી મારી, આ વાવડી મારી.” એમ મમતાવાળો બનતો ગયો.
જીવનના અંતે તેના શરીરમાં ૧૬ રોગ ઉત્પન્ન થયા. વૈદ્યોએ અનેક ઉપચારો ક્ય, પણ બધા ઉપચારો નકામા ગયા. તેણે નગરમાં જાહેરાત કરી કે “મારા આ રોગમાંથી એકપણ રોગનો નાશ જે કરશે તેને દરિદ્રતાનો નાશ થાય તેટલું ધન આપીશ.” છતાં કોઇપણ વૈદ્ય તેના એક પણ રોગને દૂર કરી શક્યો નહીં. અંતે આર્તધ્યાનથી મરીને એ જ વાવડીમાં દેડકો થયો.
જેને સાક્ષાત્ મહાવીરસ્વામી દેવ મળ્યા, જેણે તેમની પાસેથી શ્રાવકનાં બારવ્રતોનો સમ્યત્વસહિત સ્વીકાર ર્યો, જે ધોમધખતા ઉનાળામાં પણ ચોવિહાર અઠ્ઠમ જેવી તપશ્ચર્યાકરતો હતો, તે જીવ મરીને તિર્યંચગતિમાં ગયો. તેનું શું કારણ? તેનું કારણ મમતા છે. મમતાનું કારણ સભ્યત્વનો નાશ છે. સમત્વનો નાશ થવાથી મમતા થઈ. જો સભ્યત્વકાયમ રહ્યું હોત તો આવી મમતાનજ થાત. સભ્યત્વના નાશનું કારણ શું? સમ્યત્વના નાશનું કારણ જિનવાણી શ્રવણનો અભાવ છે. જિનવાણી શ્રવણ ન થવાથી સમ્યકત્વ ચાલ્યું ગયું. જિનવાણીનું શ્રવણ ન થવાનું કારણ સાધુઓના યોગનો અભાવ છે. સાધુઓનો યોગ ન થવાથી જિનવાણી શ્રવણ ન થયું. જિનવાણીનું શ્રવણ નથવાથી સમ્યત્વનો નાશ થયો. સમ્યત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણના પરિણામ શુભ નિમિત્તને પામીને પ્રગટ થાય. અને અશુભ નિમિત્તને પામીને જતા રહે એવું બને. એક જ જીવને એક જ ભવમાં તેવા નિમિત્તોથી અનેકવાર સમ્યત્વ વગેરે પ્રગટે અને જાય. એક જ જીવને એક જ ભવમાં સખ્યત્વ અને દેશવિરતિ બે થી નવ હજાર વખત આવે અને જાય, સર્વવિરતિ બેથી નવા સો વાર આવે અને જાય. સમત્વની કિયા અને સભ્યત્વના પરિણામ એ બંને એક નથી, જુદા છે. એટલે એવું પણ બને કે જીવ સમ્યકત્વની ક્રિયા કરતો હોય, છતાં તેનામાં સમત્વના પરિણામ નહોય. આવું જ દેશવિરતિ અને સર્વવિરતિ માટે બને. પૂર્વે કહ્યું