________________
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વાર
લાગ્યો. (સ્ત્રીને ધર્મપ્રવૃત્તિ પૂછનાર વીતરાગ કેમ હોય? આવો સંશય તેને થયો.) પછી આકાશ દ્વારા સુલસાના ઘરે આવીને સુલસાની પરીક્ષા કરવા માટે ભિક્ષાચરનું રૂપ કરીને તેણે સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વખતે સુલસાએ કહ્યું – હું શીલથી શોભતા સાધુ સિવાય બીજાને (=સુપાત્રબુદ્ધિથી) દાન આપતી નથી. પછી તેણે ઘરમાંથી નીકળીને પૂર્વદિશામાં વિદ્યાબળથી બ્રહ્માનું સુંદર રૂપ કરીને બ્રહ્માને દેવ માનનારા નગરલોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. બીજા દિવસે દક્ષિણ દિશામાં વિષ્ણુનું રૂપ કરીને વિષ્ણુના ભક્તોને ઉપદેશ આપ્યો. ત્રીજા દિવસે ઉત્તર દિશામાં મહેશનું રૂપ કરીને મહેશના ભક્તોને ધર્મનો ઉપદેશ આપ્યો. ચોથા દિવસે પશ્ચિમ દિશામાં તીર્થંકરનું રૂપ કરીને સમવસરણમાં ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાં પણ સુલસા ન આવી. આથી તેને બોલાવવા માટે અંબડે માણસ મોક્લ્યો. તો પણ તે ન આવી. આમ પરીક્ષાથી સુલસાને નિશ્ચલ સમ્યક્ત્વવાળી જોઈને સઘળા પ્રપંચને સંહરી લીધો. પછી તે સુલસાના ઘરે ગયો.
205
તે સમયે અંબડે સુલસાને શ્રી વીર ભગવાને તમારી ધર્મપ્રવૃત્તિ પૂછી એમ કહ્યું. તેના મુખથી આ સાંભળીને સુલસાએ શ્રી વીરને વંદન કર્યું. અંબડે સુલસાને કહ્યું – બ્રહ્મા વગેરેએ સ્વયં અવતરીને નગર લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. તે વખતે તમે કેમ ન આવ્યા ? સુલસાએ કહ્યું – વીતરાગ, વીદ્વેષ અને સર્વજ્ઞને જોઈને બીજાઓને જોવા માટે કોણ ઉત્સાહ રાખે ?
આ પ્રમાણે સુલસાની સ્થિરતાને જોઈને શ્રી અંબડ શુભમનવાળો થયો = હર્ષ પામ્યો. પછી સુંદર ધર્મોન્નતિને કરતા તેણે મૃત્યુ પામીને દેવલોકને પ્રાસ કર્યો. ક્રમે કરીને પંદરમા તીર્થંકર થશે.
અભયકુમારની ક્થા તો શ્રેણિકચરિત્રથી જાણવી. સંક્ષેપથી અહીં કહેવાય છે – અભયકુમારે વીર ભગવાનને પૂછ્યું – હે પ્રભુ ! છેલ્લા રાજર્ષિ કોણ થશે ? ભગવાને કહ્યું – હમણાં જ દીક્ષિત થયેલ આ ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે. અભયકુમારે મનમાં દીક્ષાનો નિશ્ચય કરીને રાજ્યનો સ્વીકાર ન કર્યો અને દીક્ષા લીધી. (૯૬)
निस्सामित्ताय सिद्धंतं, तओ किच्चं निरूवए ।
एयं च इत्थ कायव्वं, एवं उद्धरियव्वयं ॥९७॥
तं तु सव्वं निरूवित्ता, करे जं करणिज्जयं ।
સો ય પરો ચેવ, જાયવ્વનિળવિ ૫૮ ॥
શ્રવણ દ્વારમાં જ મંદિરના ઉદ્ધારની ચિંતા વગેરે કર્તવ્યોને બે ગાથાઓથી કહે છે–
સિદ્ધાંતનું શ્રવણ કર્યા પછી મંદિર સંબંધી કાર્યની ચિંતા કરે. જેમકે – અહીં આ મુખમંડપ વગેરે નથી માટે કરાવવો જોઈએ. અહીં આ પ્રેક્ષામંડપ છે, પણ જીર્ણ થઈ ગયો હોવાથી તેનો ઉદ્ધાર કરવો જોઈએ. તે બધું વિચારીને જિનમંદિરમાં જે કરવા જેવું હોય તે પોતાની શક્તિ હોય તો જાતે જ કરે. પોતાની શક્તિ ન હોય તો બીજા દ્વારા પણ કરવું જોઈએ. (૯૭–૯૮)
तं नाणं तं च विन्नाणं, तं कलासु य कोसलं ।
सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए ॥९९॥
♦ ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં અંબડનો જીવ બાવીસમા તીર્થંકર થશે, અને સુલસાનો જીવ પંદરમા તીર્થંકર થશે એમ જણાવ્યું છે. આથી અહીં સ્વર્ગે પ્રાપ્તઃ અને મેળ એ બે પદોની વચ્ચેનો પાઠ લેખક આદિના દોષથી છૂટી ગયો હોય એમ જણાય છે.