________________
બારમું યતિપૃચ્છા દ્વાર
(176)
શ્રાદ્ધદિનકૃત્ય પણ મુપત્તિનો એક ટુકડો વહોરાવવાથી પણ મહાન લાભ થાય. પણ તું સાધુને ક્યાં વહોરાવે છે? તું તો તારા ભાઈને વહોરાવે છે. આજે તું મને ૩૦૦ રૂપિયાની કામની વહોરાવે છે, પણ આવતી કાલે તું કોઈ સાધુની પડખેય નહિચઢે, અને મુહપત્તિનો ટુક્કોય નહિ વહોરાવે. આ ભાઈ કોઈ સાધુ પાસે જતા નહોતા. મારા સંસારીભાઈ સાધુ પાસે જતા થાય તેવું કરવાની સાધુની અંતરની ઈચ્છા હતી. એ માટે એઓ તક જોઈ રહ્યા હતા. આ તક ઝડપીને તેમણે ભાઈના પ્રમાદને ખંખેરી નાખ્યો. જો કે તેમને સાધુઓ પ્રત્યે અરુચિ હતી એવું ન હતું. પણ ધર્મનો પ્રેમ બરોબર થયો ન હતો. અને તેથી સાધુતાના રાગથી સાધુસેવાની ભાવના જાગી નહતી. અવાર-નવાર ભાઈ સાધુ પાસે જાય અને ભક્તિ કરે. ભાઈમહારાજે કરેલી ટકોરની તે ભાઈના હૈયામાં અસર થઈ. હવેથી દરેક સુસાધુ પાસે જઈશ, અને તેમની સેવા-ભક્તિ કરીશ, તેવું કબૂલ કર્યું. આથી સાધુએ તેની પાસેથી કામની વહોરી.
આ પ્રસંગથી આપણે એ જોવાનું છે કે સાધુનીકે શ્રાવકની ભક્તિ ધર્મના સંબંધથી જ કરવી જોઈએ. એ ત્યારે જ બને કે જ્યારે વાસ્તવિક ધર્મપ્રેમ આવે. આજે પણ એવા શ્રાવકો છે કે પરિચિત સાધુ આવે ત્યારે તેમની પાસે આવે, તેમને કામ-કાજ માટે પૂછે, તેમની ભક્તિ કરે, પણ એ મહારાજ જાય પછી બીજા મહારાજ આવે તો એ બધું બંધ થઈ જાય. અલબત્ત, નવા જોડાયેલાજીવો માટે આટલું પણ સારું કહેવાય. પણ જે જૂના થઈ ગયા હોય તે પણ આવું જ કરે તો તેની પાછળ ક્યું કારણ હોય? પ્રાય: તો ધર્મપ્રેમની ખામી કારણ હોઈ શકે.
પરિચયથી ભક્તિ વિષે સાધુનો અનુભવ આજે ઘણા શ્રાવકો એવા છે કે પરિચિત સાધુની સેવા-ભક્તિવધુ કરે. અપરિચિતની તેટલીનકરે. આ વિષે એક સાધુનો અનુભવ જાણવા જેવો છે. ત્રણ સાધુઓ વિહાર કરીને એક ગામમાં ગયા. ગામમાં જતાં પહેલાં રસ્તામાં વડીલ સાધુએ સાથેના બે સાધુને કહ્યું આપણે આ ગામમાં કદાચ શ્રાવકોના આગ્રહથી એક-બે દિવસ રોકાવું પડશે. પછી સાધુઓ ગામમાં ગયા. સાધુઓ ગામમાંથી આહાર-પાણી લઈ આવ્યા. સાધુઓને આહારપાણીમાં જેવા આદર-બહુમાનની સંભાવના હતી તેવા આદર-બહુમાન ન દેખાયા. બીજે દિવસે સવારે ત્રણે સાધુઓએ વિહાર કર્યો. ઉપાશ્રયથી થોડે દૂર ગયા ત્યાં બે-ત્રણ શ્રાવકો સામે મળ્યા. તેમણે સાધુઓને ફેટાવંદન કરીને કહ્યું: અરે! સાહેબ, આપ અહીં ક્યારે પધાર્યા? સાધુઓએ કહ્યું: ગઈ કાલે સવારના અમે આવ્યા હતા. શ્રાવકોએ કહ્યું. આપ પધાર્યા છો એની અમને ખબર પણ ન પડી. અમે ગઈ કાલે સાધુઓને ગોચરી જતાં જોયાતો હતા, પણ આપ પધાર્યા છો એની તો અમને કલ્પના પણ ન હતી. અમે તો સાવ અંધારામાં જ રહ્યા. તો હવે વિહારની ઉતાવળ ન કરો. અમને એક દિવસ લાભ આપવો પડશે. સાધુઓએ કહ્યું અમારે તો દરરોજ તમને શ્રાવકોને જ લાભ આપવાનો છે. અમે પાસે થોડું જ કંઈ રાખીએ છીએ. જેટલો વખત અહીં રહીશું તેટલો વખત બીજા શ્રાવકોને લાભ નહિ મળે, અમે જઈશું તો તેમને લાભ મળશે. આમ કહીને મહારાજે વિહાર કરવા માંડ્યો. પણ શ્રાવકોએ આડા પડીને મહારાજને રોક્યા. આખરે સાધુઓને પાછા ફરીને તે દિવસે ત્યાં જ રોકાવું પડ્યું. હવે આહાર-પાણીની ભક્તિમાં પૂછવાનું જ શું હોય? સાધુઓને પણ થયું કે “ઓળખાણ એ ખાણ છે.” એમ વ્યવહારમાં જે કહેવાય છે તેનો આપણને આજે સાક્ષાત્કાર થયો. કાલે પણ આપણે જ હતા, અને આજે પણ આપણે જ છીએ. છતાં ઓળખાણથી કેટલો ફેર પડી ગયો!
આપણે અહીં એ વિચારવાનું છે કે જો બધા સાધુતાના રાગથી સાધુભક્તિ કરતા હોય તો આવો તફાવત ન પડે. જો આ શ્રાવકો સાધુતાના જ રાગી હોત તો ઉપાશ્રયમાં જે કોઈ સુસાધુ આવે તેને વંદન કરવા આવનારા હોત. જો તેમ હોત તો પોતાના પરિચિત મહારાજ આવ્યા છે તેની ખબર આગલા દિવસે પડી ગઈ હોત. આમને તો